________________
૧૧૧
બધું જોતાં મૂળ મહાભારતમાં હોય તેના કરતાં ક્ષેપક હેય એમ માનવાનું મન વધારે થાય એવું છે. - અહીં ઈન્દ્રપ્રસ્થમાં જ કૃષ્ણ હવે હાર જવાની પોતાની ઈચ્છા અર્જુન પાસે પ્રકટ કરે છે. અને હસ્તિનાપુર જઈ, યુધિષ્ઠિરને આઘાત ન લાગે એવી રીતે તેમની અનુજ્ઞા મેળવી લેવાનું સૂચન અર્જુનને કરે છે.
અને બધા હસ્તિનાપુર આવે છે..
અને તે પછી થોડાક દિવસો બાદ યુધિષ્ઠિરને અશ્વમેધની તૈયારી કરવાનું સૂચન કરીને કૃષ્ણ પોતાની બહેન સુભદ્રા સાથે દ્વારકા તરફ પ્રયાણ કરે છે. (આનનગરી તરીકે દ્વારકાને આ સ્થળે ઓળખાવેલ છે.)
હસ્તિનાપુરથી આનર્તનગરી-દ્વારકા તરફ જતાં વચ્ચે આવતી મરભૂમિમાં શ્રીકૃષ્ણને ઉત્તક નામના એક મુનિને ભેટ થઈ જાય છે. 1 ઉત્તક એટલે બધે એકાન્તપ્રિય, અંતર્મુખ અને એકાંગી લાગે છે કે પોતાની આસપાસના વિશ્વના ઘટનાપ્રવાહોથી તે સદંતર અપરિચિત છે. કૃષ્ણ વિષ્ટ કરવા માટે હસ્તિનાપુર ગયા ત્યાં સુધીની જ તેની પાસે છેલ્લી માહિતી છે. - “સંધિકાર્યમાં આપને યશ તે મ ને, માધવ ?” કૃષ્ણને કુશળ પૂળ્યા પછી પિતાની જિજ્ઞાસા તે રજૂ કરે છે, “ભરતકુલની બે શાખાઓ વચ્ચે સંધિ કરાવવાની તમારી નેમ પાર તો પડી ને ? આ બધું શી રીતે થયું, એ વીગતવાર જાણવાની મારી ઈચ્છા છે!”
અમેરિકન અંગ્રેજી સાહિત્યમાં એક રિપ વાન વિન્કલની વાત આવે છે, જે વીસ વરસ સુધી ઊંઘી ગયો હતો, અને અમેરિકા અંગ્રેજોના શાસનથી સ્વતંત્ર થયું હતું છતાં હજુ બ્રિટિશ રાજવીઓનું જ શાસન અમેરિકા પર પ્રવર્તે છે એમ માનતો હતો ! આ ઉત્તક પણ એવો જ કેાઈ “ રિપ વાન વિકલ” છે. ઈતિહાસની મહા જાહ્નવીને એક પ્રચંડ પ્રવાહ પોતાની સન્મુખ થઈને વહી ગયું છે, પણ એનાથી તે સર્વથા અલિપ્ત છે, અસ્પષ્ટ છે. - કૃષ્ણ આ ઉત્તકને જ્યારે ખરી હકીકતથી વાકેફ કરે છે ત્યારે આશ્ચર્યચકિત કે ખિન્ન થવાને બદલે તે ગુસ્સે થઈ જાય છે—ખુદ શ્રીકૃષ્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com