Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 262
________________ અંક ૨] जैन तत्त्व चर्चा [૨૨૨ ખુલાસે મળતું નથી. મહાભારતકાર કરતાં દમયતીનું પાત્ર કવિએ ઘણું જ કોમળ બનાવેલું છે. એવી કેમલ સ્ત્રીને પરિત્યાગ કરવો એ આ જોતાં નળ માટે એટલું કૃર જણાતું નથી, કંઈક આવશ્યક પણ લાગે છે. કલિને બદલે કલચુરિપતિ મૂકયો છે તે યોગ્ય કર્યું છે તેના માણસો નળને હેરાન કરે છે તે સિવાય તે પાત્ર ઠેઠ સુધી તખ્તા પર આવી કશું કરતું નથી. ચરોની સંસ્થા કર્તાના સમયમાં પણ હશે એમ એ ઉપરથી અનુમાન થાય છે. કવિને ભાષાવિભવ સમૃદ્ધ છે, સર્વત્ર વદર્ભ રીતિ છે એટલે વાંચવામાં પણ સરલતા માધુર્ય પ્રસાદ સારાં જણાય છે. પણ માનવસ્વભાવના જે ગંભીર નિરૂપણથી, કઇ મહાન સત્યના દર્શનથી, કે રસની કોઈ પરાકેટિથી કવિઓ અમરત્વ પ્રાપ્ત કરે છે તે તે આમાં નથી એમ જ કહેવું જોઈએ. કવિઓના પ્રથમ વર્ગમાં આને ન મૂકી શકાય પણ ગૂજરાતના ૧૩મા સૈકામાં આવું નાટક લખાયું-ભજવાયું પણ હશેતેને માટે ગુજરાત મગરૂર જરૂર થઈ શકે. जैन तत्त्व चर्चा નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો. [કલકત્તાના એક તત્ત્વજિજ્ઞાસુ બંધુએ ગત વર્ષે અધ્યાપક શ્રી સુખલાલજીને જનમત સમ્મત નિગોદ અને તેવી હીનકેટિના જીવ સમૂહના કર્મબંધનને લગતાં બે'ક ગંભીર પ્રશ્નો પૂછયા હતા અને પંડિતજીએ તેના ઉત્તર પણ તેવા જ વિચાર પરિવૃત આપ્યા હતા. એ પ્રશ્ન અને ઉત્તર અન્ય તત્ત્વજિજ્ઞાસુઓને પણ મનન કરવા લાયક હોવાથી અહિં પ્રકટ કરવામાં આવે છે. મૂળ પ્રશ્નોત્તરો હિન્દી ભાષામાં થએલાં છે. તેનું આ ગુજરાતી ભાષાંતર શ્રીયુત ચિમનલાલ દલસુખરામ શાહ, બી. કેમ, એમણે કરેલું છે. જૈન ધર્મની સાથે સંબંધ ધરાવતા આ જાતનાં તાત્વિક, સામાજિક અને ઐતિહાસિક વિષયનાં વિવિધ પ્રશ્નોત્તરે, આ શિરોલેખ નીચે ચાલુ આપવાને અમારો વિચાર છે–સંપાદક] જ પ્રશ્ન કર્મબન્ધના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ છે, તેમાં પણ • કષાય અને યોગનું પ્રાધાન્ય છે. કષાયની તીવ્રતા જીવોના માનસિક વિકાસ પર અવલંબે છે, અર્થાત્ જે શ્રેણિના છનું મન સંપૂર્ણ વિકસિત છે, તેઓના અધ્યવસાય જે કષાયમય થઈ જાય તે તેઓને તીવ્રતમ કષાયની સંભાવના છે. સંજ્ઞી પંચેન્દ્રિય પયયન, અને ખાસ કરીને મનુષ્યના મનને વિકાસ સંપૂર્ણ હોવાથી એકેન્દ્રિયાદિની અપેક્ષાએ મનુષ્યમાં તીવ્રતમ રૂપે કષાયને સંભવ છે. આ કારણસર એકેન્દ્રિય જેમાં તીવ્રતમ કષાયની ઉત્પત્તિને સંભવ નથી. ઉપર્યુક્ત વિચાર જે બરાબર હોય તે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે અવ્યવહાર રાશિના જીવ અનાદિ કાળથી સૂક્ષમ નિગદમાંથી નિકળ્યા નથી અને વ્યવહાર રાશિમાં આવવા સમર્થ થયા નથી તેઓને, અનાદિકાળથી મન ન હોવા છતાં પણ એવા તીવ્ર કષાયને અન્ય કેવી રીતે થયે કે જેથી કરીને અનાદિકાળથી આજસુધી પણ તેમને સૂકમ નિગદમાં જ જન્મ મરણના ચક્રમાં ભમવું પડે છે અને એ રીતે જીવશ્રેણિના હીનતમ પર્યાયમાં રેકાઈ રહેવું પડે છે? તેઓને એ પ્રકારના તીવ્ર કક્ષાની ઉત્પત્તિ અને ચીકણું બધ કરવાને અવસર કયારે પ્રાપ્ત થયો? Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290