________________
* ૨ ]
रायचंदभाइना केलांक स्मरण .
[૧૨
આ વર્ણન સયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઇ શક્તા. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે એમ હરાઈ માણસ અનુભવી શકે છે. રાગેાને કહાડવાના પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કિઠન છે. એ રાગ-રહિત દશા કવિને સ્વભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી,
માક્ષનું પ્રથમ પગથીયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખુંચેલું છે ત્યાં સુધી માક્ષની વાત કેમ ગમે? અથવા ગમે તે તે કેવળ કાનને જ– એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજ્યા વિના કાઇ સંગીતના કેવળ સુર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મેાક્ષને અનુસરનારૂં વર્તન આવતાં તે ઘણા કાળ વહી જાય, આંતર વૈરાગ્ય વિના મેક્ષની લગની ન થાય, એવી વૈરાગ્યલગની કવિની હતી.
प्रकरण ४.
વ્યાપારી જીવન
• વિણક તેનું નામ, જેહુ હું નવ મેલે, વણિક તેનુ નામ, તાલ એવુ નવ તાલે, વણિક તેહનુ નામ, માપે એલ્યુ તે પાળે, વણિક તેહુનુ નામ, વ્યાજ સહિત ધન વાળે. વિવેક તાલ એ વણિકનું, સુલતાન તાલ એ શાવ છે; વેપાર ચુકે જો વાણી, દુઃખ દાવાનળ થાય છે. ’
શામળભટ્ટ.
સામાન્ય માન્યતા એવી હાય છે કે વ્યવહાર કે વેપાર અને પરમાર્થ અથવા ધર્મ એ એ નાખીને વિધી વસ્તુ છે. વેપારમાં ધર્મ દાખલ કરવા એ ગાંડપણ છે. એમ કરવા જતાં બન્ને બગડે. આ માન્યતા જો ખાટી ન હોય તે આપણે કપાળે કેવળ નિરાશા જ લખેલી હેાય. એવી એક પણ વસ્તુ નથી, એવા એક પણ વ્યવહાર નથી કે જેમાંથી આપણે ધર્મોને દૂર રાખી શકીયે.
ધાર્મિક મનુષ્યનો ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવા જ જોઈએ એમ રાયચંદ ભાઈએ પાતાના જીવનમાં અતાવી આપ્યું હતું. ધર્મ કઇ એકાદશીને દહાડે જ, પો. સણમાં જ, દિને દહાડે કે રવીવારે જ પાળવાના, અથવા તા મદિરામાં, દેરાંઓમાં દેવળામાં ને મસ્જીદોમાં જ પાળવાના, પણ દુકાનમાં કે દરબારમાં નહિં, એવા કોઇ નિયમ નથી; એટલુ જ નહિં પણુ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા ખરાબર છે, એમ રાયચંદભાઈ કહેતા, માનતા, ને પેાતાના આચારમાં મતાવી આપતા.
Aho ! Shrutgyanam