________________
ગંજ ૨]
जैन तत्त्व चर्चा
[ ૨૨૭
ભવને પ્રાપ્ત કર્યો નથી. તે પછી આવા ચીકણ કમ તે એ ક્યારે બાંધ્યા? જે એમ કહેવામાં આવ્યું હતું કે નિગદમાં જતાં પહેલાં તે છએ અન્યાન્ય માં ઘેર ચીકણા કર્મને બંધ કરી લીધેલું, જેથી નિગોદમાં હીનતમરૂપે રહેવું પડે છે તે તે કહેવું ઠીક ગણાત. પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે અનાદિ કાળથી તે છે નિગો. દમાં જ છે તે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે તેમણે એ ગાઢ ચીકણું કર્મને ક્યારે બંધ કર્યો ? જે તેને અવ્યવહાર રાશિની સંજ્ઞા ન હોત તે એમ પણ કહી શકાત કે તેઓએ અનાદિ કાળમાં કઈને કઈ વખતે તીવ્ર કષાયના ઉદયને લઈને ચીકણુ કમને બંધ કર્યો હશે; પરંતુ જ્યારે તેમને અવ્યવહાર રાશિ જ કહ્યા છે-અનાદિ કાળથી વર્તમાન કાળ સુધી તેઓ વ્યવહાર રાશિમાં આવ્યા જ નથી; ત્યારે, પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તેઓએ એવા કર્મને બંધ કયારે કર્યો? આટલી આત્મિક અશુદ્ધિ ક્યાંથી આવી?
શું કોઈ સૃષ્ટિકર્તા એ ઘોરકમ સહિત છને ઉત્પન્ન કરી નિગોદમાં ભરી દીધા ? અદ્વૈતવાદીએ બ્રહ્મમાં માયા (કર્મ ?) ની ઉત્પત્તિ અર્થાત્ માયા યુક્ત બ્રહ્મમાં સંસારની ઉત્પત્તિ માનેલી છે, તે મતની કાંઈ સમાનતા જૈન નિગાઢવાદમાં છે?
- બ્રહ્મ માયાયુક્ત થઈને અનન્ત જીવરાશિમાં પરિણામ પામ્યું, અને પછી એ જ નિગોદમાં આત્યન્તિક અજ્ઞાનમાં રહી સ્વાભાવિક રૂપે માયા (કમ–અજ્ઞાનતા ?) ને ક્ષણ કરતા કરતા કાંઈક વીર્યને વિકાસ પ્રાપ્ત કરી ક્રમશઃ આત્મિક શક્તિઓને વધારી ખીલવી મુક્તિ પ્રાપ્ત કરી બ્રહ્મમાં મળી જાય છે. એ મત, નિગોદજીની સંસ્થા દ્વારા શું આડકતરી રીતે પ્રતિપાદિત નથી થતું?
આપે નિગદના જીને “જીવની પ્રાથમિક અવસ્થામાં બતાવ્યા છે–તે “પ્રાથમિક શબ્દ શું આડકતરી રીતે સુષ્ટિની રચનાની આદિ તે સૂચવતો નથી?
ઉત્તરઃ અવ્યવહાર રાશિના છે કે જે કદી વ્યવહાર રાશિને પામ્યા નથી તેઓના કર્મપ્રવાહનું કારણ પ્રધાનતઃ મિથ્યાત્વ (અજ્ઞાન યા અવિદ્યા) છે; કષાય તથા વેગ અપ્રધાન (ગાણ) કારણ છે. તેથી વ્યવહાર રાશિમાં ન આવવા છતાં અજ્ઞાનની તીવ્રતાને લઈ તેઓના કર્મબંધપ્રવાહમાં અનુપત્તિ નથી. એ જીની હીનતમ અવસ્થાનું મુખ્ય કારણ અજ્ઞાનની તીવ્રતા છે.
હવે પ્રશ્ન એ રહ્યું કે તે અજ્ઞાન આવ્યું ક્યાંથી અને કયારે ? તેને ઉત્તર અનાદિ કહેવા સિવાય બીજો નથી. વેદાન્તની પ્રક્રિયા માનવાથી પણ સમાધાન થઈ શકતું નથી; કેમ કે તે પ્રક્રિયામાં પણ એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે કે જે જૈન પ્રક્રિયામાં ઉદ્દભવે છે. બ્રહ્મમાં માયા ક્યાંથી આવી, જ્યારે આવી અને શા માટે આવી? ઇશ્વરકૃત સૃષ્ટિ માનવાથી પણ બુદ્ધિને સંતોષ થાય તેમ નથી, કારણ કે બુદ્ધિ શબ્દચાતુર્ય માત્રથી રંજીત થતી નથી, તે તે ફરી પ્રશ્ન પૂછવા ખડી થઈ જાય છે કે ઈશ્વરે એ પ્રમાણે શા હેતુથી, કયારે અને કયાં કર્યું? ઉત્તર ન મળવાથી તે ત્યાં થાકી જાય છે, અને ત્યારે ત્યાં પણ શ્રદ્ધા જ તેની જગ્યા લે છે. ખરી રીતે તો આવા પ્રોના વિષયમાં બુદ્ધિ કાર્ય
Aho! Shrutgyanam