________________
a ૨]
आवश्यकसूत्रना कर्ता कोण ?
અંગબાણમાં આવશ્યક ગણવું ન જોઈએ, પણ આવશ્યકનિયુક્તિ જ ગણવી જોઈએ. તેઓની આ દલીલ કેટલી ટકી શકે તેમ છે તે પણ જોઈએ.
(૪) જે વાચકશ્રીને સામાયિકાદિ પદેથી સામાયિક અધ્યયન આદિની નિયુક્તિ જ વિવક્ષિત હેત તો તેઓશ્રી પોતે જ નિતિનું સ્પષ્ટ કથન ન કરતાં લાક્ષણિક પ્રવેગ શા માટે કરે ?
(૩) કેઈપણ શબ્દને લાક્ષણિક અર્થ કરવામાં મૂળ અર્થને બાધ હોવો જ જોઈએ; જ્યાં સુધી શબ્દને મૂળ અર્થ બાધિત ન થતો હોય ત્યાં સુધી તેને લાક્ષણિક અર્થ માનો યા કરો એ શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના નિયમોનું ઉત્થાપન કરવા જેવું છે.
(જ) ઘડીવાર, મૂળ અર્થના બાધ વિના પણ લાક્ષણિક અર્થ કરવાની ધૃષ્ટતા કરી લઈએ, તે પણ, એ પ્રશ્ન તે થાય જ છે કે શ્રી સિદ્ધસેનગણિ જેઓ પિતાના પૂર્વ ટીકાકારેને અનુસર્યા છે તેઓ શું તે લાક્ષણિક અર્થ કરવાનું નહતા જાણતા અથવા બીજી કઈ પણ રીતે ભાષ્યના એ શબ્દો નિયુક્તિબોધક છે એવું સાબીત કરી શકતા ન હતા ?
() ઘડીવાર એમ પણ માની લઈએ કે વાચકશ્રી શબ્દ પ્રયોગકુશળ ન હતા; ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિ પણ ભૂલ્યા, પરંતુ એટલું બધું માન્યા પછી પણ સામાયિક આદિ પદે નિયુક્તિ પરક અર્થ કાઢવા જતાં એક મહાન વિરોધ ઉપસ્થિત થાય છે જે નિર્યુક્તિના લાક્ષણિક અર્થની દલીલને ક્ષણ માત્ર પણું ટકવા દેતે જ નથી. તે વિરોધ તે આ –
અંગબાહ્યમાં વાચકશ્રીએ આવશ્યક’ પ્રથમ ગણાવ્યું છે, અને આવશ્યકનો અર્થ વિરોધી ટીકાકારે “આવશ્યકનિક્તિ કરે છે એટલે તેઓના કથન પ્રમાણે અંગબાહ્યમાં પ્રથમ આવશ્યકનિર્યુક્તિ આવે છે. હવે અંગ વાદ્યના રચયિતા તરીકે ભાગ્યકાર અને ટીકાકાર બન્ને “રાજનાથમિઃ ' એ પદથી શ્રી જીસ્વામી તથા શ્રી પ્રભવસ્વામીને નિર્દેશ કરે છે એટલે, અંગબાહ્યમાં પ્રથમ ગણાવેલ આવશ્યકનિયુક્તિ એ શ્રી જંબુસ્વામી કે શ્રી પ્રભવસ્વામીકૃત હેય એવું ભાન થાય છે કે જે અસંગત છે. કારણ કે નિયંતિકાર તો શ્રી ભદ્રબાહુ સ્વામી જ છે એ વાત જાણીતી જ છે. એટલે, આવશ્યક પદથી આવશ્યકનિર્યુક્તિ વિવક્ષિત હોય તે શ્રી ભદ્રબાહુ સ્વામીનું નામ છેવટે ટીકામાં તે આવવું જ જોઈએ, કે જે ક્યાંય પણ નિદષ્ટ નથી.
[૩] ભાષ્ય અને તેની ટીકા એ બન્નેને ઉપર ટકેલા પ્રમાણે જે મત દર્શાવે છે તે જ મત ભાષ્યના છેલ્લામાં છેલ્લા અને મોટામાં મોટા ટીકાકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પણ સ્વીકારે છે, એ તેઓની ભાષ્ય ઉપરની વૃત્તિ જેવાથી અસંદિગ્ધપણે સ્પષ્ટ થાય છે. તેઓ પોતાની ભાષ્ય ઉપરની વૃત્તિમાં
સામાયિક...પ્રત્યાખ્યાન” આદિ આવશ્યકની છએ અધ્યયનનો “ આવશ્યકશ્રતસ્કધ’ એ પ્રકારને અર્થ સ્પષ્ટ શબ્દોમાં કરે છે, અને અંગબાહ્ય જેમાં તેઓશ્રી પોતે પ્રથમ જ “આવશ્યક શ્રત સ્કન્ધને સમાવેશ કરે છે તેને ગણધર પ્રશ્ચાતભાવી શ્રી જંબુસ્વામી આદિ વડે રચાયાનું પ્રતિપાદન કરે છે; તેઓની વૃત્તિને તે ભાગ નીચે પ્રમાણે છે –
गणधरा इन्द्रभूत्यादयः तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः। ते गणधरानन्तर्याः जम्बूनामादयः आदिर्येषां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः ।
सामायिक समभावो यत्राध्ययने वर्ण्यते, चतुर्विंशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां स चतुर्विंशतिस्तवः । वन्दनं गुणवतः प्रणामो यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थान प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र
Aho! Shrutgyanam