________________
૧૪૯
ચાલુ રાખવાની વિનંતિ કરી : “આજ આઠ દિવસથી મેં કશું ખાધું નથી, પણ તારો સ્પર્શ મારા માટે જીવનદાયી બન્યો છે, પણ આ જો; આટલું બોલતાં પણ મને થાક લાગવા માંડ્યો.”
વિદુર વગેરે સ્વજને અને ગાંધારી, કુન્તી વગેરે કુલનારીઓ-સૌ આ દશ્ય જોઈને રડવા લાગ્યાં; પણ ધૃતરાષ્ટ્ર તે વનમાં જવાને પોતાને આગ્રહ ચાલુ જ રાખે : અનુનાહિં માં રાજન તા–“હવે તપ કરવા માટે વનમાં જવાની મને અનુજ્ઞા આપ, રાજન !”
પહેલાં આપ જમી લે; પછી બીજી બધી વાત.” અશ્રુભીના વાયુમંડલ વચ્ચે “દીનમના” યુધિષ્ઠિરે પ્રત્યુત્તર આપ્યો.
“પહેલાં મને વનમાં જવાની રજા આપ, પછી હું જમું !”
આ હદયદ્રાવક રકઝક ચાલી રહી હતી, ત્યાં મહર્ષિ વ્યાસ આવી પહોંચ્યા.
૨૮૬. યુવાન પિતા અને વૃદ્ધ પુત્ર!
અહીં વૈશંપાયન વ્યાસને “મહાકવિ તરીકે ઓળખાવે છે. ધૃતરાષ્ટ્ર વ્યાસને પુત્ર પણ છે, અને મહાકવિ વ્યાસના મહાકાવ્યનું એક પાત્ર પણ છે, એ રીતે વ્યાસને ધૃતરાષ્ટ્ર પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે; પણ મમતા અથવા આસક્તિ એને જરા પણ નથી.
“ ધૃતરાષ્ટ્રને હવે, એ ઇચ્છે છે તે પ્રમાણે વનમાં જવા દે.” યુધિષ્ઠિરને એ કહે છે, “એ હવે વૃદ્ધ થયો છે. ( વ્યાસ પિતાના પુત્રને વૃદ્ધ કહે છે એ ખૂબ વિચારવા જેવું છે. પુત્રને વૃદ્ધ તરીકે ઓળખાવી શકે, એવા યુવાન પિતાઓની આજે પણ જગતમાં સાવ અછત નથી!) હવે આ દુઃખભરી સ્થિતિ એ ઝાઝો વખત બરદાસ્ત નહિ કરી શકે. વળી રાજાઓ-ક્ષત્રિયે–માટે બે જ પ્રકારનાં મૃત્યુએ પ્રશસ્ત ગણવામાં આવ્યા છેઃ કાં તે યુદ્ધમાં સામી છાતીએ લડતાં મરે, અથવા તે તપશ્ચર્યા કરતાં કરતાં વનમાં નિર્વાણ પામે. અને વળી ધૃતરાષ્ટ્ર શું નથી માર્યું ! ક લહાવો લેવાને હવે એને બાકી રહ્યો છે ! તારે પિતા પાંડુ જીવતે હતું, ત્યારે તે એને પિતા તુલ્ય ગણીને એની સાથે વર્તતે હતો. અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com