Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 255
________________ * ] जैन साहित्य संशोधक આચાર્યવર્ય શ્રા હેમચંદ્ર પટ્ટશિષ્ય રામચંદ્ર વિરચિત नलविलास नाकट * [ લેખકઃ-અધ્યાપક શ્રીયુત રામનારાયણ વિશ્વનાથ પાઠક ] જૈન ધર્મ જેમ ગૂજરાતને અપ્રતિમ સ્થાપત્યની તથા ચિત્રકલાની અમર કૃતિએ આપી છે તેમ તેને સાહિત્યને ફાળા પણ એછા નથી. જૈનસાહિત્ય, જે કે ઘણુંખરૂં સાંપ્રદાયિક છે, અને સાંપ્રદાયિક પ્રચારને માટે થયેલું છે તે પણ તેણે ભાષાવિકાસમાં જે ફાળે આપ્યા છે તે ઇતિહાસકારે હમેશાં નોંધવા જેવા છે. તે ઉપરાંત જેને શુદ્ધ સાહિત્ય કહીએ તેવું પણ ઘણું આપ્યું છે. ગૂજરાતને ગુજરાતમાં ખેલાતી અપભ્રંશનું પ્રથમ વ્યાકરણ આચાર્ય હેમચન્દ્રે આપેલું છે અને ગૂજરાતે તેને માટે અભિમાન ધરવું જોઇએ. અત્યાર સુધી તેની જોઈ એ તેવી કદર નથી થઈ તે ગૂજરાતને માટે લાંછનપ્રદ છે. વળી કાવ્યસાહિત્યમાં પણ ઘણા ફાળેા આપેલા છે. છંદ રૂ હમણાં બહાર પડેલે આ નાવિલાસ ગ્રન્થ આચાર્ય હેમચન્દ્રના પટ્ટશિષ્ય રામચન્દ્રને રચેલા છે. આ ગ્રન્થ કાઈ સાંપ્રદાયિક પ્રચારને અર્થ નથી લખ્યું; તેમાં એક પણ સાંપ્રદાયિક કટાક્ષ નથી. જૈનધર્મસાહિત્યમાં જે નળનું આખ્યાન આવે છે તેવા આખ્યાન ઉપરથી આ વસ્તુ લીધેલું લાગતું નથી પણ નાટકકારે મૂળ મહાભારતના વસ્તુને અને ત્યાં સુધી આધાર લીધેા છે એમ સ્પષ્ટ જણાય છે. આ ટૂંકા નિબંધમાં નાટકકારે મહાભારતકારના વસ્તુમાં કે ચાલતા આવેલા નલેાપાખ્યાનના વસ્તુમાં શે ફેરફાર કર્યો અને તે કઈ દષ્ટિથી કર્યો તે મુખ્યત્વે જોઈશું અને તેમ કરતાં પ્રસંગવશાત્ તેને પ્રેમાનન્દના નળાખ્યાનના વસ્તુ સાથે પણ સરખાવી જોઈશું. મહાભારતના આખ્યાનમાં દૈવી ચમત્કારેા ઘણા છે. આખા મહાભારતમાં છે તેવા નળાખ્યાનમાં પણ છે. પણ મહાભારતના એ સર્વ ચમત્કારા પણ માનવ ભાવેાને જ વ્યક્ત કરે છે અને કૈંક તે ભાવે વધારે સ્ફુટ અને સુરેખ વ્યક્ત કરવાને જ એ ચમત્કારો મૂકેલા હાય એમ જણાય છે. પ્રેમાનન્દ ચમત્કારેમાં ઉમેરે કરે છે. એ ચમકારા કાંઇ મૂળ ચમત્કારો કરતાં વધારે અસંભિવત એકંદર નથી પણ પ્રેમાનન્દના ચમત્કારાથી મહાભારતનું માનવસ્વભાવનું નિરૂપણ કંઈક વધારે ઝાંખું થયું છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી. પણ આ પ્રસંગ પ્રેમાનન્દના નિરૂપણુ વિશે વિશેષ કહેવાને નથી. રામચન્દ્રના નિરૂપણથી નલનું વસ્તુ વધારે માનવભૂમિકા ઉપર આપેલું છે; તેના નિરૂપણમાં ચમત્કાર લગભગ ચાલ્યેા જાય છે. વાસ્તવિક રીતે કહેતાં મૂળ આખ્યાનમાંથી કાઢી નાંખી શકાય તેટલા ચમત્કાર તેણે કાઢી નાંખેલે છે. આમ કરવાનું એક કારણ, વસ્તુને નાટકને અનુકૂલ કરવું એ પણ છે, હંસની મારફત સંદેશા પહેાંચાડવા, રાજાના પંડમાં કલિપ્રવેશ કરાવવા, પક્ષીએ પાસે વસ્ત્ર ઉપડાવી લેવરાવવું, એ સર્વ નાટકમાં ભજવી બતાવવું અશક્ય છે. અને ભજવવાનું ન હોય તે કથન તરીકે જણાવવાથી નાટકના રસમાં ચમત્કૃતિ આવી શકે તેમ નથી; માટે આપણા નાટકકારે સૂક્ષ્મ વિવેકદૃષ્ટિથી તેને એકદમ છેડી જ દીધાં છે. પણ નળરાજાની શરીરવિકૃતિ મૂળ કથાના રહસ્યભાગ છે, તે વિના ખાડુક આવી શકે નિહ, ગુપ્તવાસ અશક્ય થઈ જાય, અને દમયન્તીના પ્રેમની લેાકેાત્તરતા પણ પ્રગટ કરી શકાય નહિ; માટે તે પ્રસંગ રાખે છે. જો કે તેને પણ, આપણે આગળ જોઈશું તેમ, પેાતાના સમયના મન્તવ્યાને અનુકૂળ કરી માનવ ભૂમિકા પર લાવવા પ્રયત્ન કર્યો છે. હવે આપણે ટૂંકમાં નવિલાસનું વસ્તુ જોઇએ. આ નાટક થોડા સમય પહેલાં ગાયકવાડ એરિએન્ટલ સીરીઝમાં બહાર પડયું છે. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290