________________
अंक १]
न्यायावतार सूत्र
[ ૨૪૩
વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય-વિધેયના વિભાગપૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયને વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જૂદી જૂદી હોવાથી પ્રમાણ અને નયમાં તેના વિષયભેદ સ્પષ્ટ છે. પ્ર. પ્રમાણુની પેઠે નય પણ જો જ્ઞાન જ હોય ા એમાં તફાવત શે ?
ઉ. ક્રિયાની મદદથી કે મદદ સિવાય જ ઉત્પન્ન થએલું જ્ઞાન જ્યારે કઇ વસ્તુને યથાર્થપણે પ્રકાશિત કરે છે ત્યારે તે પ્રમાણુ કહેવાય છે અને પ્રમાણુદ્વારા પ્રકાશિત થએલી વસ્તુને શબ્દદ્રારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચારક્રિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે જ્ઞાનક્રિયા તે નય અને એને પુરાગામી ચેતના-વ્યાપાર તે પ્રમાણ. આ ઉપરાંત નય અને પ્રમાણનું અંતર એક એ છે કે નયજ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશરૂપે છે અને પ્રમાણજ્ઞાન તે નયજ્ઞાનના ઐશી કે સમૂહરૂપે છે. કારણ કે પ્રમાણુ વ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાએ પ્રકટે છે.
પ્ર. પ્રમાણુ અને નયશબ્દની વ્યુત્પત્તિ બતાવી તેને અર્થભેદ જ કરો.
ઉ. પ્ર+માન=( જે જ્ઞાન વડે પ્ર-અબ્રાંતપણે વસ્તુનું જ્ઞાન-પ્રકાશન ( નિર્ણય ) થાય તે ) પ્રમાણ. ની+=( ની-પ્રમાદ્રારા જાણેલી વસ્તુને ખીજાતી અર્થાત્ શ્રોતાની બુદ્ધિમાં પહેોંચાડવાની ક્રિયા. અ-કરનાર વક્તાને માનસિક વ્યાપાર તે ) નય.
પ્ર. જૈન ન્યાયગ્રન્થાની જેમ જૈનેતર ન્યાય ગ્રન્થેામાં નય વિષે મીમાંસા છે કે નહિં ?
ઉ. નથી. જો કે જૈન અને જૈનેતર બન્નેના તર્કગ્રન્થેામાં પ્રમાણુની મીમાંસા છે છતાં નયને પ્રમાણથી છૂટા પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તે માત્ર જૈનેએ જ કરેલી છે.
નય અને સ્યાદ્વાદ વચ્ચેને સબંધ તથા બન્નેનું અંતરनयानामेकनिष्ठानां प्रवृत्तेः श्रुतवर्त्मनि ।
सम्पूर्णार्थविनिवायि स्याद्वादश्रुतमुच्यते ॥ ३० ॥
એકનિષ્ઠ- એક એક ધર્મને ગ્રહણ કરવામાં લીન એવા નયેાની પ્રવૃત્તિ શ્રુતિમાર્ગમાં હાવાથી સંપૂર્ણ વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે તે સ્યાદ્વાદશ્રુત કહેવાય.
પ્ર શ્રુત એટલે શું?
ઉ. આગમજ્ઞાન તે શ્રુત.
પ્ર. શું બધું શ્રુત એક જ જાતનું છે કે તેમાં જાણવા જેવે! ખાસ ભેદ છે ? ઉ. ભેદ છે. પ્ર. તે કયા?
અને
ઉ. શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય એક તે અંશગ્રાહી–વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર; જે સમગ્રગ્રાહી-વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અંશગ્રાહીતે નયશ્રુત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશ્રુત. આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કાઇ એક તત્ત્વનું પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આખા વિચાર તે તે તત્ત્વ પૂરતું સ્યાદ્વાદશ્રુત; અને તેમાંના તે તત્ત્વને લગતા જુદા જુદા અંશે! ઉપરના ખંડ વિચારે તે પ્રત્યેક નયશ્રુત. આ વિચારે એક એક છૂટા છૂટા લઇએ ત્યારે નયશ્રુત અને તે બધાનું પ્રસ્તુત તત્ત્વપરત્વે એકીકરણ તે સ્યાદ્વાદશ્રુત. કાઇ એક તત્ત્વપરત્વે નય અને સ્યાદ્વાદશ્રુતના જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય.
પ્ર. દાખલેા આપી સમજાવે.
ઉ. સમગ્ર ચિકિત્સાશાસ્ત્ર એ આરેાગ્ય તત્ત્વનું સ્યાદ્વાદશ્રુત છે; પણ આરેાગ્ય તત્ત્વને લગતા, આદાન, નિદાન, ચિકિત્સા આદિ જૂદા જૂદા અંશે ઉપર વિચાર કરનાર એ શાસ્ત્રના તે તે અંશે, એ
Aho ! Shrutgyanam