________________
૩૩
ત્રણેય તેમની સામે ઊભા નહિ રહી શકીએ. (લાગે છે કે સામી છાતીએ મરતાં આ ત્રણમાંથી એકેયને નથી આવડતું !) માટે હવે અમને રજા આપ, અને ધીરજ ધરીને શેકો ત્યાગ કરે.”,
આટલું કહીને એ ત્રણેએ ધૃતરાષ્ટ્રની પ્રદક્ષિણા કરીને પોતાના રથને ગંગાની દિશામાં દોડાવ્યા. થોડીવાર પછી તેમણે એકબીજા સાથે સંતલસ કરી જુદા પડવાને નિશ્ચય કર્યો. કૃપાચાર્ય હસ્તિનાપુર ગયા; કૃતવર્મા પિતાના રાજ્યમાં, દ્વારકામાં – આનર્તમાં – ગયા, અને અશ્વત્થામા વ્યાસાશ્રમમાં ગયે, જ્યાં તેની શી ગતિ થઈ તે આગળ કહેવાઈ ગયું છે.
ત્રણેય જુદા પડતી વખતે એકમેકની સામે વારંવાર જોયા કરતા હતા, ત્રણેય મહાત્મા પાંડવોને અપરાધ કર્યાને કારણે ભયાર્ત હતા.
૨૪૮. ધૃતરાષ્ટ્ર-આલિંગન
* હવે યુધિષ્ઠિરને જ્યારે સમાચાર મળ્યા કે ધૃતરાષ્ટ્ર અનેક શોકાતુર સ્ત્રીપુરુષની સાથે હસ્તિનાપુરથી કુરુક્ષેત્ર તરફ આવવા માટે નીકળે છે, ત્યારે તેણે તેની સામે જવાને, તેને અધવચ્ચે જ મળવાને નિશ્ચય કર્યો. તેના ભાઈઓ, શ્રીકૃષ્ણ અને સાત્યકિ અને યુયુત્સુ તેની સાથે હતા. દ્રૌપદી પણ.
શેકાવિષ્ટ હજારે સ્ત્રીપુરુષો વડે વીંટળાયેલ ધૃતરાષ્ટ્ર નજરે પડ્યા કે તરત જ યુધિષ્ઠિર તથા તેના ચારેય ભાઈઓ તેની પાસે આવ્યા. અને પોતપોતાનાં નામો ઉચ્ચારી પોતપોતાની ઓળખ આપી.
ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને બથ ભરીને ભેટયો. તે પુત્રશોકથી પરિપીડિત હતું. પણ તેની બુદ્ધિ” (કે અબુદ્ધિ ?) બરાબર કામ કરી રહી હતી.' યુધિષ્ઠિરને ભેટતાં ભેટતાં જ તેને વિચાર આવ્યું. આવી જ રીતે ભીમ પણ મને ભેટવા આવશે. તે શા માટે હું તે પ્રસંગને લાભ લઈને ભીમને મારી ન નાખું ? શારીરિક દષ્ટિએ, આંધળો ધૃતરાષ્ટ્ર ભીમને કરતાં પણ ઘણે વધુ જોરાવર હતો, એ જાણીતું હતું. આમેય blind forces હંમેશાં વધુ જોરદાર જ હોય છે, discriminating forces કરતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com