________________
નહિ એસો જનમ બાર-બાર
૧૫૭
બીજો ઉપાય છે, પરલોકના દુર્ગતિના દુઃખોનો ભય... “ખરાબ થનારાને પરલોકમાં દુઃખો ભોગવવા જ પડશે; દુઃખ તો મારાથી સહન થાય તેવા નથી તો દુઃખને નોતરું દેતાં પાપોથી મારે ખરાબ ન જ બનવું જોઈએ. જો સારો બનીશ તો પરલોકે સુખી થઈશ; સદ્ગતિમાં જઈશ.” પરલોક દુઃખસુખોની ભીતિ-પ્રીતિનો આ વિચાર પણ ખરાબ બનતાં અટકાવે.
ત્રીજો ઉપાય છે, મરણનો વિચાર જે જીવન ખરાબ જીવ્યો તેનું મરણ તો કૂતરાનું જ થાય.” આવી શ્રદ્ધા પણ માણસને ખરાબ બનતો અટકાવે છે.
ચોથો ઉપાય છે, આ લોકની આબરૂના ભયનો વિચાર. “જો હું ખરાબ થઈશ તો મારી આબરૂનું લિલામ થઈ જશે. ખરાબ લોકોને ય મારી ખરાબી તો આંગળી ચીંધીને ટીકાપાત્ર જ બનવાની. હાય! આબરૂવિહોણાની તો દશા શું થાય?'
બેશક.. સારા રસ્તે ખરાબ બનતા અટકાય તે સૌથી સારું.... પણ છેવટે તુચ્છ રસ્તે ય ખરાબ બનતા અટકાય તો ય તે સાવ કાઢી નાખવા જેવું તો નહિ જ.
સારા” માત્ર સાધુ અને છેવટે....
સારામાં સારી કક્ષાના સારા માણસ તો માત્ર સાચા “સાધુ” જ કહેવાય. બાકીના કોઈને પણ “સારા” કહી શકાય નહિ. જીવન જીવવા માટે કોઈને પણ મારવો પડે એ સ્થિતિ શું સારા માણસની સંભવે છે? સારો માણસ કોઈકને જ મામકો (દીકરો વગેરે) કહે ને બાકીના બધાયને પરાયા કહી દે એવું કદી બને ખરું?
તો જે સાધુ થઈ શક્યા નથી એ તમામ ગૃહસ્થોની સ્થિતિ આવી જ હોય છે ને? માર્યા વિના એ જીવી જ ન શકે; મામકા પરાયાના ભેદ તો એના જીવનમાં અને એની વાણીમાં સર્વત્ર વ્યાપ્ત જ હોય.
મારો દીકરો; ફલાણાનો દીકરો. મારું હિન્દુસ્તાન; ફલાણાનું પાકિસ્તાન. ના... આ બે વસ્તુસ્થિતિના ભોગ બનેલાઓ શી રીતે “સારા” બની શકે?
માટે જ “સારા” તો સંસારપરિત્યાગી સાધુ જ કહેવાય; જ્યાં કોઈને પણ માર્યા વિના જ જીવન જીવવાનું મળે છે; જ્યાં મમતાની ગઠરીએ બાંધ્યા સંકુચિત વર્તુળોનું નામનિશાન નથી.
જો જો દુઃખી ન થતા એ ગૃહસ્થજનો! બીજી રીતે તમેય સારા બની શકો તેમ