Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 213
________________ ૩૦૮. આ કઈ જાતની વ્યવસ્થા! યુધિષ્ઠિરની એક વધુ કસેટી હજુ બાકી છે. સ્વ'માં પહેાંચતાંવેંત તેણે એક કૌતુક દીઠું, તદ્દન અણુધારેલુ, અનપેક્ષિત એ કૌતુક હતું. ત્યાં તેણે સ્વર્ગ –લક્ષ્મી વડે સેવાતા અને આદિત્યની પેઠે ઝગારા મારતા દુર્ગંધનને દેવાની વચ્ચે બેઠેલા દીઠા. તે ચોંકી ઊઠ્યો. આ સરજનહારના ન્યાય ! ” તેને થયું, આ અધર્મ-જ્ઞ, પાપાત્મા, વસુંધરાના મિત્રોને દ્રોહી - આ જો સ્વર્ગમાં હાય, તેા પછી નરકમાં કાણ હશે! નથી રહેવું મારે આ દુષ્ટની સાથે. મને મારા ભાઈએ પાસે લઈ જા ! ’ અહીં, ,, * tr (6 નારદજી હસતાં હસતાં તેને સમજાવવાની કાશિશ કરે છે, આ તા સ્વ છે, ભાઈ; પૃથ્વી ઉપરની વાતા અહીં ભૂલી જવાની. આમ જો, આ બધા રાજવીઓ–અને દેવે પણ!–એના (દુર્ગંધનના) સત્કાર કરી રહ્યા છે! હજાર અવગુણા હતા, પણ એક ગુણ તે હતા ને એનામાં ? મયે મહતિ . અમીતઃ — મહાભયાની વચ્ચે પણ એ નિર્ભયપણે વર્તતા હતા. યુદ્ધમાં સામી છાતીએ લડતાં એ મરાયા. ક્ષાત્રધર્મના લરૂપે આ સ્વ એને સાંપડયું છે. પૃથ્વીનાં વેરઝેરની વાતેાને વિસારે પાડીને તારે હવે એની સાથે રહેવાનું છે.” યુધિષ્ઠિરના મનમાં હવે એક નવા વિચારના હુગા ફૂટી જાય છે! દુષ્ટ દુર્યોધનને તેના ફક્ત એક જ કહેવાતા સદ્ગુણને પ્રતાપે આવું સ્વર્ગ સાંપડયું છે તેા પછી જેમનામાં દુર્ગંધનના જેટલી જ બલ્કે તેનાથીયે વધારે નિર્ભયતા હતી, અને જેમનામાં દુર્યોધનના દુર્ગુણા નહેાતા, તેમને કેવા લાકની પ્રાપ્તિ થઈ હશે ? — પેાતાના ભાઈ, કર્ણ, ધૃષ્ટદ્યુમ્ન, સાત્યકિ, શિખ`ડી, દ્રૌપદીના પુત્રા, અભિમન્યુ વગેરેને ? – નારદને તે વિનંતિ કરે છેઃ r¢ એ બધાની શી ગતિ થઈ છે તે મને બતાવેા. મારે મન તા તે જ સ્વર્ગ છે, જ્યાં તે લેા છેઃ આ સ્વર્ગ નથી.” tr ભલે, જેવી આપની ઇચ્છા.” દેવા બધા એકી અવાજે પુકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238