________________
૧
૧.
મૂળશુદ્ધિ ભાગ-૨ શું ગંગા આપતી નથી ? (૪૮)
ગજવામાંથી પોટલીને કાઢીને એ પ્રમાણે કહેવા લાગ્યો છે ! દેવ આ કૂટ ચરિત્રવાળો છે, અહીં સંધ્યા ટાણે પોટલી મુકીને (૪૯).
સવારે ગ્રહણ કરે છે અને મૂઢ માણસોને ઠગે છે, ઘણા પ્રકારે તેની નિંદા કરીને, ધુત્કારીને લોકો સ્વ સ્વ સ્થાને ગયા. (૫૦)
તે વરસચિ પણ ઘણો વૈષે ભરાણો અને વિચારે છે આના વડે હું કેવી રીતે ધિક્કારાયો તેથી કંઈ પણ કરું કે જેથી આના વેરનો બદલો વળે. (૫૧)
તેથી મંત્રીના નોકરચાકરને ખુશ કરીને પૂછે છે કે અત્યારે મંત્રીના ઘેર શું ચાલી રહ્યું છે, તેઓએ પણ કહ્યું કે હે ભટ્ટ ! અત્યારે મંત્રીના ઘેર શસ્ત્રો તૈયાર કરવાનો આયોગ-પ્રયોગ ચાલી રહ્યો છે, કે જેથી શ્રીયકના વિવાહના દિવસે રાજાને આપી શકાય.
(૫૩) તે છિદ્ર મેળવીને વરસચિએ છોકરાઓને મેવા મિઠાઈ આપી, અને ઘણા પ્રકારનાં ગીત શીખવાડ્યા. (૫૪).
આ રાજા જાણતો નથી કે જે શકટાલ કરશે, નંદરાજાને મરાવીને શ્રીયકને રાજ્ય ઉપર સ્થાપન કરશે. (૫૫)
તે ગીતને છોકરાઓ ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચૌટા ઉપર ગાય છે - બોલે છે, આ છોકરાના કથનને કોઈએ જઈને રાજાને કહ્યું. (૫૬)
તે સાંભળી રાજા વિચારે છે.. હા ! આ ખરેખર સત્ય છે, જેથી છોકરાઓ આવો શ્લોક બોલે છે. (૫૭)
બાળકો જે બોલે અને સ્ત્રીઓ જે બોલે, અને જે ઔત્પાતિકી = સાહજિક ભાષા હોય છે, તે અન્યથા નથી બનતી (૫૮).
ખાત્રી કરવા રાજા પોતાના પુરુષને મંત્રીના ઘેર મોકલે છે, તે પુરુષો પણ જેવું દેખું તેવું કહેતા મંત્રી ઉપર રાજા કોપાયમાન થયો. (૫૯)
જયારે રાજાના ચરણમાં શકપાલ પડે છે, તેટલામાં રાજા અચાનક મોં ફેરવી લે છે, મંત્રી પણ રાજાના ભાવને પારખી - કળી જાય છે. (૬૦)
ઊઠીને ઘેર ગયો અને શ્રીયકને બોલાવીને એમ કહે છે કે હે વત્સ ! અમારા સંબંધમાં=રાજા અને મારા સંબંધમાં જેનો પાર પામવો મુશ્કેલ છે, એવા કોઈ ચાડીખોરનો પ્રવેશ થયો છે. (૬૧)
જેનાથી કુલક્ષય થશે, તેથી જો મારી આજ્ઞા માને તો ચોક્કસ રક્ષા થાય, શ્રીયક પણ બોલ્યો આપ આદેશ કરો. (૬૨).
જો તું મારી આજ્ઞા માનવા તૈયાર જ છે તો જ્યારે હું રાજાના ચરણમાં પડું ત્યારે તલવારથી મારું માથું તારે તરત જ છેદી નાંખવું. (૬૩)
ત્યારે કાન બંધ કરી શ્રીયક કહે છે “પાપ શાંત થાઓ” કારણ ગુરુ અને પિતાશ્રી દેવની જેમ ગૌરવને યોગ્ય છે.તમે ગુરુ છો, પિતા છો, દેવની જેમ ગૌરવને યોગ્ય છો. (૬૪)
ત્યારે શકટાલ મંત્રી કહે છે-એમ નહી કરે તો કુલનો નાશ થશે, અને શત્રુવર્ગનું વિપ્રિય કરવું શક્ય નથી. (૬૫)