________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૦૭
એ જ પાપ છે.... શક્ય હોય તો છોડી જ દો સંસારની સઘળી બલાને.
જેને આ વાત આત્મસાત્ થશે તે આત્મા બનશે તો નીતિથી જ કમાવાનું પણ જરૂર પૂરતું જ રાખશે. કદાચ અનીતિ કરવી પડશે તો તે વખતે પોક મૂકીને રડશે તો ખરો જ.
આથી એના જીવનમાં પાપોની પ્રશંસાના મહાપાપ તો કદી પણ પ્રવેશ પામી શકશે નહિ.
ઊલટું, નછૂટકે કરવા પડતાં પાપોની કારમી નિંદા એક વાર એને “અનીતિ' આદિથી છોડાવશે; છેવટે નીતિથી ધનાર્જન પણ મુકાવશે અને સાચો નિર્ઝન્ય બનાવશે.
ભગવાન! તેરે નામ પર
ખૂબ વિશિષ્ટ કક્ષાના કહી શકાય તેવાં પુણ્યકાર્યો કરવાની તાકાત સહુમાં હોતી નથી. ઘણો ખરો વર્ગ એમાંથી બકાત હોય છે. આનું એક દુઃખદ પરિણામ આવ્યું છે. વિશિષ્ટ શક્તિવાળા પુણ્યાત્માઓ જ દાનાદિ કરતા રહે છે; સાધુઓ જ તપ-ત્યાગ કરતા રહે છે; બાકીના બધાયને દાન-તપ-ત્યાગાદિ સાથે જાણે કશાય લેવાદેવા ન હોય તેવી તેમની મનોવૃત્તિ બની જાય છે.
આ સ્થિતિ દયાજનક છે. મોટાએ મોટું, તો નાનાએ નાનું પણ પુણ્યકર્મ કરવું જ જોઈએ. એ, “લેવાનો જ અધિકારી છે' એવી ભ્રમણાને દેશવટો દઈને દેવાનો અધિકાર વાપરવો જોઈએ.
મોટું પુણ્ય ન થાય તો નાનું પણ નહિ કરવું એ ક્યાંનો ન્યાય ? સેંકડો રૂપિયાનું દાન ન કરી શકાય પણ રોજ એક દસકો તો દાનમાં વાપરી શકાય છે ને? એની કેમ માંડવાળ કરી છે?
મહિનાના ઉપવાસ ન થઈ શકે પણ દરેક ટંકે એકાદ ચીજનો ત્યાગ તો થઈ શકે છે ને?
બધી રોટલી લુખી ન વાપરી શકાય તો ય એકાદી રોટલી તો લુખી વાપરવી જોઈએ ને?
પૈસો કમાવવાનો કેવો જોરદાર પ્રયત્ન હોય છે? બધા ય થોડા કરોડપતિ બની જતા હોય છે? તો ય બધા ય થોડું કમાવવાનો પણ પુરુષાર્થ કરે છે ને?