________________
जैन साहित्य संशोधक
[खंड ३
પ્રતિહારની એ રાજધાની જાબાલિપુર (જાલોર) હતી એમ ઉદ્યોતનસૂરિના કથન ઉપરથી આપણે નિશ્ચિત કરી શકીએ છીએ. અરબના હુમલાઓ થવા લાગ્યા એટલે ભિનમાલ અરક્ષિત જેવું સ્થાન થઈ પડયું હતું અને તેથી તે રાજધાની તરીકે અયોગ્ય જણાવાથી નાગભટે ત્યાંથી પિતાની ગાદી જાબલિપુર ફેરવી નાંખી હોય એ સર્વથા સંગત લાગે છે. ગંગા અને યમુનાના વચ્ચેના સુજલ અને સુફલ પ્રદેશના દર્શન કર્યા પછી અને ગૌડ અને બંગાલ જેવા સુન્દર પ્રદેશમાં વિજયધ્વજ ફરકાવ્યા પછી શુષ્ક મભૂમિના એક ખૂણામાં વિલેપભોગ કરવાનું કે સામ્રાજ્ય સંચાલન કરવાનું એ વિજયી સમ્રાટને પાલવે તેમ હતું જ નહિ તેથી તેમણે કને જન કલ્પે કરી ભારતના દેવપમ અને કેન્દ્રભૂત પ્રદેશમાં પિતાની રાજલક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરી. આ રીતે જોતાં પ્રથમ નાગભટથી લઈ બીજા નાગભટ સુધી, લગભગ ૫૦ વર્ષ જેટલો કાળ પ્રતિહારની ગાદી જાબાલિપુરમાં રહી હોવી જોઈએ.
પ્રતિહારોના જાબાલિપુર છોડી ગયા પછી પરમારોના હાથમાં એનો અધિકાર આવ્યો હોય એમ લાગે છે. કારણ કે પરમારવંશને મૂળ પુરુષ જે સિધ્ધરાજ છે તેના નામનું સિધુલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર જાલોરમાં હોવાનો ઉલ્લેખ મળી આવે છે અને એ વંશના લેખમાં
सिन्धुराजो महाराजः समभून्मरु मण्डले મરુ મંડલમાં [ સૌથી પ્રથમ] સિધુરાજ નામે મહારાજ થયો,' એવું લખેલું જડે છે. પરમાર પછી નાડોલના ચોહાણેએ જાલોરને પોતાની રાજધાની બનાવી અને તે આખરે અલાઉદીનના સમયમાં ઉધ્વસ્ત થઈ. આ ઈતિહાસ ઉપરથી આપણને જાલોરની રાજધાની તરીકેની યોગ્યતા સ્પષ્ટ સમજાય છે અને તેથી અરબના પ્રારંભિક હુમલામાં જ ભિનમાલ ભાંગી પડવાથી, ૮ મા સૈકાના મધ્યકાલથી લઈ છેક ૧૪ મા સૈકાના મધ્યકાલ સુધીના લગભગ ૬૦૦ વર્ષ જેટલા વર્ષ સુધી જાબાલિપુર મરુમંડલના મુખ્ય સ્થાનની પદવીને ભોગવતું હતું એમ માની શકાય છે.
જો કે કુવલયમાલાના કશા અંતર્ગત ઉલેખ સાથે કઈ સંબંધ નથી પણ તેના દેશ અને કાળ સાથે બહુ જ નિકટ સંબંધ હોવાથી એ પણ નોંધ કરવી અહિં આવશ્યક લાગે છે કે જે વખતે, જે ભૂમિમાં, જે પાટનગરમાં, જે રાજવંશની છત્રછાયાના આશય નીચે ઉદ્યતનસૂરિ પિતાની કથાની રચના ર્યા કરે છે, તે જ વખતે, તે ભૂમિનું નામ સુધાં પડાવી લેનાર, તે પાટનગરની સર્વોપરિસરા ખુંચવી લેનાર, તે રાજવંશની છત્રછાયાના બદલે પોતાની ગાદીની છત્રછાયા ફેલાવનાર એવા એક ભાવિ સામ્રા
જ્યની રચના તેના પડખેના જ પ્રદેશમાં બેઠેલ એક પુરુષ કર્યા કરે છે. જે વખતે યૌવનવિલાસી નૃપતિ વત્સરાજ વૃદ્ધા ગૂર્જરભૂમિની જર્જરિત થએલી દેહયષ્ટિથી વિરક્ત બની તેને ત્યાગ કરવાને, અને અન્ય કોઈ મદમાતી સુભગ સુંદરીને પિતાની પ્રિયતમા બનાવવાનો વિચાર કરી દેશ-વિદેશમાં દળબળ લઈને ફર્યા કરે છે, તે જ વખતે તેને પડોશી વનવાસી વૃદ્ધ વનરાજ એ જ જીર્ણ-શીર્ણ ભૂમિને નવું સ્થાન, નવું રૂપ, નવું સામર્થ્ય, નવું તેજ અને નવાં આભૂષણે આપી કરી પિતાની સંતતિ માટે એક નવીન ગૂર્જરરમણીનું ઘડતર કર્યા કરે છે. જે વખતે અર્બુદાચલની પેલી બાજુમાં બેઠેલે યૌવનોદભટ વત્સરાજ પ્રતિહાર પ્રાચીન ગૂર્જરત્રાની પુરાતન રાજલક્ષ્મીને જન્મભૂમિમાંથી ઉપાડી જઈ ગૂર્જરનામના ગૌરવને નામશેષ બનાવી મુકવાનો મનોરથ કર્યા કરે છે, તે જ વખતે અબુદાચલની આ બાજુએ બેઠેલ વયોવૃદ્ધ વનરાજ ચાવડે નવીન ગૂજરાત રચી તે માટે નવરાજલક્ષ્મી તૈયાર કરી એક અક્ષયતૃતીયાના દિવસે તેની પ્રાણપ્રતિષ્ઠા કરી ગૂર્જર નામના ગૌરવને અક્ષય અને અનુપમ બનાવવાનો ઉપક્રમ કરે છે. શબ્દોની દષ્ટિએ જરા આલંકારિક દેખાતા પણ અર્થની દષ્ટિએ એતિહાસિક લેખાતા આ વાપરથી વાચકે સપજી શકયા હશે કે જાબાલિપુરમાં પ્રતિહાર સમ્રાટ વસરાજ રાજ્ય કરતો છત ગૌડ, બંગાલ,
Aho! Shrutgyanam