________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૩૫
વારંવાર પડે તો લાગણીશીલ વક્તા પણ કદાચ માર ખાઈને પોતાની હિંમત ગુમાવી બેસે એ વધારાનું ભયાનક નુકસાન.
“સમજ્યા વિના ધર્મ ન થાય'
એમ કહેનારાઓને ધાર્મિક ભાવનાથી રંગાયેલા વડીલો જો પોતાના બાળકોને, અથવા સંતો જો વિદ્યાર્થીઓને ધર્મ કરવાની પ્રેરણા કરે તો આજના જમાનાના કેટલાક ટેકેદારો ઝટ વિરોધનો અવાજ ઉઠાવીને સુફીઆણી વાતો કરતા કહે છે કે, “કોઈ પણ કામ સમજ્યા વિના-માત્ર આંખ મીંચીને-જી હજૂરીઆ બનીને-કરવું એ બેવકૂફીનું લક્ષણ છે. તો ધર્મ જેવી ચીજ સમજાવ્યા વિના આચરવાની ફરજ પાડવી એ તો બિલકુલ યોગ્ય નથી.”
આવા લોકોની આવી કેટલીક વાતો એટલી બધી મીઠાશથી ભરેલી હોય છે કે સાધારણ બુદ્ધિવાળો માણસ તો એનો તરત જ શિકાર બની જાય.
પણ જો એની પાછળની બીજી કેટલીક સ્થિતિનો વિચાર રજૂ કરવામાં આવે તો આવી ભડકાદાર વાતો કાગળના વાઘ જેવી પુરવાર થઈ જાય.
જો કોઈ પણ કામ સમજ્યા વિના થઈ શકતું ન હોય તો કયું બાળક એકડો શીખવા માટે સમજીને નિશાળે ગયું હતું એ તો કહો? મારી સમજ મુજબ પ્રાયઃ બધા જ બાળકો (આપણે સુધ્ધાં) ને એમના વડીલોએ ટીંગાટોળી કરીને નિશાળે ભણવા બેસાડયા હતા. અને ધ્રુસકે ધ્રુસકે રડતાં એ બાળકોની એ દિવસે જરાય દયા ખાધી ન હતી.
બીજી વાત વડીલોની પોતાની જ કરું. કેટલા વડીલો ડૉક્ટર કે વૈદ્યની દવાને બરોબર સમજીને મોંમાં નાખે છે? દવાની બાટલીના લેબલ ઉપર લખેલો “પોઈઝન' શબ્દ વાંચ્યા પછી પણ કેટલાએ એ દવામાં પડેલી ઝેરી દવાને સમજવાની કોશિશ કરી હતી?
ટ્રેન, વિમાન વગેરેમાં એવું ચોક્કસ સમજીને કોણ બેઠું છે કે હોનારત નહિ જ થાય? કેટલાએ ડ્રાઈવર કે પાઈલોટ દારૂડીઓ છે કે નહિ તેની તપાસ કરી છે? પાટાઓ કે આકાશની લાઈન કલીઅર' સમજીને જ તેમાં બેસવાની કેટલાએ પ્રતિજ્ઞા કરી છે? રહેવા દોને બધી ડાહી વાતો! ધર્મથી લોકોને વિમુખ કરવા માટે આવી વાતો કરો છો? નાહકના પાપ બાંધીને શાને પરલોક બગાડો છો?