Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 279
________________ ૨૪૦ ] जैन साहित्य संशोधक [ વંડ ૨ = = જે શબ્દ પાઠ હોય તે તે પાઠ ગણધર સિવાય અન્ય રચિત માનવામાં શું પ્રમાણ છે? અલબત્ત, આ પ્રશ્ન મને પહેલાં પણ થયેલ, અને અત્યારે પણ થાય છે. છતાં જ્યારે સંપૂર્ણ આવશ્યક ગણધર કૃત જ છે એ મતલબનું કોઈ સ્પષ્ટ પ્રમાણુ જ નથી મળતું અને ગણધર ભિન્નત હોવાના એકથી વધારે સ્પષ્ટ પ્રમાણે મલે છે ત્યારે એમ જ સમન્વય કરવાની ફરજ પડે છે કે અત્યારે જે આવશ્યક સૂત્રના કર્તાને પ્રશ્ન ચર્ચવામાં આવે છે તે આવશ્યક સૂત્ર એ સમજવું જોઈએ કે જેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીની નિર્યુક્તિ મળે છે તે. બધાં સૂત્રે નિર્યુક્તિથી પ્રાચીન તે છે જ અને એ સૂત્રના કર્તાની જ આ સ્થલે ચર્ચા છે. આવશ્યક તરીકે આજે મનાતાં બધાં સૂત્રો અક્ષરશ: નિર્યુક્તિપૂર્વભાવી નથી. ઘણું સૂત્રો દેશ, કાલ આદિના પરિવર્તન સાથે લાભની સંભાવનાથી નિયુક્તિ પછી પણ રચાયેલાં છે અને ઉમેરાયેલાં પણ છે; અને આજે આપણે એ સૂત્રને નિર્યુક્તિપૂર્વભાવી સૂત્ર જેટલાં જ અગત્યના માનીયે છીયે. તેવી રીતે ગણધર સુધર્માથી માંડી શ્રી ભદ્રબાહુસ્વામી સુધી પણ અનેક સુત્રો રચાયેલાં હોવાં જ જોઈએ; તેથી જ શ્રી સિદ્ધસેન ગણિ વગેરે આવશ્યક સુત્રને શ્રી અંબ, પ્રભવ આદિ આચાર્ય પ્રણીત કહે છે. અલબત્ત, એ સૂત્ર સમૂહમાં કઈ કઈ સૂત્ર ગૌતમાદિ ગણધર કૃત પણ હોય એવી સંભાવનાને ખાસ સ્થાન છે; પણ અહીં મારે મુદ્દો સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યકના કર્તા સંબંધે છે. હું પહેલાં જ સૂચિત કરી ગયો છું કે ઉપલબ્ધ પ્રમાણે માત્ર એટલું જ સાબિત કરી શકે કે ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કંધ ગણધર કત નથી; આથી કેાઈ અમુક સૂત્ર ગણધરકૃત હોય એમ માનવામાં કશો જ બાદ નથી અને તેથી જ શ્રી હરિભદ્રસૂરિના “ઇરિયાવહિય સૂત્ર ગણધર કથિત છે એવા મતલબનાઉલ્લેખને પણ ઘટાવી શકાય તેમ છે. સંપૂર્ણ આવશ્યકના સૂત્રો કોઈ એક જ કર્તાની કૃતિ હેય તેમ નથી. તેના કર્તા શ્રી જંબુ, પ્રભાવ આદિ અનેક સ્થવિરે હોય તેવો સંભવ છે, અને તેમ છતાં તે આવશ્યકનું પ્રાચીનત્વ અને મહત્ત્વ જરાયે ઘટતું નથી. હવે પછી કોઈ વિચારક સંપૂર્ણ આવશ્યક સૂત્રને ગણધરકૃત સાબિત કરે એવા સ્પષ્ટ ઉલ્લેખે રજુ કરશે તે તે સંબંધમાં જરા પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય પ્રમાણાનુસારી વિચાર કરવા અને ફરી પ્રમાણોનું બલબલ તપાસવા પ્રયત્ન થશે. સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યકશ્રુતસ્કંધ ગણધરકૃત નથી. તેમ જ તેનાં બધાં સૂત્રો કઈ એક કર્તાની કતિ નથી એ વાત જે ઉપરની વિચારસરણીથી સાબિત થતી હોય તે યે કેટલુંક ખાસ વિચારવાનું અને પરીક્ષણ કરવાનું કામ બાકી રહે છે. જેમ કે ભગવાન મહાવીરના સમયમાં ક્યાં ક્યાં આવશ્યક લગતાં સૂત્ર વ્યવહારમાં આવતાં અને કયાં કયાં તે વખતે રચાયેલાં, તેમ જ તે પ્રાચીન સૂ ચાલુ રહીને નવીન સૂ કયાં કયાં ક્યારે ક્યારે ઉમેરાયાં; તેમ જ નવીન સૂ દાખલ થતાં કયાં અને કેટલાં પ્રાચીન સૂત્રો વ્યવહારમાંથી અદશ્ય થયાં અગર તો રૂપાન્તર પામ્યાં; તેમ જ પ્રત્યેક પ્રાચીન કે ઉત્તર કાલીન સૂત્રો કેની કેની કૃતિ છે. આ અને આના જેવા અનેક વિચારણીય પ્રશ્નો છે. તેને ઊહાપોહ કરવાનું મન નથી એમ તે નહિ જ, પણ અત્યારે એ કામ કરવા સાવકાશ ન હોવાથી વિચારક અને ઐતિહાસિક વિદ્વાનોનું આ બાબત તરફ લક્ષ્ય ખેંચું છું. આશા છે કે વિદ્યા-રસિકે આ બાબતમાં વધારે મહેનત કરી નવું ઘણું જાણવા જેવું ઉપસ્થિત કરશે. -92 Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290