________________
जैन साहित्य संशोधक
[खंड ३
ઘેટાળામાં પડી જાય છે કે આ હેતુથી સાધ્ય ક્યાં સિદ્ધ કરવું. તેમ જ પક્ષને પ્રયોગ ન કરવામાં આવે તે જે પ્રતિવાદી વાદીના ઇષ્ટ પક્ષવિષે અજ્ઞાન હોય તેને હેતુ વિષે વિરુદ્ધ દષની શંકા થાય અર્થાત વાદીએ ભલેને સદહતનો પ્રયોગ કર્યો હોય છતાં અજ્ઞપ્રતિવાદી પક્ષને અભાવે વાદી પ્રયુક્ત હેતને વિપક્ષમાં વર્તમાન ધારી તેના ઉપર વિરુદ્ધ દેષની આશંકા કરે. માટે પક્ષભાન વિનાના પ્રતિવાદીની અપેક્ષાએ પક્ષના પ્રયોગ આવશ્યક છે જ.
પ્ર. પક્ષને અભાવે જ સહેતુ વિષે વિરુદ્ધ દેશની આશંકા થાક એ તે કેમ?
ઉ. બાણાવળાની જેમ. કેઈ બાણાવળી લક્ષ્ય વીંધવામાં અર્જુન જેવો કુશળ હોય, પણ બાણ ફેંકતી વખતે તે કાંઇ નિશાન જ ન બાંધે, એમને એમ બાણ ચલાવ્યે જાય. ત્યાં કે તટસ્થ પ્રેક્ષક બેસી એ બાણાવળીના ગુણદોષની પરીક્ષા કરતો હોય, એ પ્રસંગે એ બાણાવળી ગમે તેટલો લક્ષ્યભેદવામાં કુશળ હોય, છતાં તેની કુશળતાને ગુણ પ્રેક્ષકની નજરે ગુટીરૂપે જણાવાને પણ સંભવ છે. તેમ જ બાણાવળીની ખામી હોય તો તે ગુણરૂપે પણ જણાવાનો સંભવ છે. એ પ્રમાણે નિષ્ણાતવાદીએ જો કે સદહતને જ પ્રયોગ કર્યો હોય અને તે સાધ્ય સિદ્ધ કરવામાં સમર્થ પણ હોય; છતાં પક્ષનો પ્રયોગ કરેલ ન હોય, તો પ્રતિવાદી હેતના સ્થળ વિષે અજ્ઞાન હોવાથી એવી શંકા કરે કે આ હેતુ તે વિપક્ષગામી છે. આ પ્રમાણે સમ્ય હેતુ પણ પ્રતિવાદીની દષ્ટિમાં અસમ્યમ્ રૂપે જણાવો સંભવ છે. હેતુ પ્રેગની લી–
हेतोस्तथोपपत्त्या च स्यात् प्रयोगोऽन्यथापि वा ।
द्विविधोऽन्यतरेणापि साध्यसिद्धिर्भवेदिति ॥१७॥ તપત્તિ વડે અને અન્યાયપત્તિ વડે એમ બે પ્રકારે હેતુને પ્રયોગ થાય છે. પણ બેમાંથી કેઈ એક પ્રકારના પ્રયોગ વડે પણ સાધ્યની પ્રતીતિ થાય છે.
પ્ર. વાર્થનુમાન અને પરાર્થનુમાનમાં હેતુના સ્વરૂપ પર કાંઈ ફેર છે ? ઉ. નહિ. બન્નેમાં હેતનું સ્વરૂપ એક જ છે. અને તે એ કે સાધ્યના અભાવમાં નિયમથી ન રહેવું તે. પ્ર. ત્યારે હેતુ પ્રયોગની શૈલી શું બન્ને અનુમાને માટે છે?
ઉ. નહિ. સ્વાર્થનુમાન તે જ્ઞાનરૂપ હોઈ તેમાં શબ્દપ્રયોગને અવકાશ જ નથી; પણ પરાર્થનુમાનમાં શ્રોતાને સાધ્યની પ્રતીતિ કરાવવા વક્તાને વાક્યો ઉચ્ચારવાં પડે છે તેથી વાક્યરચનાવાળા પરાર્થાનમાનમાં જ હેતુપ્રયોગની શૈલીને વિચાર કરી શકાય.
પ્ર. પ્રયોગની શૈલીના બે પ્રકાર તથા૫પત્તિ અને અન્યપત્તિ એટલે શું ?
ઉ. તથા એટલે સાધ્યનું અસ્તિત્વ હોય તો જ ઉપપત્તિ એટલે હેતુનું ઘટવાપણું અને અન્યથા એટલે સાધ્ય ન હોય ત્યારે અનુપપત્તિ એટલે હેતુનું ન ઘટવાપણું.
પ્ર. શું આ બે પ્રયોગમાં કાંઈ અર્થભેદ પણ છે?
ઉ. નહિ. હેતુના અવિનાભાવ રૂપ એક જ સ્વરૂપને પ્રગટ કરનારા આ બે શબ્દો જ ફક્ત જુદા જુદા છે. પહેલા પ્રયોગમાં એ સ્વરૂપ વિધિરૂપે અને બીજામાં નિષેધરૂપે કહેવાય છે. જેમ “ વિચારવાનને સંપત્તિ વરે છે ' એ કથન અને “વિચારહીનને વિપત્તિ વરે છે ? એ કથનમાં એક જ ભાવની વિધિનિષેધ૩૫ બે બાજીની સુચક માત્ર શબ્દરચના ભિન્ન છે. જેમ “ પર્વત અગ્નિવાળો હોવો જોઈએકારણ કે અગ્નિ હોય તે જ ધૂમનું અસ્તિત્વ બંધ બેસે ' એ કથન, અને “પર્વત અગ્નિવાળો હોવો જોઈએ; કારણ કે.
Aho! Shrutgyanam