________________
૨૨૨ ]
जैन साहित्य संशोधक
[खंड ३
(૨) સામાયિક અધ્યયનને શ્રી ગણધરકૃત બતાવવા માટે બીજું પ્રમાણ ઉપર સૂચવેલ ગુજરાતી અનુવાદના ટીપણુમાં મૂકવામાં આવ્યું છે તે એ છે કે જેમાં ભગવાનના સામાયિકપરના ભાષણને પ્રયોજન બતાવ્યા બાદ ગણધરેએ સામાયિક સાંભળ્યાના પ્રજનનું વર્ણન છે. તે આ પ્રમાણે છે :
गोयममाई सामाइयं तु किं कारणं निसामेति । नाणस्स तं तु सुन्दर-मङ्गुलभावाण उवलद्धी ॥
विशेषावश्यकसूत्र, गाथा २१२५ ॥ સામેના પક્ષકાર આ ગાથાઓ ઉપરથી એમ કહેતા લાગે છે કે સામાયિક ઉપદેર્યું તે ભગવાને પણ રચ્યું ગણધરેએ; પરન્તુ કોઈપણ વિચારક આ ગાથાઓ કાઢી તેને અર્થ વાંચી આગળ પાછળનું પ્રકરણ વિચારી જોશે તે તેને જણાશે કે એવો અર્થ કરવામાં કેટલી ભૂલ થાય છે ! અહીં તે એટલું જ ઉદિષ્ટ છે કે સામાયિક આચારનું પ્રથમ નિરૂપણ ભગવાને શા માટે કર્યું અને તે આચારનું શ્રવણુ ગણધરેએ પ્રથમ શા માટે કર્યું? અર્થાત સામાયિક રૂપ જૈનધર્મના આત્માનું પ્રથમ પ્રથમ ગણધરેએ જે શ્રવણ કર્યું તેનું પ્રયોજન પરંપરાએ મેક્ષ છે એવું આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે, તેમાં ગણધરોએ સામાયિક સૂત્ર રચ્યાની ગંધ સરખી પણ નથી. સામાયિક આચાર સાંભળ, તેને જીવનમાં ઉતાર. તેનું ફળ મેળવવું. તેને વિચાર કરવો એ જુદી વાત છે અને સામાયિક સૂત્રની શાબ્દિક રચનાનો વિચાર એ જુદી વાત છે. સામાયિક આચારના શ્રવણ સાથે સામાયિક સૂત્રની શાબ્દિક રચનાને ભેળવી દેવી અને સામાયિક આચારના પ્રથમ સાંભળનારને સામાયિક સૂત્રના રચયિતા કહેવા એ ભ્રાંતિ નથી શું?
(૩) એ જ ગૂજરાતી અનુવાદના ઉપોદઘાતની ટીપ્પણીમાં ત્રીજું પ્રમાણ નિર્ગમદાર વિષેનું છે. તેને લગતી ગાથા આ છે
मिच्छत्ताइतमाओ स निगओ जह य केवलं पत्तो । जह य पमूयं ततो सामाइयं तं पवक्खामि ॥
विशेषावश्यकसूत्र, गाथा १५४६ ॥ આનો અર્થ સામા પક્ષકારની જરાયે તરફેણમાં નથી જ. આ ગાથામાં તો ભગવાન શ્રી મહાવીરનું મિથ્યાત્વથી નિર્ગમન થયું, તેઓશ્રી જે પ્રકારે કેવલજ્ઞાન પામ્યા અને તેઓશ્રીથી સામાયિક જે રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા માત્ર છે. આમાં તે એટલું જ કથન છે કે ભગવાનથી સામાયિક આચાર શી રીતે ઉદ્ભવ્યો; પરંતુ આ ગાથામાં સામાયિક સૂત્ર કે અન્ય આવશ્યક સૂત્રની શાબ્દિક રચના સંબંધમાં કશું જ સૂચન કે કથન નથી. સામાયિકધર્મ ભગવાને પ્રગટાવ્યો અને શ્રી ગણધરેએ ઝીલ્યો. તેની તે કોણ ના પાડે છે? પ્રશ્ન સૂત્રરચનાનો છે, તેની સાથે આચારના ઉપદેશને સંબંધ નથી. તેથી આ પ્રમાણ પણ ગ્રાહ્ય થઈ શકતું નથી.
(૪) ચોથું પ્રમાણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યશ્રુતની વ્યાખ્યાઓ વિષેનું તે જ ટીપ્પણુમાં ટાંકવામાં આવ્યું છે; તેની ગાથા આ છેઃ
गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओ वा । धुव-चल विसेसओवा अंगा-गंगेसु नाणतं ॥
विशेषावश्यकसूत्र, गा०५५०॥
Aho! Shrutgyanam