________________
અંજ ૨]
कुवलयमाला
[ ૧૮૭
• ઉદ્યોતનસૂરિએ પિતાની કથા પૂરી કરી તે વખતે ત્યાં વત્સરાજ નામે રાજા રાજ્ય કરતે હતે. ગ્રંથકર્તાએ એ રાજાના વંશ વગેરેનું કશું સૂચન નથી કર્યું પણ બીજી બીજાં સાધને ઉપરથી આપણે એનો નિર્ણય સારી પેઠે કરી શકીએ તેમ છીએ. વત્સરાજના માટે વાપરેલા પરભટ-ભ્રકુટિભંજક અને નરહસ્તી જેવાં વિશેષણો પરથી કૂખું જણાય છે કે એ રાજા મેટ બલવાન અને પ્રતાપી હતી. ભારતના તત્કાલીન ઈતિહાસનું અવલોકન કરતાં, તેમાં આપણને એવા એક પ્રતાપી વત્સરાજનું નામ આગળ પડતું જ મળી આવે છે જે પ્રતિહારવંશને મહાન સમ્રાટ હતો. એ વંશનો પ્રથમ અભ્યદય પ્રાચીન ગૂર્જરભૂમિમાં જ થયો હતો પણ પાછળથી એ પિતાના પ્રબળ પરાક્રમે ઉત્તરભારતના કાન્યકુજના પ્રભાવશાળી સામ્રાજ્યનો સ્વામી બન્યો હતો. કાન્યકુજના સામ્રાજ્યાધિપતિ બનવા છતાં પણ તત્કાલીન ભારતીય રાષ્ટ્રમાં એ વંશ પિતાની મૂળ જન્મભૂમિ રે ગૂર્જર હતી તેના નામે જ એટલે કે ગૂર્જરરાજના નામે જ અનેક વર્ષો સુધી ઓળખાતો રહ્યો હતે. એવા એ પરાક્રમી ગૂર્જર રાજવંશનો. વિશેષ પ્રભાવ વધારનાર, ઘણું કરીને, સમ્રાટ વત્સરાજ જ હતો અને એથી એના વિષેનો કુવલયમાલાને આ ઉલ્લેખ એક અગત્યની નોંધ જેવો થઈ પડશે.
પુરાતત્ત્વવેત્તાઓના મંડલમાં આ પ્રતિહારવંશ ઘણે ચર્ચાનો વિષય થઈ પડ્યો છે. આપણા સમર્થ ગૂજરાતી પુરાવિદ્ ૉ. ભગવાનલાલ ઈન્દ્રજીએ સૌથી પ્રથમ એ વિચાર પ્રકટ કર્યો હતો કે ગૂર્જર લોકો જેમના વસવાટને લઇને આ દેશનું નામ ગૂર્જર પડયું-તેઓ મૂળે વિદેશી હતા અને શક, દ્રણ જેવા જ આતરવંશી હતા. એ વિચારને પાછળથી મી. જેકસન, શ્રીદેવદત્ત રા. ભાંડારકર અને સર વિન્સેન્ટ એ. રમીથ વગેરેએ સારી પેઠે સમર્થિત કર્યો અને એ બધા સમર્થનના પરિણામે એ તારણ નીકળ્યું કે ભિનમાલમાં ઉદ્ભવેલો અને કેનેજમાં ઉત્કર્ષના શિખરે પહોંચેલો ગૂર્જર-પ્રતિહાર-વંશ એ અસલના ગૂર્જરના પ્રતિનિધિરૂપે હતો અને તે ઘણું શીઘ્રતાથી હિંદુધર્મમાં ભળી જઈ ક્ષત્રિના વર્ગમાં દાખલ થયા હતા. મહારાષ્ટ્રના વિદ્વાન શ્રી ચિંતામણી વિ. વૈદ્ય અને રાજપૂતાનાના અદ્વિતીય ઈતિહાસ પં. શ્રી ગૌરીશંકર હી. ઓઝા વગેરે વિદ્વાને એ વિચારને પ્રબળ વિરોધ કરે છે અને પ્રતિહારવંશ એ ગૂર્જર કેના પ્રતિનિધિરૂપે નહિં પણ અસલ આર્યાવર્તવાસી ક્ષત્રિના જ એક વિભાગ રૂપે છે એમ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. આપણને અહિં એ ચર્ચામાં ઉતારવાનું કારણ નથી. આપણે તે અહિં ફક્ત એ વંશના ઉત્કર્ષક સમ્રાટ્ વત્સરાજને જ થોડોક પરિચય મેળવી લઈએ એટલે કુવલયમાલાના એના વિષેના ઉલ્લેખની સાર્થકતા સમજાઇ જાય.
| સદગત પુરાવિદ્દ વિન્સેન્ટ એ. સ્મીથે લંડનની તૈયલ એશિયાટિક સોસાયટીના જર્નલના સને ૧૯૦૯ ના અંક ૧-૨ માં આ વંશ વિષેની મળી આવતી સઘળી સામગ્રીનો ઉપયોગ કરી “રાજપૂતાના અને કનોજના ગુજર’ એ મથાળા નીચે એક ઘણે વિદ્વત્તાભરેલો લેખ લખ્યો છે. એમાં વસરાજ વિષેની પણ સમગ્ર ચર્ચા કરી છે. એ ચર્ચાના આધારે શ્રી ચિંતામણિ વિ. વૈદ્ય પિતાના “મગ્ર સftન માત્ર મા ૨ નામના મરાઠી ગ્રંથમાં શ્રી ગૌરીશંકર હી. ઓઝાએ પિતાના “રજ્ઞપૂતાને તિહાસ મા ૧” હિન્દી ગ્રંથમાં અને શ્રીરાખાલદાસ બેનર્જીએ “બાંગલાર ઇતિહાસ પ્રથમ ભાગ’ નામના પોતાના બંગાલી પુસ્તકમાં પણ યોગ્ય માહિતી આપી છે.
વત્સરાજ વિષે જૂનામાં જૂનો ઉલ્લેખ જે, અદ્યાવધિ, મળી આવ્યા છે તે શક સંવત ૭૦૫ને એટલે કે આપણી આ કુવલયમાલામાંના ઉલ્લેખ પછી પ વર્ષ બાદ લખાએલો છે. એ ઉલ્લેખ નૈનરિશિપુરાનના કર્તા જિનસેન આચાર્યને કરે છે. શક સંવત્સર ૭૦૫ માં જ્યારે એ આચાર્ય પોતાનો
Aho! Shrutgyanam