________________
પ્રથમ તે વ્યાસ કવિએ એતિહાસિક અથવા કાલ્પનિક વ્યક્તિઓના વ્યંજનકાળે તેમનામાં રૂપકગુણાનું પણ સાથે સાથે આવાહન કરેલું હોય એમાં શું કાંઈ અસંભવિતતા છે? બીજ, એક વાલ્મીકિના રામચંદ્રમાંથી કેટલા કવિજને કેટલા ભિન્ન ભિન્ન સ્વભાવવાળા રામ વર્ણવેલા છે! એ સ્વભાવવૈચિત્ર્યમાં શું એવા કેટલાક પરસ્પર વિઘટક ગુણે નથી કે સાથેલામાં એક જણમાં ન હોઈ શકે? ખરી વાત એ છે કે મહાકવિએ કરેલી એક કલ્પનાને કાળાંતર અન્ય કવિઓ દેશકાળની અનુકૂળતા પ્રમાણે અનેક રૂપ આપે છે તેથી જ મહાવિનું વીર્ય સફળ અને અમર થાય છે. એવા કવિઓનાં કાવ્યોને આત્મા આવી જ રીતે અનેક પુત્રોમાં અવતરે છે. એવા મહાકવિઓની કલ્પનાની વિભૂતિ તે આવી અનેક કલ્પનાઓના પ્રસવમાં જ છે.
गृहन्तु सर्वे यदि वा अथेच्छम् नास्ति क्षतिः कापि काश्विराणाम् । रत्नेषु लुप्तेषु बहुश्वमा अद्यापि रत्नाकर एव सिन्धुः ॥
મહાકવિનું રત્નાકરત્વ તેની પાસેથી રત્ન લેવાય અને તે રન્નેને અનેક નામરૂપ અપાય તેમાં જ છે. કાળમહાસાગરને તળિયે રત્ન શેધી વર્તમાન સૃષ્ટિમાં મૂકનાર વ્યાપારીઓ તે કવિઓ જ છે. એ રત્નોને નવા ગુણ આપનાર કવિજન પણ તેમ કરવામાં નિરંકુશ હેાય છે.
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુજરાત એસેન્સ માટે પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ ના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com