________________
૨૮]
जैन साहित्य संशोधक
[ રેવં
૨
અગત્યનું છે. જેનેના સાંપ્રદાયિક ઇતિહાસમાં ચૈત્યવાન વિષેની જે હકીકત ધાએલી મળી આવે છે પણ જેના વિષે કઈ સ્પષ્ટ પ્રમાણુ દષ્ટિગોચર થતું નથી તે માટે આ ઉલ્લેખ ઘણું સૂચક થઈ પડે છે. તેમ જ સાતમા સૈકામાં ગુજરાતમાં જૈન તીર્થો વિદ્યમાન હતા અને તેની યાત્રા દર દરથી જેનો અહિં આવતા હતા એ બાબત પણ આ નેંધ ઉપરથી સ્પષ્ટ થાય છે.
યક્ષદzગણીના એક શિષ્ય વડેશ્વર (વટેશ્વર) હતા જેમણે આગાસવપ (આકાશવપ્ર) નગરમાં જૈન મંદિર બનાવરાવ્યું. આ આગાસવM નગર કયું હતું તેનો નિર્ણય નથી થતો. કદાચિત એ હાલનું વડનગર-જેનું પ્રાચીન નામ આનંદપુર છે-હોય. કારણ કે આગાસવ૫ (સં. આકાશવમ ) ને અર્થ જે નગરને આકાશ એ જ માત્ર વમ એટલે પ્રાકાર-કેટ-કિલ્લો હોય અર્થાત જેની ફરતે કઈ કેટ બાંધેલ ન હોય તે, એવો થાય છે. પ્રાચીન કાળમાં કટ વગરનાં નગરે ભાગ્યે જ થતાં. આનંદપુર આમાંનું જ હતું. એ પુરને ફરતો કિલ્લો પાટણના રાજા કુમારપાલે સં. ૧૨૦૮ માં જ પ્રથમ બંધાવ્યો હતો. એથી હું અનુમાનું છું કે પ્રસ્તુતમાં જણાવેલું આકાશવમ એ આનંદપુર જ હશે.
વડેસરના શિષ્ય તવાચાર્ય નામે થયા. આ તવચાર્યનું બીજું નામ શીલાંક હોય એમ ૧૨ મી ગાથામાં આવેલાં લેષાત્મક વિશેષણ ઉપરથી ભાસે છે. જો એમ હોય તે મેં બીજે ઠેકાણે જણાવ્યું છે તેમ, આ તે જ શીલાંક હોવા સંભવે છે જેમણે આચારાંગ અને સૂત્રકૃતાંગ સૂત્ર ઉપર સંસ્કૃત વ્યાખ્યાઓ લખી છે. કારણ કે એ વ્યાખ્યાકાર શીલાંકનું બીજું નામ તત્ત્વાદિત્ય હતું જે આ તવાચાર્ય સાથે સરખાવી શકાય છે. પણ આચારાંગ સૂત્રની ટીકામાં આપેલા, રચનાસંવતને જ્યાં સુધી સ્પષ્ટ નિર્ણય ન થાય ત્યાં સુધી આ વિચારની ચક્કસાઈ થઈ શકે તેમ નથી.
૧૪ અને ૧૫ મી ગાથામાં, કથાકારે પોતાના બે વિદ્યાગુરુઓનો ઉલ્લેખ કર્યો છે. એમાંના વીરભદે જાબલિપુરમાં વૃષભજિન-પ્રથમ તીર્થંકરનું મંદિર બંધાવરાવ્યું હતું એમ ૧૯ મી ગાથાના ઉલ્લેખ પરથી જણાય છે. એમની પાસે ઉઘાતનસૂરિએ જેન સિદ્ધાન્તને અભ્યાસ કર્યો હતો. બીજા ગુરુ હરિભદ્ર પાસે તેમણે યુક્તિશાસ્ત્રોને એટલે ન્યાયના સિદ્ધાન્તને અભ્યાસ કર્યો હતો. આથી જણાય છે કે ઉદ્યતનસૂરિને ઘણું સમર્થ ગુરુઓના શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
૧૬ મી ૧૭મી ગાથામાં કથાકારે પોતાના કુળ અને પિતા-પ્રપિતાને ઉલ્લેખ કર્યો છે. એ ઉલ્લેખ પ્રમાણે એમના પ્રપિતાનું નામ ઉદ્યતન હતું અને તે વંશે ક્ષત્રિય હેઈ મહાદુવારના પરિભક્તા હતા. આ મહાદુવાર ક્યાં આવેલું હતું તેને પત્તો લાગી શક્યો નથી. એ ઉઘાતનના પુત્ર વડેસર, જેમનું બીજું નામ કદાચિત સંપ્રતિ (?) હોય, અને તેના પુત્ર થાકાર ઉઘાતન પિત. પ્રપિતા અને પૌત્રના જે એક જ નામ છે તે, તે કાળની ક્ષત્રિયોની નામકરણની રીતનું જ સમર્થન કરે છે. તે વખતના ઘણા લેખમાં ત્રીજી-ચોથી પેઢીએ એનું એ જ નામ વાપરેલું જોવામાં આવે છે. જેન આચાર્યોની પટ્ટપરંપરામાં પણ ઘણી જગ્યાએ આ રીતે સ્વીકારેલી નજરે પડે છે,
૧૮ થી ૨૦ મી ગાથામાં કયા સ્થળે રહીને ઉદ્યોતનસુરિએ એ કથા રચી તે જણાવ્યું છે. એમાં જણાવેલું વાવાઢિપુર તે હાલનું જાલોર અગર ઝાલોર છે જે જોધપુર રાજ્યના દક્ષિણભાગનું એક જીલ્લાનું મુખ્ય સ્થાન છે. કાન્હડદે પ્રબંધ અને બીજી વાર્તાઓથી આપણું સાહિત્યમાં એ સ્થાન સુપરિચત થએલું છે. ભિનમાલ ભાંગ્યા પછી એ તરફના પ્રદેશનું સુરક્ષિત સ્થાન જાબાલિપુર મનાયું હતું અને તેથી અલાઉદ્દીનના જમાના સુધી મભૂમિની એક રાજધાની થવાનું એને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ પુરની પાસે કિલ્લાને યોગ્ય એવો દગમ અને ઉન્નત પર્વત આવેલો છે જેનું નામ સવર્ણગિરિ છે. અણહિલ પુરના ચાલુક્યોના રાજ્ય દરમિયાન ગૂજરાતના સામ્રાજ્યના ઉત્તરભાગને એ એક મુખ્ય અને ઘણું મહત્ત્વનું ઠાણું હતું.
Aho! Shrutgyanam