________________
૨૨૮ ]
जैन साहित्य संशोधक
[खंड ३
ઉ. વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન મેળવેલ પ્રતિવાદીને જ્યારે તે સંબંધનું સ્મરણ થાય ત્યારે “હેતુ સર્વત્ર સાધ્યયુક્ત જ હોય છે” એવું ભાન થાય છે. એ ભાનમાં પ્રસ્તુત પક્ષની અંદર વર્તમાન હેતુ પણ સાધ્યથી યુક્ત જ છે એ ભાન આવી જાય છે અને એ જ ભાન તે અન્તર્થાપ્તિનું જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન થતાં જ પક્ષમાં સાધ્યનો નિશ્ચય પણ થઈ જાય છે. તે જ અન્તર્થાપ્તિ વડે સાધ્યની સિદ્ધિ. - પ્ર. આવી સિદ્ધિ થાય ત્યાં બહારનું ઉદાહરણ નકામું કેમ મનાય છે ?
ઉ. બહારનું ઉદાહરણ એટલે પક્ષથી ભિન્ન સ્થળમાં હેતુ અને સાધ્યની વ્યાપ્તિનું દર્શન કરાવવું તે. આવા દર્શન માટે જ દૃષ્ટાન્તને પ્રયોગ કરાય છે. પણ દૃષ્ટાન્ત વિના જ બીજી કઈ રીતે પ્રતિવાદીને વ્યાપ્તિ સંબંધનું સ્મરણ થઈ જવાથી જે પક્ષની અંદર જ વ્યાપ્તિબળને લીધે હેતુ વડે સાધ્યની પ્રતીતિ થઈ જાય તો પક્ષની બહાર દૃષ્ટાન્ત દ્વારા વ્યાપ્તિસંબંધનું દર્શન કરાવવાનું કશું પ્રયોજન રહેતું નથી.
પ્ર. અર્થાપ્તિ ન હોય ત્યાં પણ દષ્ટાન પ્રયોગને વ્યર્થ કહેવામાં આવે છે તે કેવી રીતે? ' ઉ. જેણે કદિ વ્યાપ્તિનું જ્ઞાન મેળવ્યું જ ન હોય તેને વ્યાપ્તિનું સ્મરણ કે અન્તર્થાપ્તિનું ભાન સંભવે જ નહિ. આવા પ્રતિવાદીને તે પ્રમાણદ્વારા વ્યાપ્તિને નિશ્ચય કરાવવો પડે છે. તે માટે પક્ષ બહાર માત્ર ઉદાહરણ આપી હતુ અને સાધ્યનું માત્ર સાહચર્ય બતાવવાથી કામ સરતું નથી. કારણ કે એવું સાહચર્ય વ્યાપ્તિ વિના પણ સંભવે. તેથી તેવાઓને તો પ્રમાણ વડે જ નિયતસાહચર્યરૂપ વ્યાપ્તિનું જ્ઞાન કરાવવું પડે છે. જે દૃષ્ટાન્તથી ન થઈ શકે. * ' છે. ત્યારે દૃષ્ટાન્તપ્રયોગ સાર્થક કોને માટે ? - ઉ. આને ખુલાસો પાછલા કોના ભાવાર્થમાં આવી જાય છે. પક્ષાભાસનું વર્ણન -
प्रतिपाद्यस्य यः सिद्धः पक्षाभासोऽक्षलिङ्गतः ।
लोक-स्ववचनाभ्यां च बाधितोऽनेकधा मतः ॥ २१ ॥ પ્રતિવાદીને જે સિદ્ધ હોય, જે પ્રત્યક્ષ અને અનુમાનથી તથા લેક અને સ્વવચનથી બાધિત હોય તે પક્ષાભાસ. એ અનેક પ્રકારે મનાય છે.
પ્ર. પંક્ષાભાસ એટલે શું? ઉ. પક્ષના સ્થાનમાં યોજાવાને લીધે પક્ષના જેવો દેખાવા છતાં જે પક્ષનું કામ ન કરે તે પક્ષાભાસ. પ્ર. તેના જે અનેક પ્રકારો ઉપર કહ્યા તેના દાખલા આપે.
ઉ. જેને ઘટનું પૌગલિકપણું સિદ્ધ-નિશ્ચિત હોય તેની સામે તે સિદ્ધ કરવા પક્ષ મૂકવો કે ઘટ પૌગલિક છે' એ પ્રથમ પક્ષાભાસ છે, કારણ કે પક્ષ મૂકીને સિદ્ધિ તે અસિદ્ધ વસ્તુની કરાય છે; નહિ કે સિદ્ધ વસ્તુની. જે સિદ્ધ છે તેની સિદ્ધિ શું? તેથી સિદ્ધને સાધવા મૂકેલ પક્ષ એ પક્ષાભાસ છે. પ્રત્યક્ષબાધિત એ બીજો પક્ષાભાસ. જેમ કે “અગ્નિ અનુષ્ણ-શીત છે' એવો પક્ષ મૂકવો તે. કારણ કે અગ્નિનું અનુષ્યપણું એ ઉષ્ણપણાના પ્રત્યક્ષજ્ઞાનથી બાધિત છે. ત્રીજો પક્ષાભાસ લિંગ-અનુમાન બાધિત જેમકે “પુનર્જન્મ નથી” એ પક્ષ મૂકે . કારણ કે એ કથન પુનર્જન્મના અસ્તિત્વસાધક અનુમાનથી બાધિત છે. ચોથો પક્ષાભાસ લેકબધિત. જેમ કે “માતા ગમ્ય–ભોગ્ય છે.” એમ કહેવું છે. કારણ કે
નાના ગમ્યપણાનો પક્ષ લોકવ્યવહારથી બાધિત છે. અને પાંચમો પક્ષાભાસ સ્વવચનબાધિત. જેમ કે એર્મ કહેવું જે “મારી માતા વંધ્યા છે.” આ પક્ષ વક્તાના પિતાના વચનથી જ બાધિત છે. કારણ જે તેની માતા વંધ્યા હોત તો તે પોતે જન્મે જ કયાંથી? અને જે તે જન્મે છે તો તેની માતા વધ્યા નથી. એટલે મારી માતા વંધ્યા છે એ કથન બાધિત છે, • -
Aho! Shrutgyanam