________________
૨૨૬]
जैन साहित्य संशोधक
[āર છે
ધરાવે છે. અલબત્ત વૈશેષિકસૂત્રના પ્રશસ્તપાદ ભાષ્યમાં એ જ પ્રસંગે વપરાએલું અવિરોધી પદ પણ ન્યાય પ્રવેશના સક્રિયપદ સાથે શાબ્દિક સાદય ધરાવે છે.
ભકારક અકલંકથી માંડી ઉપાધ્યાય યશવિજયજી સુધીના બધા દિગબર-શ્વેતાંબર જૈન તર્ક ગ્રંથમાં, જૈનેતર વૈદિક અને બૌદ્ધ તર્કગ્રંથ કરતાં તદ્દન જૂદા જ પ્રકારની હેતુના પ્રયોગની પરિપાટી જે એક સરખી મળી આવે છે તેના પ્રથમ આવિષ્કર્તા, જ્યાં સુધી ન્યાયાવતારથી બીજે કઈ તે જૈન ગ્રંથ ન મળી આવે ત્યાં સુધી, સિદ્ધસેન દિવાકર જ ગણાવા જોઈએ.
ન્યાયાવતારમાં જે સાધર્યું અને વૈધર્મે દૃષ્ટાંતના લક્ષણો છે તે ન્યાયપ્રવેશમાંના તેના લક્ષણ સાથે ઘણું જ શાબ્દિક સામ્ય ધરાવે છે. જ્યારે પ્રશસ્તપાદ ભાષ્યમાંના તેના લક્ષણો સાથે માત્ર અર્થતઃ સામ્ય મુખ્ય છે. અને ગૌતમના ન્યાયસૂત્રમાંના દૃષ્ટાન્ય લક્ષણો સાથે તે ન્યાયાવતારગત લક્ષણનું શબ્દશઃ કે અર્થશઃ કશું જ સામ્ય નથી. આ ઉપરાંત દષ્ટાંતના પ્રયોગની અનાવશ્યકતા જે ન્યાયાવતારમાં બતાવી છે તે કયા પ્રતિપક્ષ સામે છે એ પ્રશ્ન ઉપર વિચાર કરતાં લાગે છે કે સિદ્ધસેનનું એ કથન નાયિકાની અને ખાસ કરી બૌદ્ધોની સામે હોવું જોઈએ. કારણ કે ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુમાં ઉદાહરણના પ્રયોગ ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે, ત્યારે સિદ્ધસેન તેને પ્રયોગ ન કરવા માટે ખાસ ભાર આપે છે. ઉદવારણના પ્રયોગને વ્યર્થ જણાવતાં સિદ્ધસેન પૂર્વવત ન્યાયવિદ્દ વિદ્વાનોની, પિતાની બાજુમાં સંમતિ છે એવી નોંધ કરે છે. આ નેધ ખાસ અર્થસૂચક છે. શું સિદ્ધસેન પહેલાં એવા કઈ જૈન કે જૈનેતર તાકો થયા હશે જેઓના મતને સિદ્ધસેન પિતાના સમર્થનમાં સાક્ષી તરીકે સુચવે છે ?
સાધનના વિષયમાં પક્ષ, હેતુ અને દષ્ટાંતઃ એ ત્રણ અવ્યના નિરૂપણબાદ ન્યાયાવતારમાં સાધન નાભાસનું નિરૂપણ છે. તેમાં પહેલો પક્ષાભાસ લીધો છે અને તેમાં એના પાંચ ભેદે કરવામાં આવ્યા છે જે ન્યાયબિંદુના પક્ષાભાસના ભેદો સાથે લગભગ શબ્દશઃ મળે છે અને બંને ગ્રંથોની પક્ષાભાસની સંખ્યા પણ સમાન છે. જ્યારે ન્યાયપ્રવેશમાં પક્ષાભાસની સંખ્યા વધારે છે, એટલે કે નવની છે. ત્યારબાદ હેત્વાભાસના જે ત્રણ ભેદો ન્યાયાવતારમાં આપેલા છે તે જ ન્યાયપ્રવેશ, ન્યાયબિંદુ અને પ્રશસ્તપાદ ભાષ્યમાં પણ છે. એ જ ત્રણ ભેદેને મુખ્ય રાખીને પાછળના જૈન તાર્કિકે તેના ભેદ-પ્રભેદે બતાવી હેવાભાસની કલ્પના વિસ્તારી છે. વૈશેષિક, બૌદ્ધ કે જૈન તર્કગ્રંથમાં ગૌતમના પાંચ હેવાભાસો. મૂળ ક્રમમાં નથી.
દષ્ટાંતાભાસનું વર્ણન કરતાં સિદ્ધસેન પૂર્વવત ન્યાય નિષ્ણાતની પરંપરા પ્રમાણે છ છ સાધર્મો અને વૈધર્મ દષ્ટાન્નાભાસ સૂચવતા જણાય છે. એ પૂર્વવતાં ન્યાયનિષ્ણાતે કોણ હશે? જેન કે જેનેતર એ કહેવું કઠણ છે. ન્યાયપ્રવેશમાં તે સાધર્મ અને વૈધર્મે બન્નેને પાંચ પાંચ પ્રકાર છે. જ્યારે ન્યાયબિંદુમાં નવ નવ પ્રકાર આપેલા છે. છની સંખ્યા માત્ર પ્રશસ્તપાદ ભાષ્યમાં છે. - સાધનાભાસન નિરૂપણું પછી દૂષણ અને દૂષણભાસનું નિરૂપણ ન્યાયાવતારમાં જેવું છે તેવું જ ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુમાં પણ છે. પરંતુ એ પ્રસંગે ન્યાયાવતારમાં વપરાએલો નિરવ શબ્દ તે. ફક્ત ન્યાયબિમાં જ છે. ન્યાયાવતારમાં જે પ્રમાણના ફૂલનું કથન છે તે ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુ બજેથી જૂદી જ જાતનું છે. કદાચ એમાં બૌદ્ધ દષ્ટિ કરતાં જેને દષ્ટિની મિત્રતાને ધ્વનિ હેય પરંતુ ન્યાયાવતારનું એ કથન માત્ર સર્મ ભદ્રની આપ્તમીમાંસા સાથે મળે છે અને ફળકથનની એ જે પરંપરા સમગ્ર જૈનતભ્રંથોમાં છે.
પ્રમાણ અને નયને જે વિષયભેદ ન્યાયાવતારમાં છે તે જૈનેતરે ગ્રંથમાં તે હોવાનો સંભવ જ નથી. કારણ કે “જૈન સિવાય બીજા કોઈ સાલમાં ભયની મીમાંસા જે મથી. નયનો વિષય નયનું સ્વરૂ,
Aho ! Shrutgyanam