________________
gવાર નિ મહોપાધ્યાય રતનચંદ્ર ગણિનું રચેલું આ સંસ્કૃતચરિત્ર બહજ રસિક
“ જાન છે. સંસ્કૃત પદ્યબદ્ધ છે. આની રચનાલી ઘણું ઊંચા પ્રકારની હોઈ વાંચનારને એક સારા કાવ્યને આનંદ આપે તેમ છે. કથાની અદભુતતા તે નિરાળી જ છે. વ્યાખ્યાનમાં વાંચવા લાયક હોઈ શ્રોતાઓને ખૂબ આનંદ આપે તેમ છે. શેક જ નકલે શિલિકમાં છે. મૂ. ૨-૦-૦
શ્રી હારિમાનાર્થી સમાનિયા હિન્દુસ્થાનમાં સૌથી પહેલી રે
પ્રાચ્યવિદ્યાવિશારદ વિદ્વાનોની “ઓરિએન્ટલ કોન્ફરન્સ ” પૂના મુકામે ભરાણી તેમાં વાંચવા માટે આ સંસ્કૃત નિબંધ લખવામાં આવ્યું હતું. આ નિબંધમાં હરિભદ્રસૂરિના સમયને યથાર્થ નિર્ણય કરવામાં આવ્યું છે કે જે નિર્ણયને, જર્મનીના પ્રખ્યાત વિદ્વાન ડૉ. હર્મન યાકેબીએ પણ મુક્તકંઠે સ્વીકાર કર્યો છે અને પિતાના લાંબા સમય સુધી દઢ કરી રાખેલા અને ચર્ચલા નિર્ણયને એકદમ ભૂલભરેલે જાહેર કર્યો છે. આ કરતાં વધુ સફળતા આવા લેખ માટે બીજી શી હેઈ શકે.
સંસ્કૃતના અભ્યાસી સાધુઓ અને શ્રાવકને આ નિબંધ ખાસ વાંચવા જે છે. જે મુનિએ ગ્રંથ સંપાદન અને પુસ્તક પ્રકાશનને કાર્યમાં રસ લેતા હોય તેમના માટે તે આ નિબંધ એક અભ્યસનીય પુસ્તક જેવું છે. સંસ્કૃતમાં ની પ્રસ્તાવના કેમ લખવી તેમ જ ઐતિહાસિક વિગતેની ચર્ચા કેમ કરવી, સાધકબાધક પ્રમાણે કેમ તારવી કાઢવા અને તેમને પૌપર્ય કેમ તપાસઃ એ વિગેરે બાબતોનું જ્ઞાન આ નિબંધના વાચન-મનનથી ઘણી સારી પેઠે થઈ શકે તેમ છે. મૂલ્ય ૦-૪-૦
પ્રાકૃત ભાષા શિખનારાઓ માટે પ્રારંભમાં આ
પુસ્તક ઘણું ઉપયોગી છે. માત્ર આઠ જ દિવસમાં પ્રાકૃત ભાષાને સરલ પરિચય આ નાનકડા પુસ્તકના પાઠથી થઈ શકે તેમ છે. પ્રાકૃત ભાષાના એક પ્રસિદ્ધ ઈગ્રેજ ઑલરના લખેલા કિંમતી પુસ્તકનું આ સરલ ભાષાંતર છે. મૂળ પુસ્તકની કિંમત ૩ રૂપીઆ જેટલી છે અને તે આજે ક્યાંયે મળતું નથી કિંમત ૧-૪-૦
Aho! Shrutgyanam