________________
૧૩૮
નહિ એસો જનમ બાર-બાર
કારણે જે ઉન્માદ અને આવેશો વધ્યા છે એથી સારા માણસોનો તો ખૂબ મોટો દુકાળ પડ્યો છે. હવે તો જે ગણ્યાગાંઠયાં સારા માણસો છે એને જ આપણે ઉપબૃહણા (શાસ્ત્ર પદ્ધતિની અનુમોદના) દ્વારા વધુ મજબૂત બનાવીને વધુ સારા બનવાની પ્રેરણા એમના અંતરમાં ઉત્પન્ન કરવાની જરૂર છે. તમારાથી કોઈનું કશુંય સારું ન થાય તોય કાંઈ નહિ. પણ સારા માણસનું જે “સારુ' તત્ત્વ હોય તેની જો અનુમોદના કરશો અને તેને એક રીતે આનંદમાં લાવી દેશો તો તે સારો માણસ વધુ સારો બનશે જ. માણસ માત્ર સામાન્યતઃ કદરદાનીને ઝંખતો હોય છે. તો તમે વચનના દેવાળીઆ કાં બનો ? જરાય ખુશામતખોરી કર્યા વિના સારા તત્ત્વની સાચી કદર કરવાનું ય તમને પરવડતું નથી? શું આપણને દીનદુઃખિઓની અનુકંપા કરનારની જરૂર નથી? શું આપણને શાસ્ત્રજ્ઞ સાધુઓની જરૂર નથી? શું સારા રસ્તે જતી શક્તિ, ભક્તિ અને મૈત્રીની જરૂર નથી? તો જેનામાં જે તત્ત્વ હોય તેની સાચી કદર કરવાથી પણ શાને પીછેહઠ કરીએ? માલ વિનાના આપણને આપણો અહંકાર કેટલો ખતરનાક છે એ હજી નથી સમજાયું? આજથી જ આ નીતિ અખત્યાર કરો.પછી ધરતી ઉપર સ્વર્ગના દર્શન થશે.