________________
ગ ૨]
आवश्यकसूत्रना कर्ता कोण ?
[૨૨૭
- આ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની ત્રણ વ્યાખ્યાઓ છે, અને આ વ્યાખ્યાઓ શબ્દાત્મક મૃતને લાગુ પડતી હોવાથી તે જ આવશ્યક સૂત્રના કર્તાને નિર્ણય કરવામાં વધારે બબ્બે ખાસ ઉપયોગી છે. તેથી એ વ્યાખ્યા વિષેની પ્રસ્તુત ભાષ્ય ગાથા અને તેના ઉપરની મલધારીશ્રીકૃત ટીકા એ બન્નેને આ સ્થલે પ્રસ્તુત પ્રશ્ન પર જરા વિસ્તારથી ઉહાપોહ કરી લેવું જરૂર છે.
વિશેષ–અવશ્યક ભાષ્યના પ્રણેતા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તત્ત્વાર્થ ભાષ્યના પ્રણેતા વાચક શ્રી ઉમાસ્વાતિના પછી થયેલ છે, એટલે વાચકશ્રી સામે એ ભાષ્ય નહિ, પણ તેને મૂલભૂત ગ્રંથ (આવશ્યકનિર્યુક્તિ) હ; તે વખતની આવશ્યકનિયુક્તિની કઈ પ્રાચીન વ્યાખ્યા અગર તે તે વખતની ચાલુ અર્થપરંપરા વાચકશ્રી સામે હતી એમ માનવું જોઈએ. આવશ્યકનિયુક્તિની પ્રસ્તુત ગાથા આ પ્રમાણે છે -
अक्खरसण्णीसम्म साइयं खलु सपज्जवसियं च । गमियं अंगपविठं सत्त वि एए सपडिवक्खा ॥
विशेषावश्यकसूत्र, गा० ४५४। ઉપર્યુક્ત મૂલગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતને નિર્દેશ છે; તે ગાથાની તે વખતની કઈ પ્રાચીન વ્યાખ્યા અગર ચાલુ અર્થપરંપરાને આધારે જ વાચકશ્રીએ પોતાના શ્રી સ્વાર્થ સૂત્રના ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય વિવેક કરેલો હોવો જોઈએ, અથવા તો ઓછામાં ઓછું એ વિવેક કરતી વખતે આવશ્યક નિર્યુક્તિની એ ગાથાનો અર્થ એમના ધ્યાન બહાર ન જ હોવો જોઈએ. એટલે વાચકશ્રીએ અંગબાહ્યનું જે સ્વરૂપ બતાવ્યું છે અને જેને મેં પ્રમાણ તરીકે ઉપર પ્રથમ જ ટાંકેલ છે તે સ્વરૂપ ઉક્ત આવશ્યકનિયંતિની મૂલગાથાની અર્થપરંપરાને અનુસરતું જ હોવું જોઈએ; એમ માનવામાં જરાએ અસ્વાભાવિકતા નથી. આ ઉપરથી જે કહેવાનું છે તે એ કે-આવશ્યકનિર્યુક્તિની એ ગાથામાં નિર્દિષ્ટ થયેલ અંગબાહ્યશ્રુતના સ્વરૂપને નિર્ણય કરવામાં જુનામાં જુને આધાર આપણુ પાસે તત્વાર્થ ભાષ્ય સિવાય બીજો એકે નથી, અને તત્વાર્થ ભાષ્ય તો સ્પષ્ટ રીતે અંગબાહ્ય શ્રતને ગણધર પશ્ચાતભાવી આચાર્યપ્રણીત કહે છે અને અંગબાહ્યશ્રતમાં સૌથી પ્રથમ આવશ્યકતા છે અધ્યયનને ગણાવે છે, જે પહેલાં બતાવવામાં આવ્યું છે. તેથી અંગબાહ્યની વ્યાખ્યા સંબંધી જે આવશ્યક નિર્યક્તિની ગાથાનો ઉપયોગ કરવો જ હોય તે તે તત્વાર્થ ભાષ્યના વક્તવ્ય કરતાં બીજું કોઈ વધારે અથવા ભિન્ન સૂચવી શકે તેમ નથી.
હવે લઈયે એ નિર્યુક્તિ-ગાથા ઉપરનું વિશેષ-આવશ્યક ભાષ્ય. આ ભાષ્ય જ અત્યારે આપણી સામે નિક્તિની જુનામાં જુની અને મોટામાં મોટી વ્યાખ્યા છે. ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને સ્પષ્ટ વિવેક કરવામાં આવ્યો છે. આ વિવેક ત્રણ પ્રકારે કરવામાં આવ્યો છે, અર્થાત ક્ષમાશ્રમણત્રીએ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યશ્રુતને ભેદ સૂચવતી ત્રણ વ્યાખ્યાઓ આપી છે. આ ત્રણે વ્યાખ્યાઓ આપ્યા છતાં મૂલભાષ્યમાં ભાષ્યકારે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ના ઉદાહરણ તરીકે કોઈ ગ્રંથને નિર્દેશ કર્યો નથી. ઉદાહરણ તરીકેના ગ્રંથને નિર્દેશ ભાષ્યના ટીકાકાર મલધારી શ્રી હેમચંદ્ર પિતાની ટીકામાં કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટીકાકારોની અને ખાસ કરીને જૈન આચાર્યોની પ્રકૃતિપરંપરા જોતાં એમ માનવામાં કશી અડચણ નથી કે મલધારીશ્રીએ જે ઉદાહરણ ટાંક્યાં છે તે પોતાની પૂર્વવતી ભાષ્યની ટીકાઓને અનુસરતાં જ હોવાં જોઈએ. માલધારીશ્રીની ટીકા પહેલાં ભાષ્ય ઉપર બે ટીકાઓ હેવાનાં પ્રમાણે મળે છે, તેમાં એક તો રોપજ્ઞ અર્થાત ક્ષમાશ્રમણથીની પિતાની અને બીજી કેટયાચાર્યની
Aho! Shrutgyanam