Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 258
________________ અંક ૨ ] नलविलास नाटक [२१९ જેવો ધૂસરકર, ઘેરાતાં લોચનવાળી કમલિનીને છેડી તે દેશાન્તર જાય છે.” ભીમને અમાત્ય કહે છે કે આ, નળ દમયન્તીને છોડી દેશે એવું સૂચન છે. ભીમ સર્વનું કલ્યાણ ઈચ્છે છે. અત્યાર સુધી અનેક અમંગળ સૂચનો થયાં છે તે પાંચમા અંકમાં પાકે પહોંચે છે. અંકના પ્રારંભમાં કલહંસ, આ અનેક રસ વાળા સંસારનાટકની વિચિત્ર ઘટનાને વિચાર કરતાં પ્રવેશ કરે છે. શંગાર અને અદભૂત રસનો સ્વયંવર વિવાહ મહોત્સવ તો હજી હમણાં જ જોયો એટલામાં જુગટાથી હારેલા નળને માત્ર દમયન્તી સાથે વિદેશ જવા રૂપ આ કરુણ પ્રસંગ આવી લાગ્યો છે. આવું કામ નળે શાથી કર્યું ! વિધિની વિપરીતતા બીજું કશું નહિ. સામાન્ય કથામાં પરણ્યા પછી ઘણે વરસે, બે ફરજેદ થયા પછી જુગટાના બનાવ આવે છે. અહીં આટલા ફેર કર્યો છે—કદાચ વિરેાધથી કરુણને ઘન કરવા માટે, ત્યાં રાજા દમયન્તી વિદૂષક કલહંસ સર્વ ભેગાં થાય છે. વિદૂષક અને કલહંસ રાજાની સાથે આવવા અરજ કરે છે. પણ નળ કહે છે કે ચૂતમાં હું સર્વસ્વ હાર્યો છું એટલે માત્ર પથિક તરીકે જ મારે જવું જોઈએ. દમયન્તીને પણ મારે તો છોડી દેવી છે પણ સ્ત્રીના આગ્રહથી તે આવે છે. રાજા તેને કહે છે કે માર્ગમાં ઘણાં દુઃખ પડશે પણ તે તે એકની બે થતી નથી. જતી વખતે દમયન્તી મકરિકાને પોતાની સ્થિતિનો સંદેશ પિયેર મોકલવા કહે છે. બધાં પરિજનો છેવટે જાય છે. દમયન્તીને પૂછે છે કે કઈ બાજુ જવું છે. દમયન્તી કહે છે વિદર્ભ ભગી. રાજા તે દિશાએ દમયન્તીને લઈ જાય છે. થોડે જતાં દમયન્તી થાકી જાય છે તેને તૃષા લાગે છે. રાજા પાણી શોધવા જાય છે. ત્યાં તાપસનો આશ્રમ જીવે છે. રાજાને વહેમ આવે છે કે આ તાપસ બેદર જેવો દેખાય છે. પણ તાપસને ખંધે અને લંગડો જોઈ વહેમ જતો રહે છે. તાપસની સાથે વાત કરે છે. તેને વિદર્ભને રસ્તો પૂછે છે. તાપસ કહે છે કે રાજ્યભ્રંશ અને સ્ત્રીસંગ એ બે બડી આફતો છે. સ્ત્રી હોય ત્યાં સુધી છડાં રહી કરી શકાય નહિ. વળી કહે છે કે આવી અવસ્થામાં સસરાને ઘેર જવું એ પણ શરમાવા જેવું છે. રાજાને એ સાચું લાગે છે. તાપસને કહે છે “તમે મિત્ર સરખો ઉપદેશ આપે.” તાપસ કુંડિનપુરના માર્ગ બતાવે છે. અને પછી મેધ્યાહસંધ્યાને સમય થવાથી ચાલ્યા જાય છે. રાજ પાણી લઈ દમયન્તી પાસે જાય છે. દમયન્તી થાકથી ઊંઘી ગઈ છે. તેને ઊંઘતી છેડી જવાની ઇચ્છા થાય છે. પણ પાણી આપવા જગાડે છે. આ વિદર્ભ જવાનો સીધો રસ્તે એમ બતાવે છે. દમયન્તી તેથી ચમકે છે પણ તૃષાર્ન આર્યપુત્રથી એમ બોલાઈ ગયું હશે એમ મન વાળે છે. રાજા આગળ ચાલવા કહે છે પણ દમયન્તી થાકેલી હોવાથી ત્યાં જ સૂઈ જવાની ઈચછા બતાવે છે. પિતાને કદાચ સૂતી મૂકીને નળ ચાલ્યો જાય એવી ભીતિથી દમયન્તી પિતાના વસ્ત્રથી નળને લપેટીને સૂઈ જાય છે. દમયન્તી તરત ઊંઘી જાય છે. હવે નળને તેને છોડી જવાની ઈચ્છા થાય છે. પણ નળ જાણે છે કે પોતે અતિ કર કામ કરવા તત્પર થયો છે. તે પોતાને ઘણું જ નિર્જે છે. જે હાથે પાણીગ્રહણ કર્યું, જે હાથે વિલાસ કર્યો, જે હાથે ઘત કર્યું, તે જ હાથને વસ્ત્ર ફાડવાનું ક્રૂર કર્મ કરવા તે કહે છે. અહીં ઉત્તરરામચરિતમાં રામ, સીતા ત્યાગ કરનારા હાથને શંબૂકને વધ કરવા મહેણાં મારી પ્રેરે છે તેનું સ્મરણ થાય છે. અનાયાસે મળી આવેલી તરવારથી વસ્ત્ર ફાડી નાંખે છે. એટલામાં પાણીની શોધમાં કઈ કાફલાને માણસ ત્યાં આવી ચડે છે. તેથી દમયન્તી જાગી જશે એમ ધારી નળ તરત નાસી જાય છે. કાફલાને માણસ દમયન્તીને જુએ છે અને તેને કે હેરાન કરશે એમ ધારી બોલાવે છે. પણ અતિ થાકથી સૂતેલી દમયન્તી જાગતી નથી એટલે તેને ઉપાડીને લઈ જાય છે. આ અંક અહીં પૂરે થાય છે. છ અંકમાં નળ બાહુકને વેષે પ્રવેશ કરે છે અને જુગટાની હાર, દેવીને ત્યાગ વગેરે બાબત પશ્ચાત્તાપ કરે છે. તેનું સ્વરૂપ કેવી રીતે બદલાયું તે પણ આપણે તેને જ મહા એ સાંભળીએ છીએ. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290