________________
૨૨૨ ]
जैन साहित्य संशोधक
[ સંત રૈ
કાણુ છે? માગ ત્યાગ કર્યો નથી. હું માર્ગમાં ભૂલી પડી છું. કલહંસ આગળ કહે છે કે એ નળ ગુજરી ગયા એવી વાત સંભળાય છે, માટે આ દેવી ચિતા ઉપર ચડે છે. નળ દમયન્તીને સમજાવે છે કે તેને એકલી છેાડી જનાર માટે અગ્નિપ્રવેશ યોગ્ય નથી.' કલહંસ કહે છે કે દમયન્તી પ્રિયની પ્રાપ્તિ માટે કે ધર્મ માટે આ પ્રયત્ન કરતી નથી પણ પ્રિયને અપ્રિય ન થાય માટે આમ કરે છે. નળ વિચારે છે કે મેં તે તેને વનમાં એકલી ભયંકર પ્રાણીએ આગળ મૂકી પણ તે તે મારા માટે પ્રાણ તજે છે. દમયન્તી હવે અગ્નિ પ્રગટાવવા કહે છે, કપિંજલા પણ અગ્નિ પ્રવેશ કરવા સજ્જ થાય છે. આ સર્વ સંહાર થવા બેઠેલા જોઈ નળ પૂછે છે કે ગમે ત્યાંથી જો પતિ પાસે આવે તે આ સાહસ બંધ કરા કે નહિ ? દમયન્તી કહે છે અરે પ્રવાસી શા માટે મારી મશ્કરી કરે છે ? વળી ખરમુખ કલહંસ વચ્ચે અગ્નિપ્રવેશની સ્પર્ધા ચાલે છે; નળ, ભુજંગે કહ્યા પ્રમાણે, પટ એઢીને પિતાનું સ્મરણ કરે છે ત્યાં ખરેખર નળ જ બની જાય છે. હજી દમયન્તીએ તેને જોયા નથી. નેપથ્યમાં દમયન્તીની માતાનું કલ્પાન્ત સંભળાય છે. દમયન્તી હવે ઉતાવળી થાય છે. નળ એકદમ જઇને તેના હાથ ઝાલી લે છે. અને પાતે જ પત્યાભાસી નિર્લજ્જ વિશ્વાસઘાતી નળ છે એમ કહે છે. નળને પશ્ચાત્તાપ બહુ જ સરલ વાણીમાં એક પછી એક સરલ ક્ષેાકેામાં વહેવા માંડે છે. તેમનાં માણસે તેમને એમ કહેતાં ખાળે છે. છેવટે નળ પૂછે છે કે આવા અમંગળ ખબર કેાણે આપ્યા. કલહંસ કહે છે કે એ ખબર આપનાર કાઈ લૂલા પરદેશી હતા. નળ તેને નજીક લાવી મગાવે છે. તે આવતાં તેને એળખે છે કે એ જ માણસે દમયન્તીને પણ ત્યાગ કરાવ્યા હતા. તાપસ અરણ્યમાં મળ્યાને ઇનકાર કરે છે. નળ તેને ગુસ્સામાં આવી જઇ માર મરાવે છે. છેવટે તે માની જાય છે કે તે પોતે જ લંબાદર છે. તેણે જ વિદર્ભમાંથી દેશવટા મળ્યા પછી ારઘેણુને કૂબર પાસે મેકલેલા અને ધારઘાના કપટથી જ નળ હાર્યો. ધારઘાણના કહેવાથી જ તેણે અરણ્યમાં દમયન્તીના ત્યાગ કરાવેલા અને તેણે જ નળના મરણની વાત કરેલી. નળ એને ધારઘાણતી સાથે દેહાન્ત દંડ કરે છે. દમયન્તીનું વૃત્તાંત પૂછતાં જણાય છે કે નાટકમાં બતાવ્યા પ્રમાણે વણજના વેપારી સાથે અલકપુરે તે ઋતુપર્ણ પાસે ગઈ હતી અને ત્યાંથી અહીં આવી હતી. અહીં આવ્યા પછી સાંભળ્યું કે દધિપણુંને ત્યાં સૂર્યપાક કરનારા રસાયા છે. તે ઉપરથી તે જ નળ છે કે કેમ તેની પરીક્ષા કરવા મરિકા કલહંસ ખરમુખ વગેરે પરિજને પાસે નાટક કરાવ્યું. દમયન્તીને અહીં આવેલી સાંભળીને તેએ અહીં આવ્યાં હતાં. પછી સ્વયંવરનું બહાનું કાઢી નળને અહીં ખેલાવ્યા. નળ પણ પેાતાનું વૃત્તાન્ત પછી કહે છે. દમયન્તીને છેડીને જતાં રસ્તામાં
,,
"6
બચાવેા, બચાવા ” એમ એક માં બળતા સર્પને ખેલતેા સાંભળ્યેા. તેને બહાર કાઢતાં નળને વંશીને તેણે આવું રૂપ કરી નાંખ્યું અને દેવતારૂપ લઇ કહ્યું કે “હું તારા પિતા છું અને તારા પર કૃપા કરવા આવ્યા છું. બાર વરસે તને પ્રિયાદર્શન થશે. ” પછી નળ પિણને ત્યાં રસાયા તરીકે રહ્યો. ત્યાં દમયન્તીના પિતા આવી પહોંચે છે. વૃદ્ધ થયા છું માટે મારૂં રાજ્ય તું લે એમ કહે છે. નળ પેાતાનું જ રાજ્ય પાછું મેળવવાની ઇચ્છા બતાવે છે. દમયન્તીની માતા પુત્રીને ફરી નળને સાંપે છે. અને નળ કહે છે કે પતિવ્રતાવ્રતથી તે દમયન્તીને વેચાણ છે. નાટક આ રીતે મંગલ અંતથી પૂરું થાય છે.
વિશેષ ચર્ચા વિના જોઈ શકાશે કે નાટક ઉપર સંસ્કૃત નાટકાની પુષ્કળ અસર છે. શ્લોકાના પ્રવાહ અને શૈલી ઉત્તરરામચરિત્રની સચોટ છાપ બતાવે છે. પણ ભવભૂતિ કરતાં આમાં પાત્રા ઘણાં વધારે છે. નાટકમાંથી દૈવી ચમત્કારેા છેડી દીધા છે અને તે યોગ્ય કર્યું છે. નળના પિતા સર્પ થયે એ આપણી માન્યતાને અનુકુળ કલ્પના છે પશુ સર્પયાનિ વગતિ બતાવે છે અને સર્પના દવદહનને
Aho! Shrutgyanam