________________
૧૭૪
નહિ એસો જનમ બાર-બાર
એ છે સદ્ગુરુની કરુણા અને સદ્ગુરુનો ઉગારી લેવાનો પ્રયત્ન.
મધુબિંદુના ઉપનયમાં જે શંકર-પાર્વતીજીનું વિમાન લેવા આવે છે તેમાં શંકરને પ્રેરણા કરી છે પાર્વતીજીએ. એથી શંકરને કરુણા જાગી. પેલા વડવાઈએ લટકેલા માનવને બચાવી લેવા શંકરે પ્રયત્ન પણ ર્યો. પાર્વતી એટલે સદ્ગદ્ધિ અને શંકર એટલે સદ્ગુરુ. પાપીનો હાથ ઝાલતાં; દુઃખીને આશ્વાસન દેતા સદ્ગુરુ.
પણ.. અભાગીયો જીવ! સુખરાગની મધલાળે લપેટાયો! હાથે આવેલી બાજી હારી ગયો.