________________
૨૦]
जैन साहित्य संशोधक
[ खंड ३
श्वेताबर संप्रदायना ८४ गच्छ
વેતાંબર સંપ્રદાયના ત્યાગી વર્ગના જૂના ૮૪ ગચ્છ કહેવાય છે. આજે તો એ ગચ્છોમાંના ઘણા ખરા ગચ્છ લુપ્ત થઈ ગયા છે અને તપાગચ્છ, ખરતરગચ્છ, પાયચંદ ગ૭, અંચલગચ્છ, હુંકાગચ્છ, કમલાગચ્છા એવા ૫-૬ આધુનિક ગોનાં નામ જ જેવા સાંભળવામાં આવે છે. પણ બસે ત્રણ વર્ષ પહેલાં એ જૂના ગચ્છમાંના ઘણા ખરા હયાત હતા, અને દરેક ગ૭ના યતિઓ અને શ્રાવકે વિદ્યમાન હતા. નવા ગોમાં તપાગચ્છ અને ખરતરગચ્છ એ બે ગો ઘણા મોટા અને પ્રભાવશાલી હતા. એ ગચ્છની પાછી અવાંતર શાખાઓ પણ હતી જેમાં તપાગચ્છની ૧૮ અને ખરતરગચ્છની ૧૧ તે પ્રસિદ્ધ કહેવાતી. આ બંને ગચ્છના યતિઓની સંખ્યા હજારોથી અને શ્રાવકોની સંખ્યા લાખોથી ગણાતી. અકબર બાદશાહના વખતમાં તપાગચ્છના પ્રતાપી આચાર્ય જગદ્દગુરુ શ્રીહીરવિજયસૂરિની-એકલાની જ આજ્ઞામાં પ્રવતનારા પ્રાય: બે હજાર યતિઓ હતા, અને તપાગચ્છના જ બીજા બીજા આચાર્યોના શિષ્યો વળી તેટલાજ જુદા હશે. એ જ વખતના ખતર ગચ્છના આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિના આજ્ઞાનુયાયી યતિઓની સંખ્યા પણ તેટલી જ મોટી હતી. ક્રમે ક્રમે આ ગચ્છના યતિવર્ગની સંખ્યા ઘટતી ગઈ અને આજે તો માત્ર નામની જ સંખ્યા બાકી રહી છે. જ્યારે આવા મહાન ગની આ સ્થિતિ થઈ છે ત્યારે બીજા નાના ગચ્છની તો હયાતી પણ કયાંથી હોય. હવે તે એ બધા ગો અિતિહાસિક સ્મરણની વસ્તુ રહી ગઈ છે અને તેથી એમનાં નામો મેળવવા અને પ્રસિદ્ધ કરવાં એ સંશોધનનું કાર્ય થઈ ગયું છે. આ નીચે ૮૪ ગચ્છોનાં નામની બે યાદીઓ આપવામાં આવે છે. આ યાદીઓ બે જુદાં પાનામાંથી ઉતારી લીધી છે. બંને પાનાં લગભગ ૧૫૦ વર્ષ જેટલાં જૂનાં છે. એક પાનું સં. ૧૮૩૧ માં લખેલું, પૂનાના ગ્રંથ સંગ્રહમાં છે. બીજું પાનું સં. ૧૮૩૯ માં લખેલું હોય તેમ લાગે છે. કારણ કે એ પાનાની બીજી બાજુએ, ૧૮૩૯ ના માગસર વદી ૧૧ ના દિવસે કેઈએ સિદ્ધાચળજીની યાત્રા કરતી વખતે એ ગિરિરાજ ઉપર કેટલાં દહેરાં અને તેમાં કેટલી જિનપ્રતિમાઓ વિરાજમાન છે તેની નેંધ કરેલી છે. (આ નેધ અધુરી છે પણ ઉપગી છે તેથી એ પણ આગળ ઉપર જૂદી આપવામાં આવશે.) આ બને યાદીઓમાંનાં નામેામાં કાંઈક ફેરફાર અને શુદ્ધાશુદ્ધી જણાય છે તેથી બંને સરખી લાઈનમાં અહીં આપી છે.
બીજા બીજા પાનાઓમાં આ યાદી કાંઈક બીજી રીતે લખેલી પણ મળી આવે છે તેથી તે પણ યથાવાશે સંગ્રહની ખાતર આગળના અંકમાં પ્રકટ કરવામાં આવશે.
Aho ! Shrutgyanam