________________
અંક ૨ ]
कुवलयमाला
[ ૧૧૨
માલવ વગેરે બીજા દૂર દૂરના મોટા પ્રદેશને દિગ્વિજય કરી ઉત્તરાપથમાં મહાન સામ્રાજ્યની સ્થાપના કરવાનો ઉદ્યમ કર્યા કરતો હતે; તે જ વખતે અણહિલપુર નામનું નાનું સરખું નવું ગામ વસાવી તેને નાને સરખો કારભાર ચલાવતે વનરાજ ચાવડે પણ સારસ્વત મંડળ, આનર્ત અને વાગડ વગેરે આસપાસના નાના નાના પ્રાંતેને કબજે કરી પશ્ચિમ ભારતમાં એક નવું મોટું સામ્રાજ્ય સ્થાપવાને મને રથ કર્યા કરતો હતો. કાલબ્રહ્મની ગુપ્તકલાને કોણ કળી શકે તેમ છે.
વત્સરાજના પુત્ર નાગભટે કાયમને માટે જાબાલિપુરથી પોતાની રાજગાદી ખસેડી અને તે કાજ જેવા સુદરના પ્રદેશમાં લઈ જઈને સ્થાપી. રાજગાદી ઘણે આથે ચાલી જવાથી પ્રાચીન ગૂર્જરત્રાની પ્રજા અરક્ષિત અને નિર્ણાયક જેવી સ્થિતિમાં આવી પડી હતી. એક બાજુએ અરવલી પર્વતની ખીણમાં વસતા જંગલવાસી ધાડપાડુઓ એ પ્રજાવર્ગને કનડવા લાગ્યા અને બીજી બાજુએ સિંધમાં આવી વસેલા બર્બર અરબ વારંવાર મેટા હુમલાઓ લાવી લૂંટફાટ અને બાળજાળ કરી દેશની દુર્દશા કરવા લાગ્યા. આ રીતે ભયગ્રસ્ત બનેલ ગૂર્જર પ્રજાવર્ગ કેઈ સુરક્ષિત પ્રદેશ અને સંરક્ષક રાજ્યસત્તાના આશ્રયને ખોળતો હતો. તેવામાં, તેને વનરાજે સ્થાપેલા પ્રજાપાલક રાજ્યની અને અણહિલપુરની ઉપજાઉ ભૂમિની ભાળ લાગી, એટલે ધીમે ધીમે પણ ટોળે ટોળાં એ ગૂર્જરવાસિઓ પિતાનું સર્વસ્વ ઉપાડી અણહિલપુર તરફ આવવા લાગ્યા અને વનરાજની ગાદીની છત્રછાયા નીચે વસવા લાગ્યા. થોડા જ વર્ષોમાં અણુહિલપુર અને તેની આસમતાતને પ્રદેશ ગૂર્જરભૂમિમાંથી આવેલા લોકોથી ઉભરાઈ જવા લાગ્યા, અને એ પ્રદેશનાં જે મૂળ નામો હતાં તે ભુંસાઈ જઈ તેના ઠેકાણે નવા આવેલા લોકોના મૂળ નિવાસસ્થાન ઉપરથી એ પ્રદેશ પણ ગૂર્જરકાની ભૂમિ તરીકે ઓળખાવા લાગ્યો. અણહિલપુર ગૂર્જર રાજધાની તરીકે પંકાવા લાગ્યું અને એના રાજકર્તા ગૂર્જરનરેન્દ્રના ઉપનામે સંબેધાવા લાગ્યા. આ રીતે વનરાજે સ્થાપેલી રાજલક્ષ્મીનાં પુણ્યપ્રતાપે નવીન ગૂજરાતની દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. પ્રાચીન ગૂર્જર ત્રામાંથી જે લોકો આ નવીન ગુજરાતમાં આવીને વસતા હતા, તે કાંઈ આજે મહારાષ્ટ્ર કે મદ્રાસ પ્રાંતમાં જઈ વસતા મારવાડિઓ જેવા બુદ્ધિજડ કે ગૌરવહીન ન હતા. તેઓ ઘણા બુદ્ધિશાળી, પરાક્રમી, ધર્મપ્રેમી, સાહસિક અને ઉદ્યમી હતા. તેમનામાંના અનેકે પિતાના બુદ્ધિબળે નવીન ગુજરાતની રાજનીતિનાં સુવ્યવસ્થિત તંત્રો ગોઠવવા માંડ્યાં, અનેકે શારીરિક પરાક્રમો ગજવી લુટારૂઓ, ધાડપાડુઓ અને બહારના શત્રુઓનાં પગ હેઠાં પાડવા માંડ્યાં, અનેકે પિતાના પવિત્ર ધર્માચરણ દ્વારા અનીતિ અને અધર્મના માર્ગે ચાલનારા લોકોને સન્માર્ગ આણવા માંડયા, અનેકે જલ અને સ્થલના માર્ગે લાંબા પ્રવાસે કરી મોટા સાહસો ખેડી પોતાના વતનમાં લક્ષ્મીને ખેંચી આણવાના ઉપાયો સેવવા માંડ્યા. અને અનેક ખેતી વગેરેની પ્રવૃત્તિમાં સાચી મહેનત ઉઠાવી દેશવાસિઓને આવશ્યક એવી સર્વ અન્ન પાનાદિ વસ્તુઓના ભંડાર ભરવા માંડયા. આમ એ ગૂર્જરવાસિએના સગુણવડે અણહિલપુરનું દઢ રાજતંત્ર ગોઠવાયું અને તેની સત્તા વધવા માંડી. લોકો સદાચારી થઈ સ્વાભિમાની બન્યા અને ધનધાન્ય સુખી થયા. આ રીતે પ્રતિહાર સમ્રાટ વત્સરાજના પડેાસી અને સમસમી વનરાજે ભાવિ સામ્રાજ્યની રચના કરીને તેણે તે પ્રાચીન ગૂર્જરભૂમિનું નામ પડાવી લીધું-કારણ કે તે પછી થોડા જ વર્ષોમાં માત્ર મરુમંડલ તરીકેની એ પ્રદેશની પ્રસિદ્ધિ થઈ રહી. જાબાલિપુરની સર્વોપરિ સત્તા પણ અણહિલપુર ખુંચવી લીધી-કારણ કે તે સમય પછી લગભગ એ પાટણની સત્તાનું જ એ તરફનું એક મુખ્ય ઠાણું ગણાતું રહ્યું.
વત્સરાજ વિષેને સમકાલીન એ જૂનામાં જૂને ઉલ્લેખ, આજ સુધીમાં, શકસંવત ૭૦૫ ને મળેલ હતો અને દૂર કર્ણાટકમાં બેઠેલા એક દિગંબર જૈન આચાર્યનો કરેલો હત; કુવલયમાલામાને ઉલ્લેખ તે કરતાં ૫ વર્ષ વધારે જૂને છે અને તે તેની જ રાજધાનીમાં રહેતા એક શ્વેતાંબર જૈન આચાર્યને કરેલ છે.
Aho! Shrutgyanam