________________
૧૧૬
નહિ એસો જનમ બાર-બાર
છેવટે શાસનને તમારા હૈયે તો રાખો જ
માનવજીવન મળ્યું. જૈનકુળ મળ્યું. સન્માર્ગ દર્શક નિગ્રંથગુરુઓ મળ્યા. પછી તો તુચ્છ ભોગસુખો ખાતર આવા મૂલ્યવાન જીવનને કદી બરબાદ કરી ન શકાય. કાયા પણ એ જિનશાસનને સમર્પિત, હૈયું (ચિત્ત) પણ એ જિનશાસનને સમર્પિત હોવાં જોઈએ. જો આટલું પણ હશે તો ય તમારું જીવન નાવડું સંસારસાગરથી પાર ઊતરી જશે.
નાવડી સાગરમાં હોય તો તરી જાય.
પણ સાગર નાવડીમાં પેસી જાય તો ડૂબી જાય. હૈયે વસાવો ભગવાન વીરને; નિર્ઝન્ય ઉપકારી ગુરુને; કૃપાસ્વરૂપ ધર્મને....
સહુને જણાવી દો કે તમારી સાથે રહું છું એટલું જ; બાકી મારા હૈયે તમારામાંનું કોઈ નથી; કોઈની મને મમતા નથી. મારા જ કોઈ મેં માન્યા હોય તો તે સુદેવાદિ છે. તમારામાંના કોઈ નહિ.
ન પડે કાયા ભોગની ધરતી ઉપર. ન પડે ચિત્ત એ ધરતી ઉપર.
પણ કર્મના માર્યા આત્મા માટે આ બધુંય શક્ય ન હોય તો ય ભલે કદાચ કાયા પડે એ ભોગના કાદવમાં; પણ ચિત્તનું તો પતન ન જ થવું જોઈએ. હજી કાયપાત ચાલી શકે પણ ચિત્તપાત તો ન જ ચલાવી લેવો જોઈએ. આનો અર્થ એ થયો કે ભલે કદાચ તમે ઘરમાં રહો; સ્ત્રીના સંગમાં રહો, સંપત્તિના સાન્નિધ્યમાં રહો; બાળ બચ્ચાના પરિવારમાં રહો, વેપાર અને વ્યવહારમાં ય રહો પરંતુ તમારા હૈયામાં તો એમાંનું કશું ય ન રહેવું જોઈએ. તમારા હૈયે કોઈને સ્થાન ન આપો. કંચન, કામિની, કાયા, કુટુંબ કે કીર્તિની મમતા હૈયે સ્થાન પામનારી વસ્તુ છે. એ મમતા તમારા હૈયે ન જ રાખો. ઘરના તમામ સ્વજનોને કહી દો કે, “તમે પણ મારી સાથે આ જ રીતે રહેજો. તમારા હૈયે દેવાદિને જ સ્થાપજો. મને કદાપિ નહિ” આવું રોજ કહે તે શ્રાવક.
સાધુ વિના વીરનું શાસન ચાલી શકે નહિ
એવું સમજનાર શ્રાવકોની ફરજ શું?
શાસ્ત્રમાં કહ્યું છે, “ન તિર્થં, વિણા નિયંઠેહિં.'' નિર્ચન્ધો વિના તીર્થ સંભવતું નથી. નિર્ગુન્હો વિના તીર્થ ટકી શકતું નથી. નિગ્રંથ એટલે સાધુ અને તેની સાધુતા.