________________
નહિ ઐસો જનમ બાર-બાર
જો આ પગલાં લેવામાં નહિ આવે તો સુખના રાગીઓ અને દુઃખના દ્વેષીઓ જે ધર્માનુષ્ઠાનો કરશે તેની પાછળ તે સુખપ્રાપ્તિ અને દુઃખનાશની જ ઈચ્છા જોર કરતી રહેશે. પેલા રાગ-દ્વેષનું સીતમગાર જોર આ માગણીઓ કરાવ્યા વિના જંપશે જ નહિ.
૧૬૪
હવે આવી માંગણીઓ સાથે જ સદા ધર્મ કરતા ધર્મજનોના સંસારનો અંત જ ક્યારે આવે ? એવા ધર્માનુષ્ઠાનોની વૃદ્ધિથી અપૂર્વ સંતોષ શી રીતે માણી શકાય ? જો મૂળદર્દ વધતું હશે તો બહારનું વધતું દેખાતું શરીર એ કાંઈ આરોગ્ય નહિ હોય પરંતુ સોજા જ હશે.
સોજાથી જાડા દેખાતા શરીરમાં કોને આનંદ થાય?
ધર્માનુષ્ઠાનોને વેગ આપતા જ રહીને; આ વાતને પણ યુક્તિપૂર્વક સ્થાન આપતા રહેવાનું કાર્ય ગીતાર્થ ઉપદેશકોનું જ છે. એ દો૨શે તેમ સહુ દોરાશે.
દુઃખને તો પહેલાં ખરાબ માનો
આ તો કેવી આશ્ચર્યની વાત છે કે ખરાબમાં ખરાબ એવું દુ:ખ પણ ખરાબ લાગતું નથી; ઉપરથી મધ જેવું મીઠું લાગે છે!
જીવમાત્રને દુઃખ ઉપર તો દ્વેષ જ હોય; અને તેમ જ છે. છતાં જેમની ભોગસિકતા માઝા મૂકીને પાગલ બને છે એ લોકોને તો એ ભોગસુખોની સિદ્ધિ મળતી હોય તો દુઃખ પણ મીઠાં થઈ પડે છે!
પ્રેયસીની લાત ખાતા કોલેજીયનને એ લાતમાં તો લાખ લાખ આનંદોદધિ ઉછાળા મારતા દેખાય છે!
ખુરશીના લાલચુઓને ગાળો ખાવાનોય વાંધો હોતો નથી. મમ્મણશેઠોને કડવા ઝેર ઠપકા પણ આંચકા આપતા હોતા નથી.
સંસાર સુખના કલ્પિત મધનો એકાદ ચટકો પણ જો તાળવે વળગી ગયો તો મૂઆ પડ્યા સમજો! એના રસ ખાતર મરણના દુઃખનેય ભૂલી જવા મૂર્ખ માનવ તૈયાર!
પેલું મધુબિંદુનું દૃષ્ટાંત નથી જાણતા શું ?
હવે દુ:ખ પ્રત્યે પણ જેમને તિરસ્કાર નથી એને સુખ પ્રત્યે તિરસ્કાર તો શી રીતે જન્માવવો ? એને પુણ્યનો રસીઓ શી રીતે કરવો? અને મોક્ષસુખનો રાગી તો બનાવવો જ શી રીતે ?