________________
૧૭૨
નહિ એસો જનમ બાર-બાર
દશા છે ને?
સાવ જ વિનાશી; દુઃખના ભેળસેળવાળા સંસારના સુખો ખાતર કેટકેટલા દુઃખ વેઠવાના? એકીટશે એ સુખોના આગમનની કેવી અગ્નિ-પ્રતીક્ષા કર્યા જ કરવાની? દૂર દૂરની ક્ષિતિજોમાં લાંબી નજર તાણીને બસ જોયા જ કરવાનું, ઉપર તાપ; નીચે ય તાપ; જઠરમાં પણ તાપ!
અને જ્યારે બધી જાતના સુખો હાથમાં આવે ત્યારે તો જીવનનું પૂર્ણવિરામ થવાની તૈયારીઓ ચાલે. હાથમાં આવેલા એ સુખોને સ્પર્શીને જ વિદાય સમારંભ યોજાઈ જાય. ભોગવી જવાના વિયોગના કારમાં દુ:ખ, અને લઈ જવાના કાળાં પાપના કર્મબંધો.
અનાદિકાળથી આ રીતે ભોગરસિકોની જિંદગી બરબાદ થતી જ આવી છે છતાં કેવી અફસોસની વાત છે કે બહુ જ થોડા આત્માઓ આ બોધપાઠ પામે છે. બાકીના તો બધાં ય પતરા ઉપર ચડયા છે; પતંગ પકડવાની પ્રતીક્ષા કરતા ઊભા છે.
હજારો; લાખો પતંગ પકડુઓ આ રીતે રોજ મરે છે. અફસોસ! છાપાવાળાઓ આની નોંધ સરખી પણ લેતા નથી.
કરણો અને ઉપકરણો
કરણ એટલે ઈન્દ્રિય - પાંચ. ઉપકરણ એટલે ઈન્દ્રિયોના ભોગોપભોગ માટેના સાધનો. અગણિત.
ભૂતકાળમાં કરણોને કાબૂમાં રાખવાની ખૂબ ચીમકી આપવામાં આવતી હતી. કેમકે ઉપકરણોમાં આજના જેવી – આકર્ષવાની આંધી હતી જ નહિ. હતી તો ય ખૂબ મર્યાદિત ક્ષેત્રમાં હતી. સઘળી પ્રજામાં; નાનાથી મોટામાં, ગરીબ અને તવંગરમાં, અપરિણીત અને પરિણીતમાં, છોકરા અને છોકરામાં સર્વત્ર સમાન રીતે એ આંધી ક્યારેય ઊમટી ન હતી.
આજે પરિસ્થિતિ કાબૂબહાર ગઈ છે. મર્યાદાઓ તૂટી છે. એના સીધા જ દુષ્પરિણામરૂપે માનવતા મરવા લાગી છે. જો ઉપકરણોની આંધી ઉપર સંયમ મૂકવામાં નહિ જ આવે તો કરણોને કાબૂમાં રાખવાનો ઉપદેશ લગભગ નિરર્થક બની જશે. વિકારભરી આંખે ન જોવું એ ઉપદેશની સાથે સાથે જ વિકારજનક પોષાક, વાણી;