________________
૨ ]
कुवलयमाला
[ ૮૨
યવનચંગનું પે--તા છે એમ લખે છે.૨૭ એ સ્થાન નિર્ણય ગમે તેમ થાય પણ કુવલયમાલાના ઉલ્લેખ ઉપરથી આપણે એટલું તે જાણી શક્યા છીએ કે તેરમાણુની રાજધાની પડ્યા કરીને હતી અને તે પંજાબમાંની ચંદ્રભાગા નદીને તીરે વસેલી હતી.
જૈનધર્મના ઇતિહાસની દૃષ્ટિએ તેા તેારમાતી આ નોંધ યુગાન્તર સૂચવનારી ગણાય. ગુપ્ત સમયમાં જૈનધર્મની શી સ્થિતિ હતી તે જાણવાનું કશું સાધન હજી પ્રકાશમાં આવ્યું નથી. ભારતના એ સુવર્ણયુગમાં જૈનધર્મ કેવા જીવને જીવતેા હતેા તેની કલ્પના કરવા પુરતુંયે કાઇ સામયિક પ્રમાણ દૃષ્ટિગોચર થતું નથી. જૈનધર્મના એ અંધકારાચ્છન્ન ઈતિહાસ ઉપર પ્રસ્તુત નોંધ એક ઝીણું પણ તીક્ષ્ણ કિરણ ફૂંકે છે અને તેના સ્વરૂપની કાંઇક ઝાંખી આપણને કરાવે છે. તેારમાણુ જેવા વિદેશી અને વિજયી સમ્રાટ્ના એક જૈનાચાર્ય ગુરુ હોય એ જૈનધર્મના ઇતિહાસ માટે બહુ સૂચક બાબત મનાય. એ ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ કે, ગુપ્તસમયમાંયે જૈનસાધુએ રાજગુરુ થવા જેટલા ગૌરવવાળા થતા હતા. તેારમાણુના જે ગુરુ હિરગુપ્ત આચાર્ય છે તે ઘણા પ્રભાવશાળી વ્યક્તિ જણાય છે. કારણ કે તેમને ગુપ્તવંશી કથા છે. ગુપ્તવંશી રાજાએ સામાન્યરીતે વિષ્ણુના ઉપાસક હતા; પણ તેમાંના કેટલાકે બૌદ્ધધર્મ પ્રતે પણ વિશિષ્ટ સદ્ભાવ બતાવ્યા હતેા. ફાહીયાન અને યવનચંગના પ્રવાસવૃત્તાંતે ઉપરથી તેમ જ તત્કાલીન પ્રશસ્તિલેખા ઉપરથી આ બાબતની વિગતે જાણી શકાઇ છે. પરંતુ જૈનધર્મ તરફ તે રાજાઓનું કેવું વલણ રહેતું હતું તેની કશી નોંધ બહાર આવી નથી. એ દૃષ્ટિએ પ્રસ્તુત નોંધ એક મહત્ત્વના ઉલ્લેખ યાગ્ય ગણાય. આચાર્ય હરિગુપ્તને જે ગુપ્તવંશી તરીકે ઉલ્લેખ્યા છે, તેને સ્પષ્ટભાવ જાણવા માટે તે કાઇ પ્રમાણાંતર આપણી પાસે નથી કે જેથી એનેા ખુલાસા કરી શકીએ કે હિરગુપ્તસરના જે ગુપ્તવંશમાં જન્મ થએલે! તે કાઇ રાજવંશ હતા કે સામાન્યવંશ હતા. પણ જૈન સાધુની જે એક સદાની એવી પહિત ચાલી આવે છે, કે કેાઇ વિશિષ્ટ કુલ અગર વંશમાં જન્મેલે પુરુષ જૈન દીક્ષા લે છે તે તેના તે કુળ-વંશને તે બહુ કાળજીપૂર્વક તાંધી રાખે છે અને બીજા સામાન્યજનને ધર્મોપદેશ કરતી વખતે, પેાતાના ધર્મ અને સંપ્રદાયના ગૌરવનર્દેશની ખાતર, તેના યથાયેાગ્ય ઉપયેગ કરતા રહે છે. આ ઉપરથી જો આવું અનુમાન કરાય કે, લગભગ ત્રણ સૈકા પછી થએલા ઉદ્યોતનસર પેાતાની સાતમી પેઢીએ થયેલા પૂર્વજના કુળની જે ખાસ નોંધ કરે છે તે કુળ અવશ્ય મહત્ત્વ ધરાવનારું હોવું જોઇએ તે! તે અનુમાન ઉપેક્ષણીય તેા ન જ કહેવાય. તેમ જ તેારમાણુ જેવા બલવાન્ સમ્રાટ્ જેને ગુરુ તરીકે માન આપે તે વ્યક્તિ કુળશીલ આદિએ બહુ જ ધ્યાન ખેંચે તેવી ન હોય તો તેવા યાગ અનવે સુસંભિવત નથી. ગુપ્તવંશમાંના રાજપુરુષો જેવી પ્રધાન વ્યક્તિ પણ જૈન મુનેિદીક્ષાને સ્વીકાર કરે એ વાત જરા અશ્રુતપૂર્વ જેવી લાગે છે ખરી પણ તે અસંભિવત નથી એમ કહેવાને માટે બીજાં પણ એક પ્રમાણ આપણને એ જ કુવલયમાલામાંથી મળે છે. આપણે આગળ જોઇશું કે પ્રસ્તાવનાના ભાગમાં જ્યાં પૂર્વકવિઓની પ્રશંસા કરેલી છે તેમાં એક દેવગુપ્ત નામના કવિની પણ સ્તુતિ છે. એ દેવગુપ્તને ગુપ્તવંશના રાજર્ષિ' (હંમે મુત્તળ રારી) કહીને સંમેાધ્યા છે. રાજય પદ્માને લગાડવામાં આવે છે એ આપણે જાણીએ જ છીએ. તેથી એમ કહી શકીએ છીએ કે એ દેવગુપ્ત અવશ્ય ગુપ્તવંશમાંના કોઇ રાજપુરુષ છે. એમના વિષયમાં અન્ય કાઈ વિશેષ સૂચન એ સ્તુતિમાંથી મળતું નથી. માત્ર એ ત્રિપુરુષ ચિરત્રના કર્તા છે એટલું જ વધારે કહેવામાં આવ્યું છે. પણ, આચાર્ય હરિગુપ્તના શિષ્ય જે દેવગુપ્ત છે તે જ તે હોય તેમ મને લાગે છે. કારણ કે આપણે ઉપર જોઇ ગયા તેમ ઉદ્યોતનસૂરિએ હરિશુશિષ્ય દેવગુપ્તને મહાકિવ' કથા છે. એ ‘ મહાકવિ’ વિશેષણ અવશ્ય સાભિપ્રાયવાળું હોવું જોએ. તેથી એ બંને
"
Aho! Shrutgyanam