________________
૧૦ . સ્થૂલભદ્રકથા
મૂળશુદ્ધિ ભાગ-૨ તેથી બીજા દિવસે તેઓને રાજાની પાસે પર્દાની અંદર ઉભી રાખી, તેમાંથી પહેલી પુત્રી એકવાર સાંભળવાથી બધું જ ગ્રહણ કરી લે છે. (૩૨).
બીજી પુત્રી બે વાર, ત્રીજી ત્રણવાર, ચોથી ચાર વાર, પાંચમી પાંચવાર, છઠ્ઠી છ વાર અને છેલ્લી સાતવાર સાંભળીને બધું ગ્રહણ કરી લે છે. (૩૩)
જયારે વરરુચિ કાવ્ય પાઠ કરી રહ્યો ત્યારે તે મંત્રીએ યક્ષાને કહ્યું તું પણ આ કાવ્ય બોલ, તેણીએ એકવાર સાંભળેલું આખું કાવ્ય બોલી ગઈ, એમ બધી પુત્રીએ અનુક્રમે (૩૪)
તે કાવ્ય બોલતા રાજા રોષે ભરાયો, વરસચિને રાતે મહેલમાં પ્રવેશ માટે નિષેધ કર્યો. (૩૫)
વરરુચિ પણ માણસને મનોરંજન કરવા ઘણા પાણીમાં થોડા ઘણા માણસની અવર જવર થાય તેવી સંધ્યાટાણે યંત્રની અંદર ૧૦૮ દીનાર સ્થાપન કરી. (સવાર થતા) - ફેલાયે છતે ગંગાનદીની સ્તુતિ કરે છે. (૩૬).
જ્યારે વેગથી ચાંપ દબાવે તેટલામાં તેના હાથમાં પોટલી ઝટદઈને ઉછળીને આવે છે, તે દેખીને ઘણા લોકો આકર્ષિત થયા, અને એ પ્રમાણે બોલવા લાગ્યા. (૩૭)
રાજાવડે પરાભવ-તિરસ્કાર પામવા છતાં પણ આના ઉપર સંતુષ્ટ એવી શ્રી ગંગાદેવી ૧૦૮ દીનાર આપે છે. (૩૮).
અરર !! આવા મહાપાત્રનો રાજા વડે પરાભવ કરાયો તે યુક્ત કર્યું ન કહેવાય. તે સાંભળીને રાજા મંત્રીનું મુખ જુએ છે. (૩૯).
મંત્રીએ પણ કહ્યું આ સાચુ માનું જો તમે મને પ્રત્યક્ષ દેખાડી આપો તો, રાજાએ કહ્યું સંધ્યા આવ્યું છતે દેખાડીશું, (૪૦)
એ પ્રમાણે થાઓ” એમ કહીને મંત્રી પોતાના એક માણસને સંધ્યા ટાણે ત્યાં મોકલ્યો અને તેને શીખવડાવ્યું કે આ વરરુચી જે વસ્તુને ત્યાં મૂકે છે તેને તું કોઈ ન દેખે તેમ લઈને પાછો આવ. (૪૧)
પુરુષ પણ તે સ્થાને પ્રવેશ કરીને તેટલામાં સ્થિત રહ્યો જેટલામાં બ્રાહ્મણ પોટલી છુપાવીને પોતાને ઘેર ગયો. (૪૨)
ત્યાર પછી તે માણસ તે પોટલીને લઈને મંત્રીને આપી દે છે. મંત્રી પણ ગજવામાં તેને મૂકીને સવારના સમયે
(૪૩) રાજા પાસે જઈને કહે છે કે ચાલો દેવ ! આપણે જોઇએ કે તુષ્ટ થયેલી ગંગાદેવી તેને ૧૦૮ દીનાર કેવી રીતે આપે ? (૪૪)
તેથી ખુશ થયેલો રાજા સમસ્ત સામંત મંત્રી પરિવારથી પરિવેષ્ટિત તે સ્થાને પહોંચ્યો જ્યાં રહેલો તે વરરુચિ ગંગાની સ્તુતિ કરે છે. (૪૫)
સમસ્ત લોકોથી પરિવરેલા નંદરાજાને આવેલા દેખીને ગર્વ પામેલો વરરુચિ ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. (૪૬)
સ્તુતિ કરીને અંતે પગથી પોતાના તે યંત્રને દબાવે છે, અને હાથ પહોળા કરીને માંગે છે ત્યારે પોટલી ઉછળતી નથી. (૪૭)
જયારે દ્રવ્યને દેખતો નથી તેથી પરસેવાથી રેબઝેબ થઈ ગયો. તે દેખીને મંત્રીએ કહ્યું કે