________________
૨૮ ]
जैन साहित्य संशोधक
કરી શકતી નથી, તેથી ત્યાં શ્રદ્ધાથી જીજ્ઞાસાને તૃપ્ત કરવી જોઈએ અથવા તે કાંઈ પણ છે જ નહિ એવું માની લઈ નાસ્તિક અથવા શૂન્યવાદી બની જવું જોઈએ, અથવા જીવ રાશિને ઉડાવી દઈ ચાર્વાક બની જવું જોઈએ, અને આ જ કારણને લઈને બહુ મનુષ્યએ ચાર્વાકના પક્ષને ગ્રહણ કર્યો છે; બહુ શુન્યવાદી પણ બન્યા છે છતાં ઘણું શ્રદ્ધાળવી પણ રહ્યા, અને જેઓએ માત્ર તર્કવાદને આશ્રય લીધો છે. તેઓ તે અંત સુધી અસંતુષ્ટ રહીને કાં તે પાગલ બન્યા છે અને કાં તે મરણ પણ પામ્યા છે.
હજી હું તે શ્રદ્ધાળવી છું, મારી બુદ્ધિને હું જ્યાં ખડી કરું છું ત્યાં તે આગળ ને આગળ પ્રશ્ન ઉઠાવે છે અને તેને ગમે તેટલી દૂર લઈ જાઉં તે પણ ફરીને ફરી પ્રશ્નાની બાણવૃષ્ટિ કરી હેરાન કરે છે. આથી કરીને જ કેન્ટ, સ્પેન્સર આદિ વિદ્વાનેએ ઘણી ચર્ચાઓને અય કહી છેડી દીધી છે.
આખરે હું પણ અંતમાં “અય' કહીને જ તેને છેડી દઉં છું. સર્વસને પૂછવામાં આવે અને તે ઉત્તર દે, તે હું તેમને પણ આગળ પૂછી શકું કે “ઠીક, તેનાથી આગળ શું, તે કહે.” આથી સર્વજ્ઞ પણ અનેક વિષયોમાં “અનાદિ તેમ જ અનંત” શબ્દ જ ઉપચોગમાં લેશે. એથી બુદ્ધ તે આવા જીવનસ્પર્શ રહિત પ્રશ્નમાં પડવાની જ સ્પષ્ટ મનાઈ કરી છેઃ “જગતને કઈ કર્તા છે કે નહિ?” “સંસાર સાદિ છે કે અનાદિ?” “અવિદ્યા જ્યારે અને ક્યાંથી આવી?” “જીવ નિત્ય છે કે અનિત્ય?” “તે વ્યાપક છે કે અવ્યાપક ?” આવા તર્કો કરવા જ નહિ જોઈએ, અથવા તે શ્રદ્ધાથી કાંઈને કાંઈ સમાધાન કરી લેવું જોઈએ; તેનાથી જીવનના વિકાસ પર કેઈ સારી નરસી અસર પડતી નથી.
વેદાન્ત સાથે કેઈક અંશમાં સમાનતા ભલે હોય, પરંતુ સર્વાશમાં તે નથી. મારે * પ્રાથમિક” શબ્દ આપેક્ષિક છે, તે સાદિવને ઘાતક નથી.
Aho! Shrutgyanam