________________
ગંs ]
न्यायावतार सूत्र
[ ૨૪૧
ઉ. વસ્તુના પ્રમાણ સિદ્ધ અનેક અંશોમાંથી એક જ અંશને સાચો ઠરાવવા તે વક્તા આવેશમાં આવી જઈ બીજા સાચા અંશોને અપલાપ કરે છે તેથી તે વાક્ય એક અંશ પૂરતું સાચું હોવા છતાં ઈતર અંગેના સંબંધના વિચ્છેદ પૂરતું ખોટું હોવાથી દુનિયશ્રુત કહેવાય છે.
પ્ર. આવા અનેક દુર્નય વા મળે તે સ્યાદવાદબુત બને ખરું ?
ઉ. ના. કારણ કે આવાં વાક્યો પરસ્પર એકબીજાનો વિરોધ કરતા હોવાથી વ્યાઘાત-અથડામણી પામે છે. તે પોતપોતાની કક્ષામાં રહી વસ્તુના અંશમાત્રનું પ્રતિપાદન કરવાને બદલે બીજાતી કક્ષામાં દાખલ થઈ તેનું મિથ્યાપણું બતાવવાની મેદ્ય ક્રિયા કરે છે, તેથી તે મિથ્થાબુત છે. અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસો એક સમૂહબદ્ધ થઈ કઈ એક કાર્ય સાધી નથી શકતા; ઉલટું તે એક બીજાના કાર્યના બાધક બને છે. તેમ અનેક દીય વાકયો એક સાથે મળી કોઈ : વસ્તુને સંપૂર્ણ જણાવવાની વાત તે બાજુએ રહી તે એક બીજાના આંશિક અર્થના સત્ય પ્રતિપાદનને પણ સત્યપણે પ્રકટ થતાં અટકાવે છે.
પ્ર. કેઈ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુનય, નય અને સ્વાદ્વાદ એ ત્રણે શ્રુત ઘટાવવાં હોય તે ઘટી શકે ખરાં? અને ઘટી શકે તે શી રીતે ?
ઉ. કોઇએ જગતના નિત્યપણા કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યો કે-જગત નિત્ય છે, અનિત્ય છે, ઉભયરૂપ છે, કે એ થી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે? આનો ઉત્તર આપનાર વક્તાને જે પ્રમાણુથી એ નિશ્ચય થયો હોય કે જગત નિત્ય-અનિત્ય-ઉભયરૂપ છે; અને તે પછી તે ઉત્તરમાં જણાવે કે જગત નિત્યરૂપેવે છે અને અનિત્યપેયે છે, તો એ ઉત્તરમાં એક જ વસ્તુપર પરસ્પર વિરોધી એવા બે અંશોના પ્રતિપાદક બે વાકયો હોવા છતાં તે બન્ને મળી સ્યાદ્વાદબુત છે. કારણ કે એ પ્રત્યેક વાક્ય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પોતપોતાની દષ્ટિએ પ્રતિપાદિત કરે છે અર્થાત પિતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રકટ કરે છે. છતાં પ્રતિપક્ષીની મર્યાદાનો તે તિરસ્કાર કે સ્વીકાર કરતાં નથી. ઉક્ત બન્ને વાકયમાંથી કોઈ એકાદ જ વાક્ય લઈએ તો તે યકૃત હોઈ શકે; પણ એ ત્યારે જ કે જો વક્તાએ એ વાકયને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટઅંશનું પ્રતિપાદન કરવા માટે યોજેલું હોવા છતાં વિરોધી બીજા અંશ પરત્વે તે માત્ર તટસ્થ કે ઉદાસીન હોય. આથી ઉલટું એ બે વાક્યોમાંથી કઈ એક વાક્ય દુર્નયશ્રુત હોઈ શકે પણ તે ત્યારે કે જે વક્તા એ વાક્ય વડે ઇષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા પ્રામાણિક અંશને નિષેધ કરે. જેમ કે જગત નિત્ય જ છે અર્થાત અનિત્ય નથી.
પ્ર. જે વિચારે અનંત હોવાથી વિચારાત્મક નો પણ અનંત હોય તો એને સમજવા એ કઠણ નથી શું?
ઉ. છે જ. છતાં સમજી શકાય. પ્ર. કેવી રીતે ?
ઉ. ટૂંકમાં સમજાવવા એ બધા વિચારોને બે ભાગમાં વહેંચી શકાય. કેટલાક વિચારો વસ્તુના સામાન્ય અંશને સ્પર્શ કરનાર હોય છે. કારણ કે વસ્તુનું વિચારમાં આવતું કોઈપણ સ્વરૂપ લઈએ તો કાં તે તે સામાન્ય હશે અને કાં તે તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારોના ટૂંકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે. એને શાસ્ત્રમાં અનુક્રમે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવાં નામ આપવામાં આવ્યાં છે. - પ્ર. આ સિવાય બીજું પણ હું વર્ગીકરણ થઈ શકે ?
Aho! Shrutgyanam