________________
૬૦ ]
जैन साहित्य संशोधक
[ રd 3
જયન્ત પાલ વિષે જે માહીતી છે તેને સાર આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં વારાણસી નગરમાં બેવિદચન્દ્ર નામનો રાજા હતા, તેને પુત્ર જયન્તચંદ્ર હતો. તેને રાજય આપીને તેના પિતા સ્વર્ગે ગયો. જયન્તચન્દ્ર સાતસો જન પૃથ્વી છતી. તેને મેઘચન્દ્ર કરીને કુમાર હતો. જયન્ત ચંદ્રના નાશ સંબંધી અહેવાલ આ પ્રમાણે છે. જયન્તચંદ્રને પદ્માકરનામે પ્રધાન નર હતો. તે અણહિલપત્તન ગયો. ત્યાં સૂવદેવી નામની પદ્મિની યુવાન, સુંદર શાલાપતિપત્ની જોઈ કે જે વિધવા હતી. તેને કુમારપાલરાજાની રજાથી તેના ઘેરથી લઈ સોમનાથની યાત્રા કરી તે કાસી ગયો. તે પવિતીને જયન્તચંદ્રની ભગિની કરી. તે એટલી બધી વિદ્વાન અને કલાનિષ્ણાત હતી કે તે લકમાં કલાભારતી તરીકે પ્રસિદ્ધ થઈ. આ સૂવદેવીને પુત્ર થયો. તે યુવાન થયો. રાજાએ વિદ્યાધર નામના મંત્રીને પૂછયું કે રાજ્ય કેને આપવું. વિદ્યાધરે કહ્યું “સુવંશ મેવચંદ્રને, પુનર્ણતાના ( ફરીથી રખાએલીના ) પુત્રને નહિ.” પણ રાજા સહવના કામણ નીચે હતા એટલે તેના પુત્રને આપવા ઈચ્છતા હતા. આ રીતે રાજા અને મંત્રી વચ્ચે વિરોધ ઉત્પન્ન થયો. પણ મંત્રીએ ગમે તેમ કરીને રાજાને સમજાવ્યો અને મેધચન્દ્રને રાજ્ય અપાવ્યું. સૂહરદેવી ગુસ્સે થઈ. પોતે ધનાઢય હતી. સ્વછન્દ હતી એટલે પોતાના પ્રધાન નરોને તક્ષશિલાધિપતિ પાસે મેકલી પુષ્કળ ધન આપી ચઢાઈ કરવાનું કહેવડાવ્યું. વિદ્યારે આ વાત રાજાને કહી. રાજાએ માની નહિ. વિદ્યાધરનું કાંઈ ચાલ્યું નહિ એટલે ગંગામાં ડુબી મર્યો. રાજા અનાથ થયો. સુરત્રાણુ આવ્યો. નગરમાં ભાડે ભાડ ફટયું. રાજા યુદ્ધ માટે સામે આવ્યું. પોતાનાં સૈન્યમાં ૮૪૦૦ નિસ્વાન હતા. પણ એકે નિસ્વાનનો અવાજ રાજા સાંભળતા નથી. તટસ્થને પૂછયું. તેઓએ કહ્યું “ àછના ધનુષના અવાજમાં બીજા અવાજે ડૂબી ગયા છે.” રાજા હૃદયમાં હારી ગયે. પછી એ જણાયું નથી કે તે હણાય કે નાસી ગયો, કે મરી ગયો કે ગંગાજળમાં પશે. યવનેએ નગરી લીધી.” [ ચ. વિ. પ્ર. પૃ. ૬૩. અને પહેલાં ].
આ અહેવાલ કેવળ વાર્તા છે કે ઐતિહાસિક છે તે કહેવું કઠિન છે. તબકત-ઈ-નાસિરીમાંથી જયન્તચંદ્રની હાર વિષે આપણને આ પ્રમાણે અહેવાલ મળે છે. “હી. ૫૯૦ માં સુલતાન ફરીથી ઘઝનીથી નીકળ્યો, અને કાજ, અને બનારસ તરફ કુચ કરી; અને ચંદવારની પાસે તેણે રાયચૈચંદને હરાવ્યો. અને તે વિજયથી તેને ત્રણસોથી વધારે હાથીઓ સાંપડયા.” પૃ. ૪૭૦. એટલે કે જયન્તચંદ્રની હાર વિ. સં. ૧૨૫૧ માં થઈ.
આ રીતે આ પરંપરામાંથી બે ઉલેખ બરાબર ઐતિહાસિક કરે છે. વસ્તુપાલ અને મૌજુદીનના યુદ્ધનો પ્રસંગ ઐતિહાસિક જણાય છે પણ તેને સમય ચેકસ ન થવાથી સંભવની કેટિને રહે છે. બાકીના બે બનાવની હવે પછી પરીક્ષા કરીશું.
Aho I Shrutgyanam