________________
जैन साहित्य संशोधक
[खंड ३ જીનું અજ્ઞાન એટલું બધું ગાઢ હોય છે કે તેથી તે સુખ કે મૂચ્છિત બરાબર છે, વીર્યાન્તરાય કમને પણ ક્ષયપશમ એટલે અલ્પ હોય છે કે તે પિતાના સુખદુઃખને અનુભવ સ્પષ્ટ પણે કરવામાં અસમર્થ છે. આ પ્રમાણે જ્ઞાન અને વીર્યની અત્યન્ત ન્યૂનતા તે જ તેઓની આમિક અશુદ્ધિ છે, તે જ અવિકસિતતા છે. કષાયિક માત્રાની ન્યૂનતાનું કારણ પણ તે જ તેની ન્યૂનતાએ અર્થાત્ આત્મિક અશુદ્ધિ છે, અને નહિ કે રવાભાવિક શક્તિઓને વિકાસ. જેમ એક શસ્ત્રસંપન્ન પ્રજા બીજી પ્રજાને સંપૂર્ણ રીતે પિતાના તાબામાં લઈ લે છે અને તેને કોધ, માન, માયા અને લોભ આદિ વડે કચડી નાંખે છે, ત્યારે તેનાથી બીજી જંગલી, બાયલી, નામદ, પશુપાય, નગ્ન પ્રજા આક્રમણ કરતી પ્રજા સામે ઝૂઝવાને બદલે તેને દેખી નાસી જાય અને છુપાઈ જાય છે, તે શું તેથી તે જંગલી પ્રજાને વિકસિત કહી શકીએ? કદી નહિ; કારણ કે જો કે હમણાં તેનામાં કોધ, લોભ આદિ ઓછા દેખાય છે, પરંતુ તેના બદલે ભય અધિક જણાય છે; અને તેને પરિણામે ક્રોધ, લેભ આદિ અધિક માત્રામાં દેખાવાને પૂર્ણ સંભવ છે. આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવોના સંબંધી સમજવું જોઈએ.
અનાદિ કાળથી કાપાયિક માત્રા ન્યૂન હોવા છતાં પણ જે એકેન્દ્રિય જી અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળી શકયા નથી તેમ જ નીકળી શકવાના પણ નથી તેનું કારણ જ્ઞાન અને વીર્ય રૂપ આત્મિક શક્તિની આત્યંતિક ન્યૂનના અર્થાત આત્મિક અશુદ્ધિ જ છે. એકવાર જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે કાષાયિક માત્રા વધે તે પણ, તે જ જ્ઞાન અને વીર્ય દ્વારા ઉપયેગપૂર્વક તે જ કાયાયિક માવા ખૂન કરવાને અને તેને અત્યત નિમૅલ કરવાનો સંભવ સંસી છોમાં છે અને આ પ્રકારનો જે સંભવ તે જ વિકાસ છે. તેથી એકેન્દ્રિય માં વિકાસનો પ્રશ્ન જ નથી. વિકાસને આરંભ જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે હોય છે અને આ વૃદ્ધિ વભાવિક વિકાસની સહચારિણે હેય તે પણ, તેવી અવસ્થામાં કેઇને કેઈ વખત પણ સ્વાભાવિક વિકાસનો સંભવ છે.
૨ પ્રશ્ન–અવ્યવહાર રાશિના નિગોદ જીવને તીવ્ર કષાયને ઉદય અનાદિકાળથી આજ સુધી અસંભવ હોવા છતાં તેઓએ નિગોદમાં જઈ જ્ઞાન તેમ જ વીર્યની આત્યન્તિક અભાવગ્રસ્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી? જે તેને ઉત્તર એ જ કે અનાદિ કાળથી તે છે એ જ સ્થિતિમાં છે તે તે મારી શુદ્રબુદ્ધિને ઠીક લાગતું નથી. કારણ કે કર્મ તો સ્વકૃત જ છે. જીવરાશિની હીનતમ અવસ્થામાં જવાનું અને રહેવાને માટે જ્ઞાન નાવરણીય અને વીર્યાન્તરાય કમને જેટલે રસ અને સ્થિતિનો બન્ધ કરવાની જરૂર છે તેટલે બન્ધ કરવાનો અવસર જેને અત્યાર લગી પ્રાપ્ત થયું નથી. કેમ કે તે જીવો હજી સુધી વ્યવહાર રાશિમાં આવ્યા જ નથી. જ્યારે તે જેને અવ્યવહાર રાશિનું નામ આપ્યું છે ત્યારે આટલું તો માની લીધેલું જ છે કે તે એ સંજ્ઞી જેના
Aho! Shrutgyanam