________________
સંવ ]
महामात्य वस्तुपाल तेजपालना बे रास
મંત્રી બનીને વસ્તુપાલ સીધો ખંભાત ઉપર રવાના થશે. કારણ એ હતું કે ત્યાં એક સમયદ નામે નેડો રહેતો હતો. જે અતિ વિઇ અને ધનેન્મત્ત હતું. રાજાને પણ તે કશા હિસાબમાં ગણતા ન હતા. સાંબૂ નામે એક બલવાન સરદારની તેને ખૂબ મદત હતી. તેથી વસ્તુપાલે ચઢાઈ કરીને તેમની મિકત કબજે કરી અને તેમને દર્ષ દૂર કર્યો. તેવી જ રીતે ખંડેરાવ નામના એક સરદારને પણ મદ ઉતારી નાંખી તેને પોતાને ખડીઓ બનાવ્યું. એમ છત્રીસ વાર એ ભાઈઓએ દુશમને ઉપર ચઢાઈ કરી અને દુશ્મનને ઉચ્છેદ કર્યો. દેશમાં જેટલા ચોર ચરટ અને ખૂટ ખરડ હતા તે બધાને વશ કરીને પ્રજાના ઉપદ્રવ દૂર કર્યા અને રાજ્યને આબાદ બનાવ્યું તેમના આવા પરાક્રમ અને બુદ્ધિ બળથી વિરધવલ વગેરે બધા રાજા રાણા ખુશી થયા અને તેમને ઘણો આદર કરવા લાગ્યા.
આ બધું કરી રહ્યા પછી આ મંત્રી ભાઇઓ ધર્મ કાર્ય કરવાનો વિચાર કરવા લાગ્યા.
ભાષા ૪ થીઃ (આ ભાષામાં એ બંને ભાઈઓએ કેટકેટલાં ધર્મ કાર્યો કર્યા અને તેમાં કેટકેટલું દ્રવ્ય વાપર્યું તેની વિગત માત્ર જ આપવામાં આવી છે.) પાંચ હજાર પ્રસાદે, ઉત્તમ તારણ સાથે કરાવ્યા. સવા લાખ નવી પ્રતિમાઓ તૈયાર કરાવી. ૯૮૪ પિશાળા–એટલે ઉપાશ્રય કરાવ્યાં. ૭૦૦ સત્તકાર-અન્નસત્ર મંડાવ્યા. ૭૦૦ લેખશાલા-એટલે નીશાળે કરાવી. ૩૬ ગઢ ગણાવ્યા. ૨૦૦ તળાવ બંધાવ્યાં. ૨૧ આચાર્યોને સૂરિપદ આપ્યાં. ૧૨૦૪ તેરણ ચઢાવ્યાં. ૧૦૦૦ સુખાસને આપ્યાં. ૫૦૦ બ્રાહ્મણ રોજ ઘર આગળ વેદપાઠ ભણતા. ૫૦૫ કિંમતી કપડાનાં સમરણ કરાવ્યાં. ૫૦૦ બહુ મૂલ્ય સિંહાસન કરાવ્યાં. ૭૦૦ મઠ તપસ્વીઓને રહેવા માટે બંધાવી આપ્યા. ૬૪ મસી તુરક લેકેને બાંધી આપી. ૧૫૦૦ ભિક્ષુઓને રોજ દાન આપવામાં આવતું. વરસે દહાડે ૪ મોટી સંધપૂનએ કરતા. ૨૫૦૦ માહેશ્વરી મંદીરેનો ઉદ્ધાર કરાવ્યો. ૧ હજાર કાપડી કે (બાવા ગિઓ)ને રોજ સુંદર જમણુ આપવામાં આવતું. ૭૦૦ કુઆઓ ખોદાવ્યા. ૪૬૪ વાવ બંધાવી. બારે માસ ચાલે એવી ૪૦૦ પાણી પીવાની પર મંડાવી.
આ પ્રમાણે દાન-ધર્મ કરવા ઉપરાંત સંઘ કાઢીને યાત્રા કરવાને તેમને મનોરથ થયો, જે કવડિલ (શવ્યાધિષ્ઠિત પદિયક્ષ)ની કૃપાથી સંપૂર્ણ થયો.
ભાષા પમીઃ હવે તેઓ સંય કાઢીને યાત્રા કરવા નિકળ્યા જેમાં ૧૦૦ દેવાલય સાથે લીધાં. દેશવિદેશના અનેક સંઘ સાથે ભળ્યા. ૪ રાજાઓ પણ તેમાં સામેલ થયા. તેમાં ૧૮૦૦ સીકરી (એક જાતનું વાહન પાલખી જેવું થાય છે ) હતી. ૧૮૦૦ વાજિ હતાં. ૪ હજાર ઘેડાઓ હતા. પાયકને તે પાર ન હતે. ૫૦૦ પાલખીઓ હતી. ૪૦૫ સેજવાલ હતા. બધા મળીને ૭૦૦ સૂરિઓ હતા અને ૨૦૦૦ તેમના શિષ્યો હતા. ૨૩૦ દાંતના રથ હતા. ૩૩૦૦ ભાટ, ૧૧૦૦ ક્ષપણુક (દિગંબર યતિ ), ૩ હજાર ગાયક, ૧૦૦૦ ચારણ, ૧૦૦૦ લુહાર, ૧૦૦૦ સુથાર, ૧૦૦ કંઇ, ૨ હજાર પિઠિયા, અને ૭૦૦ ઊંટ હતાં. ત્રાંબાના ચરૂ અને કડાહીઓની તે સંખ્યા જ ન હતી. બધા મળીને સાત લાખ માણસો ભેગા મળ્યા હતા. આટલા મોટા સમુદાય સાથે તેઓ યાત્રા કરવા નિકળ્યા હતા. તે સમુદાયના ભારથી જાણે પૃથ્વી કંપી ઉઠી હતી, સમુદ્રો ખળભળી રહ્યા હતા, આકાશ ધૂળથી ઢંકાઈ ગયું હતું અને ઈદનું આશન ડોલવા લાગ્યું હતું. આ રીતે ચાલતા તેઓ શત્રુંજય પર્વત ઉપર ગયા અને ત્યાં આદીશ્વર ભગવાનને વંદી-પૂજીને પોતાના જન્મને સાર્થક માન્યું. ત્યાંથી પછી તે સંઘ ગિરનાર પર્વતની યાત્રાએ ગયો. ત્યાં નેમિજિનેશ્વરનાં દર્શન-પૂજન કરી સંસારથી પાર પામવાનું પુણ્ય ઉપાર્જન કર્યું.
આ રીતે સાડી બારવાર વસ્તુપાલે તીર્થયાત્રા કરી. શત્રુંજય પર્વત ઉપર ૧૮ કરેડ ૯૬ દ્રવ્ય ખચ્ચે. ૧૨ કરોડ, ૮૦ લાખ ગિરનાર પર્વત ઉપર દ્રવ્ય વ્યય કર્યો. ૧૨ કરોડ, ૫૩ લાખ આબુ પર્વત
Aho! Shrutgyanam