________________
૧૪૫
૨૮૫. પંદર વરસે પછી
ધૃતરાષ્ટ્રના પુત્રો તેમ જ દેશવિદેશમાંથી તેમની સહાયતા અર્થે આવેલ રાજવીઓને પરાજિત કરીને હસ્તિનાપુરનું સિંહાસન પાંડવોએ કબજે કર્યું ત્યારે ધૃતરાષ્ટ્રની સૌથી મોટી ચિન્તા તેના પિતાના સ્વમાન અને સુખસગવડ અંગે હતીઃ “એક વખતને હું રાજા, અથવા રાજાને પિતા, તે હવે પાંડવોને આશ્રિત શી રીતે બની શકીશ!” પરાજિત દુશ્મનોની સાથેના અત્યંત વૈરભર્યા, ક્રૂર અને નિષ્ફર વર્તાવથી ઇતિહાસ આખો ખીચોખીચ ભરેલો છે. વિજેતાઓએ પરાજિતને અપમાનિત કરવામાં તેમ જ તેમના ઉપર યાતનાઓ વરસાવવામાં કશી પણ મણું રાખી નથી. આમાં અપવાદ નહિવત છે.
પણુ યુધિષ્ઠિરનું ધૃતરાષ્ટ્ર પ્રત્યેનું વર્તન એ બધા અપવાદમાં પણ અપવાદ જેવું છે. યુધિષ્ઠિરનું લોકાત્તર સૌજન્ય અભિષિક્ત થયા પછીના ધૃતરાષ્ટ્ર સાથેના તેના વર્તનમાં ભારોભાર વરતાઈ આવે છે. આ પ્રસંગના વ્યાસજીના આલેખનમાંથી ફક્ત એક જ શ્લોક ટાંકીએ?
प्राप्य राज्यं महात्मानः पांडवा हतशत्रवः ।
धृतराष्ट्र पुरस्कृत्य पृथिवीं पर्यपालयन् ॥ “જેમના સવે શત્રુઓ હવે સંહારાઈ ગયા છે એવા મહાત્મા પાંડવોએ રાજ્ય પ્રાપ્ત કર્યા પછી ધૃતરાષ્ટ્રને આગળ કરીને, પ્રથમ સ્થાન આપીને, પૃથ્વીનું પાલન કરવા માંડયું.”
અગત્યના શબ્દો છે, ધૃતરાષ્ટ્ર પુછુય – ધૃતરાષ્ટ્રને આગળ કરીને !
ધૃતરાષ્ટ્રનું અપમાન કરવું તે એક બાજુએ રહ્યું, પણ જાહેર કે ખાનગી જીવનને લગતા કોઈ પણ કાર્યમાં પિતાને હવે કોઈ પૂછતું નથી, પિતાની અવગણના કરવામાં આવે છે, એવું પણ વડીલને ન લાગવું જોઈએ! ઉતરાષ્ટ્ર પુરસ્કૃશ્ય એ કોઈ ઔપચારિક શબ્દ નથી, નક્કર સત્ય છે, તે બતાવવા માટે એક આખો અધ્યાય વ્યાસજીએ લખ્યો છે.
વિદુર, સંજય અને યુયુત્સ-એ ત્રણને યુધિષ્ઠિરે ખાસ ધૃતરાષ્ટ્રની પરિચર્યા અર્થે જ્યા. એટલું યાદ રાખવું જોઈએ કે દુર્યોધનના શાસન
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com