________________
સંવ
!
न्यायावतारं सूत्र
[
હેત્વાભાસનું સ્વરૂપ
अन्यथाऽनुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् ।
तदप्रतीतिसन्देहे विपर्यासैस्तदाभता ॥ २२ ॥ અન્યથાઅનુપપન્નપણે એવું હેતુનું લક્ષણ કહેવામાં આવ્યું છે. તેની અપ્રતીતિ, સંદેહ અને વિપર્યાસને લીધે હેત્વાભાસપણું મનાય છે.
પ્ર. અન્યથાઅનુપપપણું એટલે શું? ઉ. સાધ્ય ન હોય ત્યાં ન જ રહેવું તે. છે. એને હેતુના લક્ષણ તરીકે કયાં કહેવામાં આવ્યું છે ? ઉ. સ્વાર્થનુમાનની વ્યાખ્યાપ્રસંગે-પાંચમા લોકમાં. પ્ર. હેતુ હેત્વાભાસ કઈ રીતે બને છે?
ઉ. અન્યથાનુપપત્તિરૂપ લક્ષણની કાં તે પ્રતીતિ ન હોય, કાં તે સંદેહ હય, અને કાં તે વિપર્યા હોય ત્યારે, હેત્વાભાસના ભેદો અને તેના નામનું કથન–
___ असिद्धस्त्वप्रतीतो यो योऽन्यथैवोपपद्यते । . विरुद्धो योऽन्यथाप्यत्र युक्तोऽनैकान्तिकः स तु ॥ २३ ॥
જે અપ્રતીત હોય તે અસિદ્ધ, જે અન્યથા જ અર્થાત્ વિપક્ષમાં જ ઘટે તે વિરૂદ્ધ, જે વિપક્ષમાં પણ (પણ શબ્દથી પક્ષમાંયે) ઘટે તે તે અનૈકાન્તિક.
પ્ર. અસિદ્ધ, વિરુદ્ધ, અનૈતિક એ ત્રણેનું વિશેષ સ્પષ્ટીકરણ શું?
ઉ. જે હેતુનું સ્વરૂપ નિશ્ચિત ન હોય તે પહેલો અસદ્ધ હેત્વાભાસ, જે માત્ર વિપક્ષમાં જ રહે તે બીજે વિરુદ્ધ હેત્વાભાસ, અને જે પક્ષ તથા સપક્ષ બન્નેમાં શંકિત હોય અગર રહે તે અનેકાંતિક નામનો ત્રીજો હેવાભાસ. બે કેમાં અનુક્રમે સાધચ્ચે અને વૈધન્ય દષ્ટાન્તાભાસે–
साधयेणात्रदृष्टान्तदोषा न्यायविदीरिताः ।
- अपलक्षणहेत्तूत्थाः साध्यादिविकलादयः ॥ २४ ॥ અહિં ન્યાયવિદેએ સાધર્યદષ્ટાંત દેશે વર્ણવેલા છે જે લક્ષણહીન હેતુ-હેત્વાભાસથી ઉત્પન્ન થાય છે અને સાધ્ય વગેરેથી વિકળ આદિ રૂપ છે.
वैधयेणात्र दृष्टान्तदोषा न्यायविदारिताः ।
साध्यसाधनयुग्मानामनिवृत्तेश्च संशयात् ॥ २५ ॥ અહિં ન્યાયવિદોએ વધર્મેદાન્ત વર્ણવેલા છે જે સાધુ, સાધન અને એ ઉભયની અનિવૃત્તિ અને સંશયથી બને છે.
પ્ર. સાધ્યાદિથી વિકલાદિ રૂપ એટલે શું?
ઉ. જે દષ્ટાન્ત સાધ્ય રહિત હોય તે માધ્યવિકલ, જે સાધન રહિત હોય તે સાધનવિકલ, અને જે એ બન્નેથી રહિત હોય તે ઉભયવિકલ. તેમ જ જેમાં સામ્ય સંદિગ્ધ હોય તે સંદિગ્ધસાધર્મ, જેમાં સાધન સંદિગ્ધ હોય તે. સંધિસાધનધર્મ, અને જેમાં બંને સંદિગ્ધ હોય તે સંદર્યધર્મ. આ રીતે છ દષ્ટાંત-દેષ અર્થાત દૂષિત દૃષ્ટા -દાન્તાભાસે છે.
Aho! Shrutgyanam