________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧ ૧૫
દીકરાને સાધુવેશમાં જોવા ઈચ્છે; પોતે જ પોતાના દીકરાને ભિક્ષા દેતી હોય એવી ધન્ય પળોનું દર્શન કરવાનો તલસાટ રાખે. હજારો આત્માઓને પ્રતિબોધ આપતા પોતાના મહાન સુપુત્રને પાટ ઉપર બેસીને વ્યાખ્યાન કરતો જોવા ઈચ્છે. - સ્ત્રી અને શ્રાવિકામાં તો આભ જેટલું અંતર છે હો! પછી બેયના આચારવિચાર તો સરખા કેમ જ હોય?
જેની સાધુ થવાની ઈચ્છા પણ નહિ;
તે શ્રાવક નહિ
કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે “યોગશાસ્ત્ર' નામના ગ્રંથમાં “શ્રાવક' કોને કહેવાય? તેની વ્યાખ્યા કરતા કહ્યું છે કે જેને ચારિત્ર લેવાની તીવ્ર લાલસા હોય તેને શ્રાવક કહેવાય.
બેશક, જિનવાણીને સાંભળે (શ્રા) સાત ક્ષેત્રમાં ધનને વાવે (વ) અને પાપકર્મોને કાપે (વ) તે શ્રાવક શબ્દનો નિરુકતાર્થ છે, પરંતુ આ ત્રણે ય વાતો જો સાધુ થવાની ભાવનાને પ્રગટ કરવા સમર્થ બને તો તેના પાલકને શ્રાવક કહેવો પરંતુ જો કોઈ મગશેલીઆને જિનવાણી સાંભળવા વગેરેથી સાધુ થવાની ભાવના જ ન જાગતી હોય તો તેને શ્રાવક ન જ કહી શકાય.
સાધુ થવાની ભાવનાવાળો જો શ્રાવક કહેવાય તો ઘર છોડવાની ભાવનાવાળો પણ શ્રાવક કહેવાય. કેમકે ઘર છોડયા વિના સાધુ થવાતું નથી. - ઘરમાં રહીને ધર્મ કરવો; અને મોક્ષ પામવો એવી વાતો કરનારાઓને શ્રાવક કહી શકાય ખરા?
ઘરને ખરાબ ન માને તેને શ્રાવક કહી શકાય ખરો? ઘર વગેરેની અનુકૂળતા પામવા સાથે ધર્મ ધ્યાન, તપજપ. દાનશીલ વગેરેનું આચરણ કરવાની ઈચ્છાવાળા સુખશીલ આત્માઓને સાચા ધર્માત્મા કહેવાય ખરા?
સાચી વાત જ એ છે કે સાધુ થવાની ભાવના વિનાના અને ઘરને ખરાબ નહિ માનનારા માણસોના દાનાદિ ધર્મોને ધર્મ જ કહી શકાય નહિ. એવા ધર્મો તો અર્થકામ આદિની વાસનાથી ખરડાઈને પરંપરયા દુર્ગતિમાં ધકેલી મૂકવાનું જ કામ કરે. ઘરને ખરાબ માનનારાનેઃ સાધુ થવાની તીવ્ર લાલસાવાળાને સંયોગવશાત્ ઘરમાં રહેવું પડે તો એ કેટલો ત્રસ્ત હોય એ જાણો છો? એની સ્થિતિ પાણી વિના તરફડિયા મારતી માછલી જેવી ભયંકર હોય.