________________
કિર
પિતામહ, કે શારીરિક દુઃખ એ કેટલીકવાર માનસ દુઃખ કરતાં પણ વધારે દુઃસહ્ય હોય છે. એક નાનું સરખો કાંટે, પણ શરીરમાં અપાર પીડા ઊભી કરે છે. તે પછી આટલાં બધાં બાણનું તો પૂછવું જ શું ? - “અને છતાં, આટઆટલી શારીરિક પીડાઓ વચ્ચે પણ, તમે મનનું સંતુલન જાળવી રહ્યા છે એ પણ એક ચમત્કારિક સિદ્ધિ છે. આ પૃથ્વી ઉપર એક બહુશ્રુત અને વિદ્વાન પુરુષ તરીકે તમારી ખ્યાતિ છે. આ લોકમાં તમારી બરાબરીને કેાઈ મનુષ્ય નથી મારા જેવામાં આવ્યો, નથી સાંભળવામાં આવ્યો. સ્વજનોના પારસ્પરિક સંહારને પરિણામે સંતપ્ત બનેલ આ યુધિષ્ઠિરના શોકનું શમન થાય એવું કંઈક તમે એમને કહે એવી મારી વિનતિ છે.” : “તમે મને નાહકની મેટપ આપે છે, વાસુદેવ ” અત્યંત નમ્રતાપૂર્વક શ્રીકૃષ્ણને ભીષ્મ પ્રત્યુત્તર આપે છે, “જગતમાં જે કંઈ જાણવા જેવું છે તે બધું જ તમે જાણે છે. અને વળી મારી સ્થિતિ તો અત્યારે અત્યંત વિષમ છે. મારું મન આ બાણેની પીડાને કારણે વ્યગ્ર છે. અત્યારે કંઈ જ બોલવા જેટલી સ્વસ્થતા મારામાં નથી. મારા પ્રાણ પરલોકે જવાની તૈયારી કરી રહ્યા છે. મને ક્ષમા કરે દેવ, અને આ ધર્મરાજને જે કહેવા જેવું લાગે, તે બધું તમે જ કહો. વળી તમારા સાંનિધ્યમાં મારે એને ઉપદેશ આપવા બેસવું, એ તે ગુરુની હાજરીમાં શિષ્ય ચાપલૂસી કરે એના જેવું ગણાય.”
પણ કૃષ્ણ કંઈ એમ માની જાય ખરા! શારીરિક વ્યથા અંગેની ભીષ્મની ફરિયાદને તે એ એક જ વાક્યમાં ઉડાવી દે છેઃ .
गृहाणात्र वरं भीष्म मत्प्रसादकृतं प्रभो। न ते ग्लानिन ते मूर्छा न दाहो न च ते रुजा ।
प्रभविष्यन्ति गांगेय क्षुत्पिपासे न चाप्युत ।। “તમારી ચેતના યથાપૂર્વ જ્વલંત જ છે, પિતામહ; રજોગુણ અને તમે ગુણથી મુક્ત એવું તમારું મન સદેવ સત્વસ્થ જ છે–વાદળમુક્ત પૂર્ણ ચંદ્ર જેવું.
“તમે જે જે વિષય પર તમારું મન કેન્દ્રિત કરવા ઈચ્છશો, તે તમારી સન્મુખ એના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રકાશિત થશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com