________________
ગં
? ]
वडोदरा नरेशनो जैन साहित्य-प्रेम
[ ૮૩
૬ કુમારપાલ પ્રબંધ, જિનમંડનેપાધ્યાયકૃત ૭ ગબંદુ, હરિભદ્રસૂરિકૃત ૮ અનેકાંત વાદપ્રવેશ ૯ વ્યાશ્રયમહાકાવ્ય, હેમચંદ્રાચાર્ય કૃત ૧૦ વિક્રમચરિત્ર, ૧૧ સુકૃતસંકીર્તન, અરિસિંહકૃત ૧૨ કુમારપાલચરિત્ર, જયસિંહસૂરિકૃત ૧૩ ચતુર્વિશતિપ્રબંધ રાજશેખરસૂરિકૃત ૧૪ જાડ્યાપતા (મરાઠી) અમરચંદ્રસૂરિકૃત
૧૫ નીતિવાયામૃત , સેમદેવસૂરિકૃત એ સમય પછી જ્યારે સેંટ્રલ લાઈબ્રેરીના અંગે સંસ્કૃત ડીપાર્ટમેંટ ખેલવામાં આવ્યું અને તેના લાઈબ્રેરીયન તરીકે જેને સાક્ષર સદ્દગત શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલલ એમ. એ. ની ચેજના કરવામાં આવી ત્યારે શ્રીમાને ફરી એકવાર પાટણના જૈન ભંડારે ને વધારે બારીકીથી જોવા માટે ભાઈશ્રી દલાલને આજ્ઞા કરી. શ્રીયુત દલાલને પિતાના નિરીક્ષણમાં જણાયું કે એ ભંડારોમાં તે એટલી બધી અમૂલ્ય સંપત્તિ ભરી પડેલી છે કે તેને જે મૂળ રૂપમાં જ પ્રકટ કરવામાં આવે તે તેનાથી ભારતના પ્રાચીન જ્ઞાનભંડારનો જગને વિશેષ ખ્યાલ આવે તેમ છે. તેથી તેમણે એક વિસ્તૃત વિજ્ઞપ્તિદ્વારા શ્રીમાનને એ બધી હકીકત નિવેદન કરી. તેના પરિણામે મહારાજાએ એક આખી જૂદી પૌત્ય ગ્રંથમાળા (ઓરિએન્ટલ સીરીઝ)જ ચાલુ કરવાની સ્વતંત્ર આજ્ઞા કરી. ભાઈશ્રી દલાલ જ એ ગ્રંથમાળાના પ્રથમ ઉત્પાદક અને સંપાદક બન્યા. તેમણે પાટણના ભંડામાંથી, પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાના અનેકાનેક ઉપયોગી અને અલભ્ય-દુર્લભ્ય ગ્રંથે ચુંટી કાઢયો. પાટણના જેન ભંડારાના વિશેષ ગષક અને ઉદ્ધારેચ્છક મુનિવર પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ અને તેમના સાહિત્યોપાસક શિષ્યવર શ્રી ચતુરવિજયજી મહારાજે ભાઈ શ્રીદલાલના કાર્યમાં ભંડાર જેવા કરવાની ઘણી અનુકૂળતા કરી આપી એટલું જ નહિં પણ જે ગ્રંથે ભાઈ દલાલે છપાવવા માટે નક્કી કર્યો તેમના સંશોધન કાર્યમાં પણ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ એવી અનેક પ્રકારની નિષ્કામ સહકારિતા કરી બતાવી. એ ગ્રંથમાળાને પ્રારંભ થયો ત્યારે આ પંક્તિઓને લેખક પણ કેટલાક સમયસુધી વડોદરામાં સ્થિત હતા. શ્રી ચિમનલાલે એક સાથે અનેક ગ્રંથોનું સંપાદન, સંશોધન અને મુદ્રણકાર્ય ચાલુ કર્યું હતું. તેમાંથી એક મોટા ગ્રંથનું-મામાવાય વિરચિત પ્રાકૃત કુમારપાર તન-સંશોધન કાર્ય અમને, તથા મંત્રી :પર વિરચિત મોરાઝારાગા નામના નાટક ગ્રંથનું કાર્ય મુનિવરશ્રી ચતુરવિજ્યજીને પણ વળગાડયું હતું. કમનસીબે ભાઈશ્રી દલાલનું અકાળે અવસાન થયું અને તેથી તેમના અથાગ પરિશ્રમ અને ઊંડા અભ્યાસનું જે સુંદર ફળ
Aho! Shrutgyanam