________________
૨૨૨ ]
जैन साहित्य संशोधक
(खंड ३
==
=
વાચકશ્રીને આ ઉલેખ બીજા બધા ઉલ્લેખ કરતાં વધારે પ્રાચીન અને મહત્વનો છે; અન્ય પ્રમાણેને બળાબળ તપાસતી વખતે પણ એટલું તે ધ્યાનમાં રાખવું જ જોઈયે કે વાચકશ્રી પિતે જે આવશ્યકને ગણધરકત માનતા હેત અગર ગણધર તથા અન્ય સ્થીર એમ ઉભયકૃત માનતા હોત તે તેઓ માત્ર “નાષાશ્ચાતભવ’ વગેરે આચાર્યકત કદી કહેત નહિ. અંગબાહ્યમાં ગણાતા. આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આદિ સૂાના કર્તા સંબંધી બીજા બધા કરતાં તેઓશ્રીને જ વધારે સ્પષ્ટ માહિતી હવાને સંભવ છે; કેમકે (૧) તેઓશ્રી આગમના ખાસ અભ્યાસી હતા, (૨) તેઓશ્રી અને ભગવાન શ્રી મહાવીર વચ્ચે બહુ લાંબુ અન્તર નહિ, અને (૩) જૈન પરંપરામાં તે વખતે જૈનશાસ્ત્રના કર્તા સંબધી જે માન્યતા ચાલી આવતી તેથી જરા પણ આડુ અવળું લખવાને તેમને કશું જ કારણ સંભવતું નથી. આ કારણેથી વાચકશ્રીનો જરા પણ સંદેહ વિનાને ઉલેખ મને મારો અભિપ્રાય બાંધવામાં પ્રથમ નિમિત્તભૂત થયો છે.
(૨) વાચકશ્રીન ઉપર ટકેલ ભાષ્ય ઉપર શ્રી સિદ્ધસેન ગણિની મોટી ટીકા છે, જે હજાર કરતાં વધારે વર્ષ જેટલી જુની તો છે જ; તે ટીકા પહેલાં પણ તત્વાર્થ ભાષ્ય પર બીજી ટીકાઓ હતી તેના પ્રમાણે મળે છે, પ્રાચીન ટીકાઓને આધારે જ ઉતભાગ્યની વ્યાખ્યા તેઓશ્રીએ કરેલી હોવી જોઈયે. જે પ્રાચીન ટીકાઓ કરતાં તેમને મત જુદો હોત તો જેમ તસ્વાર્થ ભાષ્યના અનેક સ્થળોમાં પ્રાચીન મત બતાવી પછી પોતાનો મતભેદ બતાવે છે તેમ પ્રસ્તુત ભાષ્યની ટીકામાં પણ તેઓ પ્રાચીન ટીકાકારેને મતભેદ ટાંકત; પણ તેઓએ તેમ કર્યું નથી. તે ઉપરથી એ તે સ્પષ્ટ છે કે શ્રી સિદ્ધસેન ગણિને પ્રસ્તુત ભાષ્ય ઉપરની પ્રાચીન ટીકાઓમાં પોતે વ્યાખ્યા કરવા ધારે છે તે કરતાં કોઈપણ મતભેદવાળું જણાયેલું નહિ, આ જ કારણથી શ્રી સિદ્ધસેનગણિનું પ્રસ્તુત ભાષ્યનું વિવેચન એ એમના વખત સુધીની અંગપ્રવિષ્ટ અને અંગબાથના ભેદ સંબંધી ચાલતી જૈન પરંપરાનું સ્પષ્ટ નિર્દેશક છે, એમ કબુલ કર્યા વિના ચાલતું નથી. શ્રી સિદ્ધસેનગણિ ભાષ્યગત “સામાયિક......પ્રત્યાખ્યાન’ આદિ શબ્દને અર્થ સ્પષ્ટ રીતે “સામાયિક અધ્યયન......પ્રત્યાખ્યાન અધ્યયન’ એ પ્રમાણે જ કરે છે; અને રાષાનત્તરલિમિ:' એ પદને અર્થ સ્પષ્ટપણે ગણધરશિષ્ય જંબુ, પ્રભવ વગેરે એટલે જ કરે છે, અને તે દ્વારા તેઓશ્રી તે પિતાનું ખાસ મન્તવ્ય સૂચવે છે કે અંગબાહ્ય જેમાં સમગ્ર આવશ્યક પણ સમ્મિલિત છે તે ગણધરકૃત નહિ, પણ ગણધરશિષ્ય જંબુ તથા પ્રભવ આદિ અન્ય આચાર્યકૃત છે. તેઓની પ્રસ્તુત ભાષ્યની ટીકા આ પ્રમાણે છે:
समभावो यत्राध्ययने वर्ण्यते तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशति-सामायिकमिति । एवं सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम्-प्रणामः स कम्मै कार्यः कस्मै च नैति यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य गतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं गत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् ।
ટે. સ્ત્રી પુરુ પ્રવાત તવાર્થ , પૃ. ૨૦ કેટલાક એવી દલીલ કરે છે કે ભાષ્યમાં જે “સામાયિક, ચતુર્વિશતિસ્તવ પ્રત્યાખ્યાન' આદિ શબ્દો છે તે આવશ્યકના અધ્યયનબેધક નહિ, પરંતુ તે તે અધ્યયનની નિક્તિના બેધક છે; અર્થાત
Aho! Shrutgyanam