________________
૧૭ ]
जैन साहित्य संशोधक
[खंड ३
ગ્રંથકારની કરેલી એ કથાની જે હસ્તલિખિત પ્રતિઓ કેટલાક ગ્રંથ ભંડારમાં મળી આવે છે તેમાં સિહર્ષિની કરેલી એકે જણાતી નથી.” (પૃ. ૧૨, કલકત્તા આવૃત્તિ)
આથી મૂળગ્રંથ જોવાની જીજ્ઞાસા વધારે ઉત્કટ થઈ. પૂનાના રાજકીય સંગ્રહમાં પણ કોઈ કુવલયમાલાની પ્રતિ છે એમ જાણ થતાં, વડોદરાની સંટ્રલ લાયબ્રેરીવાળા સદ્ગત સાક્ષર શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ મારફત તે પ્રતિ મંગાવવામાં આવી. જોતાંની સાથે જ જણાયું કે એ જ અસલ ઉદ્યોતનસૂરિની કુવલયમાલા છે. આદિ-અંત ભાગ તપાસતાં તેમાંથી પ્રશસ્તિ વગેરે પણ મળી આવી, રાની સાલ પણ મળી આવી, કર્તાની ગુરુપરંપરા પણ જડી આવી, હરિભદ્રસૂરિના વિષેને ઉલ્લેખ પણ ઉપલબ્ધ થયો. અને તેમાંથી સમરાદિત્ય ચરિત્રની પ્રશંસા પણ અવગત થઈ. એ ઉપરથી એટલે નિશ્ચય તો તે વખતે જ થયો કે સમરાદિત્યના કર્તા પ્રસિદ્ધ હરિભદ્રસૂરિ સિદ્ધર્ષિના સમકાલીન ૧૦ મા સકામાં તો નથી જ થયા. તેઓ કુવલયમાલાની રચના સાલ જે શક સંવત ૭૦૦ (વિક્રમ ૮૩૫ અને ઈ.સ. ૭૭૯) છે તે પૂર્વ કોઈ પણ વખતે થયા હોવા જોઈએ. પૂર્વ એટલે કયારે તેને નિર્ણય તે વખતે કરી શકાયો નહોતો. તે વિચાર પાછળથી છુટ થયો હતો. જ્યારે પૂનાની પ્રથમ પ્રાચ્યવિદ્યા વિદ્યુત્પરિષદ ભરાણી ત્યારે. એ પરિષદમાં વાંચવા માટે મેં “હરિભદ્રને સમય નિર્ણય” એ જ વિષયને નિબંધ લખવો પસંદ કર્યો. કારણ કે ત્યાં હરિભદ્રના અને બીજા ઘણા ગ્રંથને વિશાલ સંગ્રહ સન્નિકટ હતે.
હરિભદ્રના એ સમય નિર્ણાયક નિબંધના આલેખન વખતે કુવલયમાલાનું સાંગોપાંગ નિરીક્ષણ કરવાનો અવસર મળ્યો. અને તેથી એની રચના. શૈલી, ભાષા. અને તત્કાલીન ઐતિહ્ય પરિસ્થિતિ વગેરે અનેક દૃષ્ટિએ એમાં સમાએલી સામગ્રી તરફ મારું લક્ષ ખેંચાયું. એ નિબંધમાં જ મેં એક ખાસ ટિપ્પણી લખી, એના વિષયમાં આ પ્રમાણે લખ્યું હતું કે –
આ કથા પ્રાકૃત સાહિત્યમાં એક અમૂલ્ય રત્ન સમાન છે. ખેદની બાબત એ છે કે આવા ઉત્તમ અને મહત્વના ગ્રંથતરફ આજસુધી કઈ શોધક વિદ્વાનની દૃષ્ટિ ગઈ નથી. આની એક હસ્તલિખિત પ્રતિ ડેક્કન કૉલેજમાં સુરક્ષિત મુંબઈ સરકારના સુપ્રસિદ્ધ ગ્રંથસંગ્રહમાં સંગ્રહાએલી છે. આ કથા સંપૂના રંગની છે. આની રચનાશલી બાણની કાદંબરી કે ત્રિવિક્રમ કવિની દમયંતી કથા જેવી છે. કાવ્યચમત્કૃત્તિ ઉત્તમ પ્રકારની અને ભાષા ઘણી જ મનોરમ છે. પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ માટે તે આ એક અનુપમ ગ્રંથ છે. એ કથામાં કવિએ કૌતુક અને વિનેદને વશીભૂત થઈ મુખ્ય પ્રાકૃતભાષા સિવાય અપભ્રંશ અને પૈશાચી ભાષામાં પણ કેટલાંક વર્ણને કરેલાં છે જેમની ઉપગિતા ભાષાશાસ્ત્રીઓની દષ્ટિએ ઘણી જ વધુ છે. અપભ્રંશ ભાષામાં લખેલાં આટલાં જૂનાં વર્ણને અદ્યાવધિ બીજે ક્યાંયે પ્રાપ્ત થયાં નથી. તેથી એ દૃષ્ટિએ વિદ્વાને માટે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. આ કથાને વિસ્તૃત પરિચય અમે એક સ્વતંત્ર લેખવડે આપવાનો વિચાર રાખીએ છીએ.” (જુઓ, જૈન સાહિત્ય સંશોધક, પ્રથમ ખંડ-પ્રથમ અંક, પૃષ્ઠ ૪૩).
લગભગ ૧૦ વર્ષ ઉપર કરી રાખેલા એ વિચારને વ્યવહારમાં મૂકવાને આજે યોગ આવ્યો છે. કથાકર્તા ઉદ્યોતનસૂરિને પરિચય
ઉદ્યતનસૂરિએ પિતાની ગુરુપરંપરા તથા કથારચનાનાં સમય અને સ્થળ ઇત્યાદિને સારો પરિચય પતે જ કથાના અંતભાગમાં ઠીક વિગતપૂર્વક આપેલો છે જે ઇતિહાસની દૃષ્ટિએ ઘણો જ મહત્ત્વને ગર્ણય. આપણું દેશના પ્રાચીન ગ્રંથકારમાંથી આ રીતને પિતાને પરિચય ઘણા જ ડા
એ આપ્યો છે અને તેથી આપણા સાહિત્યના ઇતિહાસની સાંકળો, ઘણા ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ બરાબર બંધબેસતી થતી નથી. જે જમાનાના સેંકડો ગ્રંથકર્તાએ પિતાની અમરકતિઓને અંતે
Aho! Shrutgyanam