________________
નહિ ઐસો જનમ બાર-બાર
સ્વદુષ્કૃતની ગર્હા, પરસુકૃતોની અનુમોદના અને અરિહંતાદિના શરણાં-કદી ચિત્તપાત થવા દેતા નથી. વાણીપાત, વીર્યપાત, ચિત્તપાત-ઉત્તરોત્તર વધુ ભયાનક ગણી ન શકાય?
૧૮૦
ખેલ બધા ખેલો, પણ ખ્યાલ ખોયા વિના
સંસારમાં રહેવું એ જ પાપ છે. શક્ય હોય તો સંસારનો પરિત્યાગ કરીને દીક્ષા જ લેવી જોઈએ અને જિનાજ્ઞાપ્રતિબદ્ધ જીવન જીવીને આત્મકલ્યાણ જ કરી લેવું જોઈએ. એવા આત્મકલ્યાણમાં જ પ૨કલ્યાણ અને વિશ્વકલ્યાણ સમાયેલું છે.
પણ આવા અનુપમ આદર્શને જે કમભાગી આત્મા સિદ્ધ ન કરી શકે એને આજીવિકાદિ ખાતર સંસારના અનેક ખેલ ખેલવા પડે છે.... બેશક, નાછૂટકે !
પણ ખેલ ખેલનારો માણસ જીવનનો ખ્યાલ તો ન જ ચૂકે એ ખૂબ ઈચ્છનીય છે. ભલે એ દુકાને જાય અને વેપાર કરે પણ એનું મન તો પરમકૃપાળું પરમાત્માના ખ્યાલમાં જ રમતું હોય.
એ કદાચ લગ્ન પણ કરે પરંતુ પરલોકના તોફાનો એના ખ્યાલ બહાર તો ન જ
રહે.
એ ખાય, પીએ, ઊઠે, સુવે, બેસે.... બધું ય કરે પણ એનું મન એમાં કયાંય ન હોય. ‘મોક્ષ ચિત્ત’ ભવે તનુ' - એ આનું જ નામ.
સુખનો રસ જીવનમાં મોળો નહિ પડે તો ખેલ બગડશે અને ખ્યાલ પણ મેલો થવા લાગશે.
બગડેલો ખેલ હજી ચાલે, બગડતો ખ્યાલ તો ખૂબ ગંભીર બીના ગણાય. સંસારસ્થ ધર્માત્માઓએ પોતાના મનના ખ્યાલો તો જિનાજ્ઞાપ્રતિ બદ્ધ જ રાખવા જોઈએ. જૂઠો જમાનો કદાચ ખેલ બદલી શકે; પણ ખ્યાલ તો કોઈ પણ ભોગે બદલાઈ જવા દેવો ન જોઈએ.
સારો ગૃહસ્થ તો ખૂબ સાવધાન હોય જ
પ્રાયઃ સારા માણસો ગૃહસ્થ-જીવન જીવે નહિ.
કદાચ એમને ગૃહસ્થજીવન જીવવું પડે તો એ સારા માણસો પૂરેપૂરા સાવધાન