Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 199
________________ ૩૦૪. કાન્તિ અને સંક્રાતિ! યદુઓને પારસ્પરિક સંહારના સમાચાર સાંભળતાંવેંત ૧૪: વાસ્ટ: એવા ઉદ્દગારો યુધિષ્ઠિર તેમ જ અજુન બન્નેના મુખમાંથી સરી પડ્યા. 18: એ એક જ શબ્દમાં ઘણું આવી જાય છે. જગતમાં અજેય મનાતા લકે પણ આખરે તે કેઈ નહિ ને કેાઈને હાથે–અથવા છેવટે આપસઆપસમાં લડીને પણ નાશ પામે છે. એમની એ દુઃસ્થિતિના કારણે તપાસવા જઈએ તે તે મોટે ભાગે સ્પષ્ટ જ હોય છે. પણ વરસે, દાયકાઓ, સૈકાઓ સુધી તેમના પ્રભાવ વડે પ્રભાવિત થયેલ જનસમાજ એ બધાં જ કારણોને વાક્ય એ એક જ શબ્દમાં સમાવી લે છે. “વિનાશકાળે વિપરીત બુદ્ધિ” એ આ જ પ્રકારની એક ઉક્તિ છે. એમાં શાસ્ત્રને જ વિનાશકર્ણી વિપરીત બુદ્ધિના કારણરૂપ માનવામાં આવ્યો છે, જ્યારે હકીકત તે એ છે કે “વિપરીત બુદ્ધિ આવે છે તેને કારણે જ વિનાશકાળ” આવે છે. આમ છતાં એક સવાલ તે રહે જ છે કે એ વિપરીત બુદ્ધિ” આટલો વખત ન આવી ને આજે જ શા માટે આવી ? જોકે આને પણ જવાબ તે છે જ, અને તે સયુક્તિક જ છે, કે વિપરીત બુદ્ધિ તે પહેલેથી જ હતી, પણ તેની અસર દેખાતી નહતી, કારણ કે પહેલાંના સત્કૃત્યોને પ્રતાપ એની અસરને ઢાંકી દેતે હતે ! પણ પછી જેમ જેમ એ પ્રતાપની અસર ઓછી થતી ગઈ, અને “વિપરીત બુદ્ધિ” વધતી ગઈ, તેમ તેમ એની અસર, ક્ષીણું શરીર પર રોગની અસરની પેઠે, સ્પષ્ટપણે વરતાવા લાગી. ગમે તેમ પણ, કેઈ તોતિંગ ઈમારત જ્યારે એકાએક તૂટી પડે છે ત્યારે તેના પતન માટેનાં દીડ-અણદીઠ, જ્ઞાત-અજ્ઞાત બધાં જ કારણોને સમાવી દેવા માટે આ : શબ્દ ઘણે જ સગવડભર્યો થઈ પડે છે. અને અંધક, વૃષ્ણી, ભોજ આદિ વિવિધ શાખાઓમાં વહેંચાયેલા અને શ્રીકૃષ્ણ અને સાગરદુર્ગ વડે રક્ષાયેલા હોવાથી અજેય મનાવા માંડેલા યાદવકુલને “મૌસલ આહવને કારણે–civil strikeને કારણે નાશ થઈ ગયો છે એવા વાવડ મળતાંવેંત યુધિષ્ઠિરે અર્જુનને (ચારેય ભાઈઓમાંથી આવી વાત કરવા માટે તેણે અર્જુનને પસંદ કર્યો એ નોંધપાત્ર છે ) કહ્યું : . . . . . . . . . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238